________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૨
પ્રવચન નં. ૧૮ નથી. પર્યાયમાં થતા હોવા છતા તે થવા યોગ્ય થાય છે-આત્મા તેનો કરનાર નથી. અને જૂનાંકર્મ છે તે નવાકર્મનું કારણ થતું નથી. બહુ ઊંડાણની વાતો છે. આત્મા સૂક્ષ્મ છે ને!?
હવે કહે છે- “ઉદયથી થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા તે સુખ દુઃખને વેદે છે-અનુભવે છે.” વેદે છે તો પર્યાય. કારણ કે-પર્યાયમાં એક ભોક્તા નામનો ધર્મ છે, જ્યારે દ્રવ્ય ત્રિકાળ અભોક્તા સ્વભાવી છે. પર્યાય દુઃખને સુખને વેદે છે તેવો ભોક્તા નામનો ધર્મ પર્યાયમાં છે. દ્રવ્યમાં ભોક્તા નામનો ધર્મ નથી.
કહે છે-પર્યાય સુખ-દુઃખને ભોગવે છે તે વાત સાચી છે, છતાં આત્મા તેને ભોગવતો નથી. કેમકે હું ભોગવું છું તેવી એકતાબુદ્ધિ તૂટી ગઈ છે. સાધકને હવે હું ભોગવું છું તેવી બુદ્ધિ રહેતી નથી. બીજો બીજાને જાણે છે અને બીજો બીજાને ભોગવે છે, આત્મા આત્માને જાણતો પરિણમી જાય છે. જ્યાં સુધી પરમાત્મા ન થાય ત્યાં સુધી ગૃહસ્થ અવસ્થામાં પણ એ પ્રકારના હરખ-શોકના ભાવ અનેક પ્રકારના સુખ-દુઃખના ભાવ આવે છે-તેને વેદે છે, પછી તે નિર્જરી જાય છે. નવો કર્મનો બંધ થયા વિના દુઃખના પરિણામ નિર્ભર છે.
અત્યારે શ્રેણિક મહારાજાને પર્યાયમાં દુ:ખ છે. એ દુ:ખ થવા યોગ્ય થાય છે. એ દુઃખનો કરનાર શ્રેણિક મહારાજાનો આત્મા નથી. ભાવિ તીર્થકર થવાના છે. પહેલાં ભરતખંડમાં અહીંયા ચોથા કાળમાં અવતાર લેશે. એ અત્યારે દુ:ખને ભોગવે છે પણ તેને નિર્જરી જાય છે. તે દુ:ખને ભિન્નપણે જાણે છે. તેથી તેમને એકતાબુદ્ધિનું દુઃખ નથી. અને આનંદથી એકત્વ થઈને આનંદને ભોગવે છે. એ વખતે એક કષાયનો અભાવ થઈ ગયો છે.
તે ધર્માત્મા ક્ષાયિક સમ્યકત્વ લઈને (નરકમાં) ગયા છે. પૂર્વે એવો અપરાધ થઈ ગયેલો તેથી નારકીનો બંધ થઈ ગયેલો. નરકની ભૂમિ ફરે નહીં પણ એની સ્થિતિ ઘટી ગઈ. પહેલાં તેત્રીસ સાગરોપમનો બંધ થઈ ગયો હતો પણ જ્યાં સમ્યકદર્શન થયું ત્યાં તેની સ્થિતિ અને અનુભાગ બન્ને ઘટી ગયા. અનુભાગ એટલે સાતમાં નરકમાં જે દુ:ખની તીવ્રતા હોય, એટલી તીવ્રતા પહેલી નરકમાં નથી. ૮૪ હજાર વર્ષ એટલે કાંઈ નહીં. તે આમ (ઝડપથી) પુરુ થઈ જશે–અને કાલ પરમાત્મા થશે.
સૌધર્મ ઇન્દ્ર આવશે, શચી ઇન્દ્રાણી પણ આવશે, તે બાળકને રમાડશે તે આપણે પંચકલ્યાણકમાં જોઈએ છીએ. શું એ દૃશ્ય !? પરમાત્માનો અવતાર એટલે !? દેવો ઉપરથી કલ્યાણ કરવા માટે આવે, પછી ઐરાવત હાથી ઉપર મેરુપર્વત લઈ જાય. ત્યાં દેવો ૧OO૮ કળશથી અભિષેક કરે. કળશ કેવડા? કે-મોટા દરિયા જેવડા ધોધ પડે તેમાંથી.
બાળક મહાવીરનો અભિષેક થતો ત્યારે કોઈ દેવને શંકા પડી ! આમ જરા અંગૂઠો કર્યો !? અંગૂઠામાં તો આખો પર્વત હચમચી ગયો. તીર્થંકરના દેવની શું વાત કરવી. આ તો શરીરના બળની વાત છે તો પછી આત્માના બળની વાત તો કોઈ જુદી જ છે.
એવાં અનંત તીર્થંકરો આ ક્ષેત્રમાં થયા. વર્તમાનમાં થઈ રહ્યાં છે મહાવિદેહક્ષેત્રમાં અને ભાવિકાળે પણ થવાના છે. સૂર્યકીર્તિ મહારાજાની ધોધમાર વાણી ખરશે. અહીંના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com