________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં. ૧૯ ભિન્નપણે જાણે છે. એથી. આત્મા શુદ્ધ છે એમ અમે જાણીએ છીએ. પરિણામ ભિન્ન છે માટે આત્મા શુદ્ધ છે. એમ મોક્ષમાર્ગરૂપે પરિણમેલા ધર્માત્મા ફરમાવે છે.
તો...કહે છે કે આ ભાવસંવર પર્યાયમાં થાય, (પરંતુ) એ પર્યાય દ્રવ્યમાં પ્રવેશ પામતી નથી. અને દ્રવ્યસ્વરૂપે વર્તતાં એ જૂનાં કર્મ, એનું નવાકર્મનું આવાગમન અટક્યું કેમકે તીર્થંકર પ્રકૃતિ કે જે કર્મની પ્રકૃતિ છે એ આવતી નથી, બીજી ઘણી કર્મની પ્રકૃતિઓ આવતી નથી તો તેને સંવર તત્ત્વ કહેવામાં આવે છે. એ નિર્જરા જે જૂનાં કર્મનો ક્ષય-અભાવ થાય, પરિણામ આવે એનો પણ ક્ષય થાય, એને નિર્જરાતત્ત્વ કહેવામાં આવે છે.
“નિર્જરવા યોગ્ય અને નિર્જરા કરનાર-એ બને નિર્જરા છે.” બંધાવા યોગ્ય અને બંધન કરનાર-ભાવ બંધ એ જીવની પર્યાયમાં ને બંધ નામ નિમિત્તભૂત જૂનાં કર્મનો ઉદયદર્શનમોહેં–ચારિત્રમોહ આદિ એ બન્ને બંધ છે, એક ભાવબંધ અને એક દ્રવ્યબંધ. ભાવબંધ ને દ્રવ્યબંધથી ભિન્ન, આત્મા છે, ત્રિકાળ મુક્ત સ્વભાવી-ત્રણેકાળ મુક્તસ્વભાવી આત્મા, (આ આત્મ) દ્રવ્યને ભાવબંધ લાગૂ પડતો નથી. તો દ્રવ્યબંધ તો ક્યાંથી લાગૂ પડે? આહાહા! ભાવ બંધ અત્યંત ભિન્ન છે. ત્રિકાળ મુક્તસ્વરૂપી જે આત્મા દષ્ટિનો વિષય (–ધ્યેય) છે, એનાથી આ મિથ્યાત્વ આદિ ભાવો અત્યંત ભિન્ન છે.
મોક્ષ થવા યોગ્ય (અને મોક્ષ કરનાર) ” , મોક્ષનો આત્મા કરનાર નથી, કેમકે મોક્ષની પર્યાય, આત્માથી (–આત્મદ્રવ્યથી) સર્વથા ભિન્ન છે. એ ભેદથી જુઓ તો એ પદ્રવ્ય છે. વર્તમાન મોક્ષ નથી (આ ક્ષેત્રે ને આ કાળે) પણ વર્તમાન વિચાર કરે મોક્ષનો કોઈ જીવ, આ દ્રવ્ય છે ને આ મોક્ષની પર્યાય થાય છે, આઠ કર્મના અભાવપૂર્વક એવો વિચાર કરે તો એ જે ભેદ છે, એ આત્માથી સર્વથા ભિન્ન દેખાય છે. એનું નામ ભાવમોક્ષ છે આઠ કર્મનો અભાવ થવો તેનું નામ દ્રવ્યમોક્ષ છે. -ભાવમોક્ષ પણ સ્વતંત્ર અને દ્રવ્યમોક્ષ પણ સ્વતંત્ર! આહા....હા !
કથંચિત અજ્ઞાનદશાથી અજ્ઞાનીઓ, અથવા જ્ઞાનીઓ એને સમજાવે છે ત્યારે... નિમિત્ત-નૈમિત્તિક (સંબંધથી) એને સમજાવે છે પછી...કહે છે કે નિમિત્ત-નૈમિત્તિકનો પણ અભાવ છે, ભૂતાર્થનયથી એ જાણે...જ્યારે મોક્ષની પર્યાયનો હું વિચાર કરું છું...તો એ થવાયોગ્ય થાય છે. એ કર્મના અભાવથી પણ થતી નથી, એ સત અહેતુક છે, કર્મનો અભાવ થાય ત્યારે મોક્ષ થાય એ તો શિષ્યોને સમજાવવા માટે છે કેમકે શિષ્યો, વ્યવહાર દ્વારા જ પરમાર્થને સમજી શકે છે. એટલે નાસ્તિથી સમજાવે એને..અસ્તિથી સમજાવતાં થવાયોગ્ય થાય છે. આહાહા! કર્મનાં અભાવની અપેક્ષા, એમાંથી કાઢી નાખ તું હવે....સને અપેક્ષાની જરૂર નથી, પર્યાયને નિરપેક્ષ જાણ તું.
પર્યાયને નિરપેક્ષ જાણવી...એ અપૂર્વ ચીજ છે. પર્યાયને સાપેક્ષ જાણતાં, કર્તબુદ્ધિ રહી ગઈ...નિરપેક્ષપણે જાણતાં....થવા યોગ્ય થાય છે, એમ જાણ્યું. જ્યાં થવાયોગ્ય થાય છે, એમ જાણે ત્યાં કર્તા બુદ્ધિ છુટી જાય છે. (અ) અકર્તા એવો દ્રવ્યસ્વભાવ દૃષ્ટિમાં આવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com