________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૭
(વિચાર્યું કે) આ સંસ્કૃત ટીકા કોઈ સમજશે નહીં અને એનાં ભાવ (જ્ઞાન ) શાસ્ત્રમાં રહી જશે (તેથી ) એનો અનુવાદ ઢુંઢારીભાષામાં કર્યો, એ અનુવાદ થયેલી હિન્દી ટીકા (પૂજ્યશ્રી ) ગુરુદેવનાં હાથમાં આવી, એમણે જોયું....કે ભલે હિન્દી અનુવાદ થયો, પણ રહસ્ય કોઈ જાણશે નહીં, (તેથી એમણે ) એ ટીકાનો વિસ્તાર કર્યો, ટીકાની ટીકા નહીં પણ ટીકાનો વિસ્તાર... પીસતાલીસ વરસ સુધી કર્યો. એ તો કદાચ પાંચસો કે હજાર વર્ષનું આયુષ્ય હોત જો એમનું...તો ત્યાં સુધી એ આ સમયસાર તો એક વખત તો લેત જ...આયુષ્ય ઓછું હતું આહાહા ! આ કાળમાં આયુષ્ય ઓછા છે સો વરસની આસપાસના આયુષ્ય છે.
એમણે આ પીસતાલીસ વરસમાં (આ સમયસાર ગ્રંથાધિરાજ) ઉપ૨ ઓગણીસ વાર તો જાહેર સભામાં વ્યાખ્યાન આપ્યાં. અંદરમાં તો સેંકડોં વખત (સમયસારનું ઘોલન ) પોતે બોલતા હતા કે સેંકડો વખત અંદરમાં અમે અધ્યયન કર્યું છે, એવું અપૂર્વ આ શાસ્ત્ર ને અપૂર્વ આ ટીકા, એની તેરમી આ ગાથા છે, સમ્યક્દર્શન થવા માટેની (આ) ગાથા છે.ભૂતાર્થનયથી આ નવ (તત્ત્વને) જાણે, એની કર્તાબુદ્ધિ છૂટી જાય-અકર્તા એવાં જ્ઞાતામાં દષ્ટિ આવતાં (નિજાત્માનો ) અનુભવ થાય...એમાં–ટીકામાં ચાલે છે.
“સંવર થવા યોગ્ય સંવાર્ય અને સંવ૨ ક૨ના૨ એ ભાવ સંવર છે.” એ જીવનાં પરિણામ છે. જીવનાં પરિણામ પણ જીવ નથી. જીવ એ પરિણામથી ભિન્ન છે. આહા...હા ! જીવનાં પરિણામ કહેતાં; જાણે એ જ જીવ છે (એમ ) પર્યાયદષ્ટિવાળા ને પર્યાયમાં જીવની ભ્રાન્તિ થાય છે. દેહમાંથી ને પ૨માંથી તો ભ્રાન્તિ છૂટે, પણ પર્યાયમાંથી પર્યાયને જીવ માનવાની ભ્રાન્તિ છૂટવી બહુ મુશ્કેલ છે. કેમકે દેહ-મન-વાણી એ તો એનાં ( જીવનાં ) પરિણામની સત્તામાંય નથી, પણ આ નવ તત્ત્વનાં પર્યાયો જે પ્રગટ થાય છે, એ તો પ્રમાણ જ્ઞાનથી જોઈએ તો એની સત્તામાં છે. શુદ્ઘનયથી જોઈએ તો એની સત્તાની બહાર છે. એની સત્તામાં પણ ઈ પરિણામ આવતાં નથી.
આહાહા ! પ્રમાણજ્ઞાનની વિવક્ષાથી એ જોઈએ, તો એ આખું દ્રવ્ય-પર્યાય પ્રમાણસ્વરૂપ ( હોવાથી ) તે એની સત્તામાં થાય છે એમ કહેવાય, પણ એ ત્રિકાળીસામાન્યસ્વભાવને લક્ષમાં લેતાં, એ ત્રિકાળી સ્વભાવ-દ્રવ્યસ્વભાવમાં, આ નવ તત્ત્વનું અસ્તિત્વ દેખાતું નથી એમ અહીંયા કહે છે કે, આ ભાવસંવર છે, જીવનાં પરિણામ કહો પણ તે જીવ નથી. જીવની સત્તામાં (એ) પ્રતિષ્ઠા પામતાં નથી, (એ) પરિણામ, ઉપર-ઉપર તરે છે. જેમ પાણીમાં તેલનું ટીપું ઉપર ઉપર તરે પણ એ પાણી ન થાય, પાણીમય ન થાય, પાણીમાં પ્રવેશી ન શકે એમ અનિત્ય-સાપેક્ષ-નાશવાન જે ભાવો છે નવ તત્ત્વ, એ અવિનાશી તત્ત્વની બહાર છે. એ અંદરમાં પ્રવેશ કરતાં નથી, એટલી અંદરમાં અત્યંત ભિન્નતા છે. દ્રવ્ય પર્યાય વચ્ચે સર્વથા ભિન્નતા છે.
જીવ અધિકા૨ પૂરો કરતાં...આચાર્યદેવ ફરમાવે છે કે...સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપે પરિણમેલો આત્મા, એ આ નવ તત્ત્વને ભિન્નપણે જાણે છે. સર્વથા-અત્યંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com