________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૬
પ્રવચન નં. ૧૯ છોડી શ્રોતેન્દ્રિયના વિષયમાં આવેલા શબ્દને જાણવા જતો નથી. શબ્દને જાણવાનું કામ શ્રોતેન્દ્રિયનું છે. જો હું શબ્દને જાણવા જાઉં તો-એનું લક્ષ કરું તો, મારું લક્ષ છૂટી જાય છે. લક્ષ એક જગ્યાએ હોય. જ્યારે શબ્દ ઉપર લક્ષ હોય ત્યારે આત્મા ઉપર ન હોય. જેનું લક્ષ આત્મા ઉપર છે તેનું લક્ષ શબ્દ ઉપર ન હોય.
આ શબ્દ તો પ્રગટ થાય છે તો કોણ જાણે? કે શ્રોતેન્દ્રિય ઉપર છોડી દઉં છું. આ તીર્થકરના જીવની સાથે ૮ થી ૧૦ જીવો ૮-૧૦ ભવથી સાથે જ હોય છે-તેને જાણવાનું હું ઈન્દ્રિયજ્ઞાનને સોંપી દઉં છું. તે મારો જાણવાનો વિષય નથી. મારો જાણવાનો વિષય ચિદાનંદ એક શુદ્ધાત્મા છે. હું ઈન્દ્રિયજ્ઞાનના વિષય જાણું કે મને જાણું !? આ બધો જાણવાનો વિષય ઈન્દ્રિયજ્ઞાનને સોંપી દે ને!? તે તેને જાણ્યા કરશે. એ એનો ધર્મ અને ધંધો છે. મારો ધરમ તો મને જાણવાનો છે. તેથી ઈન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન વચ્ચે એવું જુદાપણું રહેલું છે. જેમ રાગ અને આત્મા ભિન્ન છે તેમ ઈન્દ્રિયજ્ઞાન અને આત્મા બન્ને ભિન્ન-ભિન્ન છે. બેયનો વિષય ભિન્ન-ભિન્ન છે. બેયનાં ભાવ તથાં કારણ-કાર્ય ભિન્ન-ભિન્ન છે.
પ્રવચન નં - ૧૯
તા. ૬-૯-૯૧ આ ભવઅંતકારી પરમાગમ શાસ્ત્ર છે. આ સમયસાર શાસ્ત્રના મૂળકર્તા ભગવાન કુંદકુંદાચાર્ય (દેવ) તો બે હજાર વર્ષ પહેલાં થયા. તેઓશ્રીએ મદ્રાસથી એસી માઈલ દૂર, એક પો—રહીલ છેતપોભૂમિ એમની હતી ત્યાં આ શાસ્ત્રની રચના કરી, એમના પછી એક હજાર વર્ષે અમૃતચંદ્ર આચાર્ય (દેવ) થયા, સમર્થ આચાર્ય ભારતનાં થયા, “આત્મખ્યાતિ” નામની (સમયસાર ગ્રંથની) ટીકાની રચના કરી.
આ ટીકા ઉપર (પૂ.) ગુરુદેવ (શ્રી કાનજી સ્વામી) પ્રશંસા કરવા અવાર-નવાર કહેતાં-ફરમાવતાં હતાં કેઆવી અધ્યાત્મ (શાસ્ત્રની) ટીકા.. “ન ભૂતો ન ભવિષ્યતિ'ભૂતકાળમાં થયેલી દેખાતી નથી ને ભવિષ્યમાં થશે કે નહીં થાય, એ તો પરમાત્મા જાણે. નહિ થાય-એમ ન કહેવાય, થશે કે નહીં થાય એ તો પરમાત્મા જાણે એમ કહેવાય ને! ન ભૂતો ન ભવિષ્યતિ આમ અવાર-નવાર ગુરુદેવનાં શ્રીમુખેથી વાણી નીકળતી હતી, એણે કેટલો માલ જોયો હશે આ અમૃતચંદ્ર આચાર્યની ટીકામાં? કે અંદરથી એમનાં ઉદ્ગાર નીકળ્યાં આ. ઘણો માલ ભર્યો છે. ટીકામાં, ગુરુદેવ ફરમાવતાં હતાં, ભેંસના આવમાં (આંચળમાં) દૂધ હોય તો બળુકી બાઈ એને ખેંચીને દૂધને કાઢે છે. એમ કુંદકુંદાચાર્યદવ માત્ર બે લીટી લખીને ગયા, એમાંથી આ વિસ્તાર, ટીકા (લખીને ) કાઢી.
એ બે લીટીમાં (મૂળગ્રંથકર્તા આચાર્ય શ્રી કુંદકુંદદેવની ગાથાઓ) માં ન સમજ્યા તો, એક હજાર વર્ષ પછી (થએલા આ) અમૃતચંદ્ર આચાર્યદેવને થયું કે આ બે લીટીમાં કોઈ સમજશે નહીં, તો કરૂણા આવી એને આખી ટીકા લખી, આ ટીકા જયચંદ્રજી પંડિતજીના હાથમાં આવી ને એને થયું કે (કાળદોષથી સંસ્કૃત ભાષાનો પરિચય ઓછો થયો) ને તેમણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com