________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૦૯
જાય છે–તેને અનુભવ થઈ જાય છે. મોક્ષ થવા યોગ્ય થાય છે, આહા...હા! અત્યાર સુધી જેટલાં સિદ્ધ-પરમાત્મા થયા ને, એણે મોક્ષ કર્યો નથી...તેમ એનો મોક્ષ થયો નથી...એની પર્યાયનો મોક્ષ થયો ! એમ જાણવામાં આવે છે. આહાહા !
એ આઠ કર્મથી મોક્ષ થયો, એમ જાણવામાં આવતું નથી...આત્માએ મોક્ષ કર્યો, એમ પણ જાણવામાં આવતું નથી...‘મોક્ષ થયો’ એમ જાણવામાં આવે. પણ...એ (મોક્ષ ) મેં કર્યો, એમ છે નહીં...કેમ કે મોક્ષની પર્યાયને પણ...તું ભૂતાર્થનયથી જાણ ! પર્યાયને પર્યાયસ્વભાવથી જાણ. પર્યાયને એનાં તત્ સમયનાં સ્વભાવથી જાણ. તત્સમયનો એ મોક્ષપર્યાય થવાનો કાળ છે, અને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા કેવળજ્ઞાનની થઈ ગઈ છે. -એમ જાણીશ તો તને કર્તાબુદ્ધિ (પર્યાયની ) છૂટી જશે ને આત્મ અનુભવ થશે, જ્યાં સુધી પર્યાયને હું કરું છું, હજી તો આઠ કર્મનેય કરું છું ને શરીરને ય (શરીરની ક્રિયાઓને ) કરું છું ને આ સમાજનાં કામ હું કરું છું ને, દુકાન હું ચલાવું છું ને આહા...હા ! મારી બુદ્ધિથી હું પૈસા કમાઉં છું...શું કહ્યું આ ?
પ્રભુ! તું તો જાણનાર છો ને! તું ક્યાં કરનાર છો ? શું કહ્યું પ્રભુ! તું જાણનાર છો... ચક્ષુ જેમ જાણે દશ્યપદાર્થ ને તે કાંઈ કરે નહીં...એ જ્ઞાનચક્ષુ આત્માની...એ આત્માને જાણે ને જાણતાં-જાણતાં એ જણાય...આહા...! એવી વસ્તુની સ્થિતિ છે. અહીં શું કહે છે-મોક્ષ થવા યોગ્ય થાય છે. અને એનું કર્તાપણું આત્મામાં નથી, નિમિત્ત કરતું નથી-કર્મનો અભાવ થયો માટે મોક્ષ થયો, એટલું નિરપેક્ષપૂર્વક સાપેક્ષનું જ્ઞાન કરાવ્યું. પહેલાં નિરપેક્ષથી જાણ...કે આત્માથી પણ ન થાય, આત્મા એમાં નિમિત્ત પણ નથી...કર્મથી ન થાય અને કર્મ એમાં નિમિત્ત પણ નથી. એમ ( મોક્ષની ) પર્યાયને સત-અહેતુક-નિરપેક્ષ જાણ, અને નિરપેક્ષ જાણ્યા પછી...એને સાપેક્ષનું જ્ઞાન પણ થાય છે-નિરપેક્ષ જાણવું તે નિશ્ચય છે, સાપેક્ષથી જાણવું તે વ્યવહાર છે. કર્મનો અભાવ થયો, એમ પણ કહેવાય. આત્મા પરિણમે છે માટે આત્માનું લક્ષ કર્યું માટે આત્માએ પરિણામ કર્યાં એમ પણ વ્યવહાર કહેવાય...પણ પહેલું નિશ્ચયથી જાણ. આહા...હા ! ‘શુદ્ધનય તજે બંધ, શુદ્ધનય ગ્રહે મોક્ષ, એહી નિચોડ આ ગ્રંથકા એમ આવે છે ને! સમયસારનો આ સાર કહ્યો સાર...બનારસીદાસ થયાં ચારસો વરસ પહેલાં...આગ્રામા આહા...હા! એ સમયસાર વાંચીને શૃંગારી થઈ ગયા હતા, (સદ્દ) ગુરુ મળ્યા નહિ, એ વખતે એની પર્યાયની યોગ્યતા પાકી નહિ, એટલે શૃંગારી થઈ ગ્યા'તા તે. સમજી ગયા ? અને પછી તો...ભાન થયું-(આત્મ ) જ્ઞાન થયું-સમ્યક્દષ્ટ થઈ ગયા, એણે સમયસાર નાટકમાં આ લખ્યું છે. એમ કહે છે કે મોક્ષ થવાયોગ્ય થાય છે, મોક્ષનો હું કરનાર નથી. કેમકે આત્મા અકર્તા છે. નિષ્ક્રિય આત્મા, સક્રિય પરિણામને કરે નહીં-પરિણામ સક્રિય છે ને દ્રવ્ય નિષ્ક્રિય છે.
(સમયસાર ) ત્રણસો વીસ ગાથામાં વાત લીધી છે. કે આ આત્મા, પરિણામનો કેમ કર્તા નથી ? એનું કારણ કહો...આહા ! કે ‘ તદ્દરૂપો ન ભવતિ ' –એ રૂપે આત્મા, પર્યાયરૂપે
,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com