________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૦૫ તો ભોગવાયને નિર્જરી જાય છે, પણ તેને નવો કર્મબંધ થાય છે.
પરંતુ સમ્યક્દષ્ટિને રાગાદિ ભાવોના અભાવથી” , હવે સવળું કહે છે. શ્રેણિક મહારાજા આપણે લ્યો ને !? ક્યારેક તો એમ થઈ જાય કે-ત્રણલોકના નાથની આ સ્થિતિ. ભાવિ તીર્થકરની આ સ્થિતિ. પ્રથમાનુયોગમાં તો એવાં કેટલાક દાખલા આવે છે કે-નરકમાં સીતાજી લક્ષ્મણને અને રાવણને લેવા જાય છે. કેમકે તેને ખબર છે કે રાવણ તીર્થકરનો જીવ થશે ત્યારે અમે તેના ગણધર થવાના છીએ. સીતાજીને કરુણા આવી તે કણાના ભાવના કર્તા સીતાજી છે નહીં. કરુણા-કણામાં રહી જાય છે. કરુણા સામા જીવને કાંઈ સુખી કરી શકે નહીં. અને સામા જીવનો કષાય ભાવ એને દુઃખી કરી શકે નહીં. સુખ-દુ:ખ તેનાં કર્મથી થાય છે. ભાવકર્મ ઉપાદાન છે અને તે પ્રકારનું નિમિત્ત બહારમાં હોય છે. શ્રેણિક મહારાજાને રાગનો રાગ નથી. બંધમાં નિમિત્ત થતું નથી તેથી નવાકર્મનો બંધ થતો નથી. અહીંયા ૪૧ કર્મ પ્રકૃતિને જ બંધ ગણવામાં આવે છે. ૨૫+૧૬ઃ૪૧ કર્મપ્રકૃતિ સમ્યફદષ્ટિને બંધાતી નથી.
બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્ભર્યો થકો હોવાથી, નિર્જ થકો નિર્જરા થાય છે. ત્રણ શબ્દ છે. (૧) નિર્જરતો હોવાથી (૨) નિર્ભર્યો થકો (૩) નિર્જરા જ થાય છે. તેને બંધ કિંચિતમાત્ર થતો નથી. આ અપૂર્વ શાસ્ત્ર છે. આના ઉપરના વ્યાખ્યાન ગુરુદેવના થઈ ગયા છે ઘેર જઈને ટાઈમ હોય તો વાંચી લેવા સમ્યક્દષ્ટિનો મહિમા કોઈ અલૌકિક છે. સમ્યકત્વ થયું તો પરમાત્મા થયો ખલાસ. બીજો તેની ઈર્ષા કરે, આનો મોક્ષ થઈ જાય અને પેલો રખડી મરે.
શ્રોતા-પછી તેની પ્રતિમાના પંચકલ્યાણક કરે.
ઉત્તર - ઈર્ષા કરનારની પર્યાય પલટે છે ને!? આજે તેના પ્રત્યે દ્વેષ હોય કાલે તેના પ્રત્યે રાગ પણ થાય-એવું તો જોવામાં આવે છે ને!? એટલે કહે છે કે-અજ્ઞાનીનો તું બહુ ભરોસો કરીશ નહીં. આજે માનપાત્ર આપે અને તેનો તે કાલે તારું અપમાન કરશે. ઠીક છે. આ બધું જાણજે...બહુ પ્રશંસા કરીશ નહીં. કાલે ફરી જશે. ઘણાં માથા ફરી ગયા. ફરી ગઈ તે પર્યાય છે. તેનો આત્મા તો એવો ને એવો છે. એનો કરનાર તે નથી તેમ તું જાણજે.
બહારનો જાણવાનો જેટલો વિષય છે તે તું ઈન્દ્રિયજ્ઞાનને સોંપી દે. એ જાણી લેશે, મારો વિષય તે નથી. શું કહ્યું!? આ બહારનો જાણવાનો વિષય ઈન્દ્રિયજ્ઞાનનો છે–તેની ઉપર છોડી દે ! એ જાણશે. મારો જાણવાનો વિષય નથી. હું તો જાણનારને જાણું છું. બધું થવા યોગ્ય થાય છે અને જાણનારો જણાય છે.
આહાહા ! આ અતીન્દ્રિયજ્ઞાન ઈન્દ્રિયજ્ઞાનની સામે જોતું નથી. પોતાને જાણવાનું છોડે નહીં અને પરને જાણવા જાય નહીં. ગાથા કાઢો ૩૭૩ થી ૩૮૨ માં છે. કુંદકુંદભગવાનની મૂળ ગાથા છે – “અશુભ અથવા શુભ શબ્દ' , માનનો અથવા અપમાનનો કોઈ બોલે, તે તને એમ નથી કહેતું કે – “તું મને સાંભળ.” અને આત્મા પણ પોતાને જાણવાનું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com