________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OO
પ્રવચન નં. ૧૮ એ બન્ને પુણ્ય છે તેમજ એ બન્ને પાપ છે.” પાપ બે જગ્યાએ થાય છે. એક જીવમાં થાય છે અને એક ત્યાં પાપ પ્રકૃતિ છે. અહીંયા ભાવ પુણ્ય ત્યાં દ્રવ્યકર્મમાં જૂના પુણ્ય. અહીંયા ભાવ પાપ થાય અને ત્યાં દ્રવ્યકર્મમાં કર્મની પ્રકૃતિનો અનુભાગ એ પ્રકારે છે તો તેને દ્રવ્યપાપ કહેવાય. ભાવપાપ અને દ્રવ્યપાપ. દ્રવ્યપાપ તો સર્વથા અચેતન છે અને ભાવપાપ પણ અચેતન જ છે–તે ચેતન નથી. આ ભાવ અચેતન છે પેલું દ્રવ્ય અચેતન છે. પુણ્યપાપના પરિણામ ભાવ ચેતન નથી. પુણ્ય-પાપના પરિણામ તે તો જડ છે–આંધળા છે. પોતાને ય જાણે નહીં ને પરને ય જાણે નહીં. તેમાં સ્વપર પ્રકાશક શક્તિનો અભાવ છે.
“આસ્રવ થવા યોગ્ય અને આસવ કરનાર” આમ્રવના ચાર ભેદ છે. મિથ્યાત્વ, અવિરત, કષાય ને યોગ તે લઈ લેવા. પછી ચોથા ગુણસ્થાને આવતાં મિથ્યાત્વ નામના આસવનો અભાવ થઈ જાય છે. ત્યારે ત્રણ પ્રકારના આસ્રવ રહે. પછી એ રહે. પછી એક રહું છે-તેરમે ગુણસ્થાને યોગ આસ્રવ છે. પછી તેનો પણ અભાવ થઈ જાય છે–ભાવ આસ્રવમાં અહીંયા ભાવ લેવો અને દ્રવ્ય આસ્રવમાં નવાં કર્મો આવે તેવો અહીંયા દ્રવ્યઆસ્રવ ન લેવો. કર્મનું આવાગમન થાય તેવો આસ્રવ અહીંયા ન લેવો. જૂનાંકર્મનો ઉદય આવે છે અને તે ખરી જાય છે. નવો આસ્રવ એટલે નવાંકર્મ ન આવે એવી અપૂર્વ વાત છે.
આ ગાથામાં નવો બંધ થાય તેવી વાત જ નથી. જૂનો બંધ છે ઉદયમાં આવીને ખરે છે, તે નવો બંધ થઈને ખરતો નથી. આ ગાથા કોઈ અપૂર્વ છે. જૂનાં કર્મ નિમિત્ત છે અને તત્ સમયની યોગ્યતા નૈમિત્તિક છે એથી કરીને પરંપરા ચાલે તેમ નથી. જે થવા યોગ્ય થાય છે તેમ નિરપેક્ષ તત્ત્વને જાણે છે તેને (બંધની) પરંપરા તૂટી જાય છે. જડકર્મ અને ભાવકર્મ બને નિર્જરા માટે આવે છે. તેને નવાકર્મનો બંધ થતો નથી. જે થવા યોગ્ય થાય છે તેમ જાણીને જે જાણનારને જાણે છે એને નવો બંધ અટકી જાય છે. નવાં બંધની આખી પરંપરા સમ્યક્દર્શન થતાં તૂટે છે. આ ગાથા સમ્યકદર્શનની છે. આહા...હા..! આમ જાણે તેને સમ્યક્દર્શન થઈ જાય છે.
શું કહ્યું? જરા સૂક્ષ્મ વાત છે. મિથ્યાત્વ ગયું પણ અવિરત, કષાયનો, યોગ એ ત્રણ પ્રકારના આસવો તો છે. સાધકને પણ હોય છે. નવા બંધ માટે ભાવકર્મ ઉત્પન્ન થતું નથી-તે નિર્જરા માટે છે. જરા સૂક્ષ્મ છે માટે આધાર આપીએ. નવાં કર્મ બંધાય તેમાં હું નિમિત્ત. આહા...હા ! સાંભળતો ખરો તું નિમિત્ત નથી. નિમિત્તને તો ઉડાવવું છે. હું તેનો જ્ઞાતા પણ નથી તો નિમિત્ત તો ક્યાંથી થા તું? છે...આ કાચો પારો હોં !! જરા ધ્યાન રાખજો, ઊંધુ નહીં મારતા. સમજે તો કામ થઈ જાય.
ગાથા ૧૯૩–“સમ્યફદષ્ટિ જીવ જે ઈન્દ્રિયો વડે અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે,” એકલો ભોગ નથી લખ્યો. ઉપભોગ વારંવાર, “ઈન્દ્રિયો વડે” તેમ શબ્દ છે. આત્મા વડે નહીં અને અતીન્દ્રિયજ્ઞાન વડે પણ નહીં. આત્મા ભોગવતો નથી ઈન્દ્રિયો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com