________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૨૦૪
પ્રવચન નં. ૧૮
જે અંતરદષ્ટિથી જુએ તે જ્ઞાનીના હૃદયને પારખી શકે છે. બનેલો બનાવ છેસોગાનીજીના ધર્મપત્નિ સોગાનીજીને ઓળખી ન શક્યા. કેમકે ઉદયભાવો અનેક પ્રકારના આવે, તે ઉદયભાવોને જોઈને આ જ્ઞાની ન હોય તેમ જાણે અને બીજા તેને જ્ઞાની કહે, બહારનાને ઉદયભાવોનો પરિચય ન હોય પણ ઘરનાં બૈરાને તો પરિચય હોય ને!? સોગાનીજીના પત્નિ ચોધાર આંસુએ રડતાં હતાં. અમારાં ઘરમાં ભગવાન બિરાજતા હતા અમે ઓળખી ન શક્યા.
જ્ઞાનીની અંદરની સ્થિતિ બે ધારી તલવાર જેવી છે. એક અંતર્મુખી જ્ઞાન અને એક બહિર્મુખી જ્ઞાન. અંતર્મુખી પરિણામમાં જેટલી શુદ્ધતા છે તેટલી વીતરાગતા છે-અને થોડો મચકનો રાગ પણ તેને આવે છે. હજુ ૫૨માત્મા થયા નથી. થવાનું નિશ્ચિંત થઈ ગયું છે પણ થવાતું નથી. કેમકે પરિણામ થવા યોગ્ય થાય છે આત્માનો અધિકાર તેના ઉપર નથી. મોક્ષ કરે તેવું કર્તાપણું આત્માના સ્વભાવમાં નથી તો રાગ કરે તેની વાત તો છે જ નહીં.
મિથ્યાદષ્ટિને રાગાદિ ભાવોના સદ્દભાવથી એટલે રાગની એકતા. રાગ મા તે રાગ છે. રાગના સદ્ભાવથી બંધનું નિમિત્ત થઈને, મિથ્યાદષ્ટિનું દુઃખ નવાં બંધનું નિમિત્ત થઈને નિર્જરે છે. સમ્યક્દષ્ટિનું દુ:ખ નવાં બંધમાં નિમિત્ત થયા વિના નિર્જરે છે. નિર્જરા બન્નેને થાય છે. એકને સંવ૨પૂર્વક થાય છે અને એકને બંધપૂર્વક થાય છે. બન્નેમાં મોટો ફેર છે.
રાગાદિભાવોના સદ્દભાવથી મિથ્યાદષ્ટિને બંધનું નિમિત્ત થઈને તે ભાવ નિર્જર્યા થકા, ખરેખર નહીં નિર્જર્યો થકો નિર્જરે તો છે પણ તેને સંવપૂર્વક નિર્જરા થતી નથી માટે નિર્જર્યો થકો નિર્જરે છે તેમ કહેતા નથી. નિર્જર્વે થકો બંધ આપીને નિર્જરે છે. નવાં બંધને આપીને નવું કર્જ કરીને તે જાય છે. અને જ્ઞાનીનો રાગ નવું કર્જ કર્યા વિના નિર્જરી જાય છે. જૂનું કર્જ ચૂકવે છે અને નવું કર્જ થતું નથી. એક દષ્ટાંત આપીએ તો ખ્યાલ આવે.
કોઈ માણસને લાખ રૂપિયાનું કર્જ થઈ ગયું હોય, અશાતાનો ઉદય હોય તો તેમ થાય. હવે તેને ધીમે-ધીમે સવળુ પળવા માંડયું. તે ધંધો કરવા માંડયો જેમ-જેમ ધંધો થાય તેમ તેમ હજાર, હજાર, પાંચ-દસહજાર ચૂકવતો જાય. જો જો! વ્યાપાર ચાલુ છે. કમાવાનો વિકલ્પ ચાલુ છે. હવે તેને નવું કર્જ થતું નથી. અને જૂનું કર્જ ચૂકવતો જાય છે. આ સજ્જનની વાત છે હોં! આ દેવાળિયાની વાત નથી. દુર્જન હોય તો એમ કહે–તારાથી થાય તે કરી લે!! તેને ખબર છે કે કોર્ટમાં કંઈ થવાનું નથી. કેસ ચાલે તો સાહેબ ને કહે મહિને દસ રૂપિયા ચૂકવીશ. જજ કહે–બહુ ગરીબ છે તો દસને બદલે પચ્ચીસ ચૂકવો. લાખ રૂપિયા ક્યારે ચૂકવે તે!? સજ્જન તો દૂધમાં ધોઈને ચૂકવી છે.
29
કહે છે– “ નહીં નિર્જર્વે થકો બંધ જ થાય છે જ ” કહ્યું. એટલે જરા પણ નિર્જરા થતી નથી. કોડીમાત્રની નિર્જરા થતી નથી. એકલો નવો બંધ થાય છે. સુખ-દુઃખને એકત્વ કરીને ભોગવે છે એટલે રાગના સદ્દભાવને કારણે, અજ્ઞાનના સદ્દભાવને કારણે, એ ભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com