________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
પ્રવચન નં. ૧૯ રાગરૂપે, વીતરાગરૂપે કે મોક્ષરૂપે આત્મા થતો નથી. તે-રૂપે થાય તો તો તેને કરે, પણ તે-રૂપે થતો નથી...માટે આત્મામાં કર્તાપણાનો ત્રિકાળ અભાવ છે.
(કહે છે કે) – “ એ બન્ને મોક્ષ છે; કા૨ણ કે એકને જ ” –એકને જ એટલે એકલો આત્મા અને એકલું અજીવ, એ એકલા-એકલાં (હોય ત્યાં સુધી) નવ તત્ત્વની ઉત્પત્તિ ન થાય. બેયનો સંબંધ થાય-સદ્ભાવ સંબંધ રહે તો પુણ્યપાપ આસવ બંધ ઊભા થાય. એ બેનો અભાવ થાય (સંબંધનો અભાવ ) ખ્યાલમાં આવ્યો તો (સંવ-નિર્જરા ) ને મોક્ષ થાય. એલો-એકલો આત્મા પોતે...પરિણામ સ્વભાવવાળો હોવા છતાં, પણ એ આત્મા નવ તત્ત્વમાં નિમિત્ત થતો નથી. એકલો-એકલો આત્મા, નવ તત્ત્વરૂપે પરિણમતો નથી...તેમ જ અજીવતત્ત્વ નિમિત્તપણે જે છે, એનાં નામ પણ આ નામ છે એવાં જ નામ એનાં છે. અહીંયા ભાવપુણ્ય તો ઓલાં દ્રવ્ય પુણ્ય આંહીયાં ભાવ સંવર તો ઓલાં દ્રવ્યસંવર છે. એ બે પ્રકારનાં પરિણામો જે જીવને અજીવનાં થાય છે, એ (બન્નેનાં ) સંબંધથી થાય છે. થાય છે પોતાની યોગ્યતાથી...પણ એ વખતે સદભાવ (સંબંધ) ને અભાવ એમાં નિમિત્ત હોય છે.
અહીંયા કહે છે કે...“ કા૨ણ કે એકને જ પોતાની મેળે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષની ઉપપત્તિ (સિદ્ધિ) બનતી નથી.” એક દષ્ટાંત આપ્યો છે બંધ અધિકારમાં કે સ્ફટિકમણિનો...સ્ફટિકમણિ પોતે ( સ્વભાવથી) સ્વચ્છ છે. અને પરિણમન સ્વભાવવાળું દ્રવ્ય છે, કૂટસ્થ નથી. તો-પણ એકલો-એકલો રાતા ( પીળા ) રંગ-રૂપે પરિણમતો નથી. પણ એમાં ફૂલ આદિની નિમિત્તપણે એમાં ઝાંય પડે છે, પરિણમે છે ( સ્ફટિકમણિ ) એની યોગ્યતાથી...પણ (એ ફૂલ આદિ) નિમિત્ત છે, સ્ફટિકમણિનો સ્વભાવ એમાં નિમિત્ત નથી, એમાં નિમિત્ત પરદ્રવ્ય જ હોય.
66
એવી રીતે...જીવ અને અજીવ (આ) બે તત્ત્વો, બે દ્રવ્ય એકલા-એકલા પોતે પોતાની મેળે નવ તત્ત્વરૂપે પરિણમે નહીં. બેનો સંબંધ થાય, તો નવભેદરૂપે પરિણમે...છે કારણ કે એને જ પોતાની મેળે-જીવ ને અજીવ...પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ ને મોક્ષની સિદ્ધિ બનતી નથી.”
આ ભેદો....આહાહા! ભેદનો ઉત્પાદક ( આત્મા કે પુદ્દગલ ) દ્રવ્ય તો નથી પણ એ ભેદો ઉત્પન્ન થવામાં આત્મા નિમિત્ત કારણ-પણે પણ નથી. જો મોક્ષમાં નિમિત્ત હોય તો આત્મા તો અનાદિ-અનંત છે, કેમ મોક્ષ થતો નથી? આહાહા! એ (આત્મા) એકલો-એકલો મોક્ષરૂપે પરિણમતો નથી. એ ૫૨નો સંગ કે અસંગ, સદ્ભાવ કે અભાવ...એના કારણે નવના ભેદ ઉત્પન્ન થાય છે. “તે બન્નેમાં જીવ અને અજીવ છે”, એટલે એ બન્નેના પરિણામ છે. એક જીવનાં ને એક અજીવનાં. તે બન્ને જીવ છે એટલે નવેય તત્ત્વ જીવ છે એમ અર્થ ન કરવો પરંતુ આમ સમજવું ‘તે બન્ને જીવનાં પરિણામ છે' ને (તેમાં) એક જીવનાં પરિણામને એક અજીવનાં પરિણામ છે. એક જીવનાં પરિણામ નવ, નવેય આંહીયાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com