________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૧ ભોગવે છે. આ તો સમયસાર છે ભાવો બ્રહ્માંડના ભર્યા છે.
ચેતન તથા અચેતન દ્રવ્યનો ઉપભોગ વારંવાર” , દરરોજ રોટલી ખાય તે ભોગ અને (કપડાંને વારંવાર પહેરે તે ઉપભોગ) ભોગ અને ઉપભોગ કરે તો પણ સાધક કર્મથી બંધાતો નથી. તેને સર્વ નિર્જરાનું નિમિત્ત છે.
સમ્યક્દષ્ટિનો ભોગ નિર્જરાનો હેતુ છે. બંધનો હેતુ થતો નથી. કેમકે તેનું સ્વામીપણું છૂટી ગયું છે-ભેદજ્ઞાન વર્તે છે. ઈન્દ્રિયજ્ઞાન મારું નથી અને આ પરિણામ થવા યોગ્ય થાય છે એ પણ મારા નથી. મમતા છૂટી ગઈ છે તેથી એકતાબુદ્ધિ થતી નથી. તેની એકતાબુદ્ધિ જ્ઞાયકમાં થઈ ગઈ છે. આ સમ્યકદર્શનના બળની–તાકાતની વાત છે. સ્વચ્છેદ થવા માટેની વાત નથી-નીચે ઊતરવાની વાત નથી.
અરે! જ્યાં અન્યમતી પાપનો ઉપદેશ ન આપે...તે પાપનો ઉપદેશ આપે તો તેની દુકાન બંધ થઈ જાય. પુષ્યનો ઉપદેશ આપે તો તેની દુકાન ચાલે પણ પાપનો ઉપદેશ અન્યમતી કોઈ આપે નહીં, તો પછી સર્વજ્ઞ પરમાત્મા અને વીતરાગી સંતો પાપનો ઉપદેશ આપે કોઈ દિવસ !? આમ હેતુ સમજવો જોઈએ. વિવિક્ષા સમજવી જોઈએ. એટલું શ્રદ્ધાનું બળ અંદર વર્તે છે કે-તે સર્વ નિર્જરાનું નિમિત્ત છે.
ગાથા ૧૯૩, ટીકા-વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે. વિરાગી એટલે જેની દૃષ્ટિ રાગ રહિત થઈ ગઈ છે તેનો ઉપભોગ નિર્જરા માટે છે–પણ બંધ માટે નથી. રાગ થાય છે તે હકીકત છે પણ તે નિર્જરી જાય છે. નવો બંધ થયા વિના નિર્જરે છે. નવા બંધમાં નિમિત્ત થાય તેવી ચીકાશ રાગમાં નથી. પરિણામ લુખ્ખા થઈ ગયા છે. રાગાદિભાવનો સદ્દભાવ છે પણ રાગનો રાગ નથી.
મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતનદ્રવ્યનો ભોગ બંધનું જ નિમિત્ત થાય છે.” તેને નિર્જરાનો હેતુ થતો નથી. બંધનું “જ” નિમિત્ત થાય છે. “જ” લખ્યો છે. મિથ્યાષ્ટિને એકાંતે નવાં કર્મનો બંધ થાય.થાયને થાય જ છે-તેને નિર્જરા ન થાય.
“તે જ ઉપભોગ રાગાદિભાવોના અભાવથી સમ્યક્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત થાય છે. આથી (આ કથનથી) દ્રવ્ય નિર્જરાનું સ્વરૂપ કહ્યું.”
હવે ગાથા ૧૯૪ માં અંદરની ભાવનિર્જરાની સૂક્ષ્મવાત કરે છે. “વસ્તુ ભોગવવામાં આવતાં; સુખ અથવા દુઃખ નિયમથી ઉત્પન્ન થાય છે.” સુખની પર્યાય અથવા દુ:ખની પર્યાય પ્રગટ થાય છે. સમ્યક્દષ્ટિને ભાવમાં સુખ-દુ:ખ થાય છે. એ પર્યાય તેને વેદે છે આત્મા તેને વેદતો નથી. પર્યાયમાં જે સુખ-દુઃખનું વેદન છે તેની મર્યાદા પર્યાય સુધી જ છે. તે સુખ-દુઃખ આત્માના સ્વભાવમાં પ્રવેશતું નથી.
સુખ-દુઃખના પરિણામ સમ્મદષ્ટિને થાય છે, નથી થતા તેમ નથી. પણ એ દુઃખ વેદાયને નિર્જરી જાય છે તે કહેશે. “નિયમથી ઉત્પન્ન થાય છે' કોઈ કહે કે-ઉત્પન્ન થાય જ નહીં સુખ દુઃખના પરિણામ સમ્યફદ્દષ્ટિને તો એમ નથી. પર્યાયમાં થાય છે અને દ્રવ્યમાં થતા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com