________________
૨૧૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ ઉત્પન્ન થાય છે અને નવ બીજે ઉત્પન્ન થાય છે. બહાર-આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયથી બહાર ઉત્પન્ન થાય છે. અને આ નવેય તત્ત્વો આત્માના દ્રવ્યસ્વભાવથી બહાર, પર્યાયસ્વભાવમાં ઉત્પન્ન થાય છે. આત્મામાં નવ (તત્ત્વનાં ) ભેદ ઉત્પન્ન થતાં નથી.
આ નવના જે ભેદો ઉત્પન્ન થાય છે ને, આત્માના..દ્રવ્યસ્વભાવમાં...ઉત્પન્ન થતાં નથી, દ્રવ્યસ્વભાવની બહાર પર્યાય સ્વભાવ છે, આ પર્યાયસ્વભાવમાં નવનાં ભેદો (નવ તત્ત્વોના ભેદો) ઉત્પન્ન થાય, એ થાય છે નિરપેક્ષ-એની યોગ્યતાથી..એની યોગ્યતાથી...પણ એમાં નિમિત્ત કારણ અજીવ છે. એ અજીવમાંય પુર્ણ થાય ને જીવમાં ય પુણ્ય થાય... અજીવમાંય પાપ થાય ને જીવમાંય પણ પાપ થાય.થાય ત્યાં સુધી હોં ! થાય જ એવો નિયમ નહીં, સ્વભાવને છોડીને (એનું) લક્ષ કરે તો....
તે બને જીવ અને અજીવ છે.” પરિણામને (જીવ અને અજીવ) કહ્યા, એ જીવના પરિણામને ઉપચારથી જીવ કહેવાય અને અજીવના પરિણામને ઉપચારથી અજીવ કહેવામાં આવે છે. અર્થાત્ તે બન્નેમાં એક જીવ છે ને બીજું અજીવ છે. લ્યો !
આ “થવાયોગ્ય ” અને “કરનાર'... “થવાયોગ્ય” અને “કરનાર' એ બેનો પાઠ પૂરો થયો.
હવે મિથ્યાદષ્ટિ અને સમ્યક્રદૃષ્ટિ, એ બેની વાત કરે છે. જુઓ! આ બીજો પારો શરૂ થયો હવે, એક પારો પૂરો થયો ટીકામાં.
બાહ્ય સ્થલ દષ્ટિથી જોઈએ તો ” :- એને અંતર આત્માની દષ્ટિથી ન જોઈએ કર્મના સંબંધથી જોઈએ તો-દેહદૃષ્ટિથી જોઈએ તો (પર્યાયદષ્ટિથી જોઈએ તો), રાગની દૃષ્ટિથી જોઈએ તો..એકત્વબુદ્ધિ કરીને જોઈએ તો....સ્વભાવને છોડીને.વિભાવને પોતાનો માનીને પરિણમે તો..( આવી આવી) સ્થૂલ દષ્ટિથી જોઈએ તો...“જીવ-પુગલનાં અનાદિ બંધ૫ર્યાયની સમીપ જઈને એકપણે અનુભવ કરતાં” –આ કર્મનો સંબંધ આત્માને અનાદિનો છે......પણ સંયોગ-સંબંધ છે. તાદાભ્ય-સંબંધ નથી. નિમિત્તરૂપ સંબંધ છે. પર્યાયની સાથે પુદ્ગલનો-આઠ ( પ્રકારનાં) કર્મનો અનાદિ નિમિત્તરૂપ સંબંધ છે. પર્યાય, ક્ષણિક ઉપાદાન છે, આત્મા ત્રિકાળી ઉપાદાન છે. પર્યાય ક્ષણિક ઉપાદાન છે ને જડકર્મ એ નિમિત્ત છે. એવો સંબંધ અનાદિનો છે, જેમ ખાણમાંથી...સોનું મેલું (અશુદ્ધ) નીકળે છે પછી એને શોધે છે, તો સુવર્ણ શુદ્ધ થઈ જાય છે. એમ આ આત્મા...અનાદિનો પોતાના સ્વભાવને ભૂલીને..પરદ્રવ્ય ને પરભાવને મારું-મારું માની–માનીને...અજ્ઞાની થયો થકો...અજ્ઞાનના નિમિત્તે...આત્માના નિમિત્તે નહીં, અજ્ઞાનના નિમિત્તે કર્મનો બંધ થાય છે, એ વખતે જ્ઞાયકતત્ત્વ મૌજુદ છે, અજ્ઞાનભાવના કાળે પણ...અજ્ઞાનની પર્યાયથી...જીવતત્ત્વ-સામાન્ય ભિન્ન રહેલું છે. એ કર્મોના બંધમાં નિમિત્ત થતું નથી.
અજ્ઞાનીને પણ એક સમયનો અજ્ઞાનભાવ.જડકર્મ બંધાય એમાં (એ ભાવ) નિમિત્ત થાય છે...(પણ એને ય) ભગવાન આત્મા નિમિત્ત થતો નથી. –એ ઉપરથી સિદ્ધ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com