________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૩
કેટલાક જીવો તેના સમવશરણમાંથી મોક્ષ જવાના છે. આ નિશ્ચિત વાત છે-ફરે તેમ નથી. કેટલાક રહી જશે તે પછી જશે. આ પરંપરા છે-વસ્તુની સ્થિતિ છે. તેને કોઈએ બનાવી નથી.
કોઈ કહે કે-મારે તીર્થંકર થવું છે તો થાય!? ગુરુદેવ કહેતા હતા, અરે! ભાઈ થવાની વાત નથી. તીર્થંકરનું દ્રવ્ય તો ત્રિકાળ મંગળ હોય. અત્યારે અનંત તીર્થંકરો ( ભાવિના ) નિગોદમાં છે. તે નિગોદમાં નથી તે તો આત્મામાં છે. સંયોગની મુખ્યતાથી નિગોદની વાત આવે પણ સંયોગમાં સ્વભાવ ન હોય. સંયોગમાં સ્વભાવ ન હોય. એની પર્યાયમાં પણ ન હોય એ તો એના ત્રિકાળી પારિણામિકભાવ સ્વરૂપે છે. એ...દ્રવ્યમાં દ્રવ્ય બિરાજમાન છે.
ટીકાઃ- ૫૨દ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે”, અર્થાત્ ઉત્પન્ન થાય છે. “કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી.” મારે જે કહેવું છે તે હવે આ આવ્યું. “શાતા અને અશાતારૂપ જ્યારે તે સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવે વેદાય છે.” સાધકની વાત છે-વેદાય છે. બિલકુલ વેદાતો નથી એમ નથી.
66
જેમ કર્તાનામનો એક ધર્મ છે તેમ ભોક્તા નામનો એક ધર્મ છે એ ભોક્તા નામના ધર્મથી પર્યાયમાં જેટલું સુખ-દુઃખ હોય તેટલું તે પર્યાય વેઠે છે. હવે ત્યારે અભોક્તા નામનો ધર્મ સાથે હોવાથી સુખ-દુઃખના વેદનમાં એકતા થતી નથી.
જેમ કર્તાનય છે તેમ અકર્તાનય છે. ભોક્તા નય છે તેમ અભોક્તા નય છે. ભોક્તાનયે ભોગવે છે અને અભોક્તા નયે સાક્ષી છે. બે ભાવ એક સાથે છે લે! સાધકસુખ-દુઃખને ભોગવે છે!? કહે-હા, સાધક તેને નથી ભોગવતો? કહે–ના, નથી ભોગવતો તેનો સાક્ષી છે. બે વિરોધી ધર્મો એક સાથે યુગપદ છે.
આહા...હા ! બે વિરોધી ધર્મો એક સાથે છે, સાક્ષીભાવ પ્રગટ થઈ ગયો છે, અને પરમાત્મા થયો નથી એટલે દુઃખ વેદાય પણ છે. પર્યાયમાં તેનો હકાર છે પણ એકતાબુદ્ધિ થતી નથી. કેમકે-તે વખતે સાક્ષીભાવે છે. જ્ઞાતાભાવ પણ પ્રગટ થાય છે અને વેદનભાવ પણ પ્રગટ થાય છે. જ્ઞાતાભાવ હોવાથી તેને વેદનમાં એકતા થતી નથી-એનો સ્વામી થતો નથી. એટલે જ્યાં તેને જાણવારૂપે પરિણમે છે ત્યાં નિર્જરા થાય છે નવો બંધ થતો નથી. તે આમાં કહે છે. આ અગત્યની વાત છે.
સુખ અથવા દુઃખરૂપ ભાવ જ્ઞાનીને વેદાય છે હોં! તેને જ્ઞાની વેદતો નથી તેમ નથી. શરીરમાં રોગ આવે તેના પ્રત્યે થોડી આસક્તિ પણ છે. મિથ્યાત્વ ગયું છે પણ હજુ રાગ ગયો નથી. રાગનો પર્યાયમાં સદ્દભાવ છે પણ મારામાં અભાવ છે તેવું ભેદજ્ઞાન વર્તે છે. સ્વભાવમાં ઠરાતું નથી એટલે પરિણામમાં થવા યોગ્ય રાગ થઈ જાય છે. રાગ થઈ જાય છે હું તેને કરતો નથી. જ્ઞાનીની વાત જ્ઞાની જાણે. અજ્ઞાની તેની વાતને શું જાણે ! અલૌકિક વાત છે બેન!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com