________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
પ્રવચન નં. ૧૯ થાય છે કે આત્મા અને આસ્રવ ભિન્ન છે. આહાહા ! એટલો વિચાર કરે તોય ભેદજ્ઞાન થઈ જાય. શું કહ્યું? કે અજ્ઞાનીનો, અજ્ઞાનભાવ કર્મબંધમાં નિમિત્ત થાય છે...ઉપાદાનપણે કર્તા તો કર્મ છે-એમાં એ પ્રવેશીને-(જીવનું પરિણામ) કર્મને બાંધે છે કે કર્મને બોલાવે છે એમ છે નહીં. એ-પણ આંહીયાં (જીવનાં પરિણામમાં) અજ્ઞાનભાવ પ્રગટ થાય છે, યોગાનુયોગ કર્મની પ્રકૃતિનો આસ્રવ થઈને બંધાય જાય છે. એવા કાળે પણ ભગવાન આત્મા તો..એનો નિમિત્તકર્તા પણ બનતો નથી. જો એક સમય પણ નિમિત્તકર્તા બને તો નિત્ય નિમિત્ત કર્તાપણાનો દોષ આવતાં...કોઈ કાળે પણ નિમિત્તકર્તાપણું છૂટે નહીં. એટલે નિમિત્તકર્તા પણ નથી અજ્ઞાનીનો આત્મા ! જ્ઞાનીનો આત્મા તો.કર્મબંધનું કારણ જ નથી, જ્ઞાનીના આત્માના પરિણામ પણ કર્મબંધના નિમિત્તકારણ નથી પણ અજ્ઞાનીના આત્માના પરિણામ જે છે, પરભાવને પોતાના માને છે એ અજ્ઞાનભાવ નવાં કર્મના બંધમાં નિમિત્ત થાય છે.
“જીવ-પુગલના અનાદિ બંધાર્યાયની સમીપ જઈને ” –પર્યાયની સમીપ જઈને એની અવસ્થાની સમીપ જઈને-જીવનાં પરિણામ...એનાં પરિણામ ઉપર દષ્ટિ રાખીને જોઈએ તો...કર્મનો સંબંધ અનાદિનો છે. એ કર્મનો સંબંધ છે તે અપેક્ષાએ અવસ્થા-દષ્ટિએ જોઈએ. “એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે” એમ. “એકપણે” અનુભવ કરતાં અહીંયાં છે-એ જીવ અને પુગલનો એકપણે અનુભવ કરે આત્મા, ત્યારે આ નવ તત્ત્વમાં કર્તાબુદ્ધિ થઈ જાય છે એની (અજ્ઞાનીની)...એકપણે” એ અનુભવે ત્યારે હું કર્તાહું કર્તા ને આ..પરિણામ મારું કર્મ, એવી એની મિથ્થાબુદ્ધિ થઈ જાય છે.
અને હું જ્ઞાતા અને આ પરિણામ મારું શેય, એવી જ્ઞાતાબુદ્ધિ થઈ જાય છે-બેય મિથ્યા દષ્ટિ છે-બેય ભાવ મિથ્યાત્વનાં છે. આ પરિણામ જે થાય છે એનો હું કર્તા -એકપણે અનુભવે છે એમ લખ્યું છે ! ભેદજ્ઞાનનો અભાવ છે-ભેદજ્ઞાનની શક્તિ બિડાય ગઈ છે.
પરિણામ અને અપરિણામી આ બે તત્ત્વ ભિન્ન છે, એ ખ્યાલમાં આવતું નથી... એકપણે અનુભવે છે. (એને એમ લાગે છે કે) આત્મા અને આત્માના પરિણામ જુદા ક્યાંથી હોય! શરીરને જુદું કહો તો ઠીક છે સમજાય એવી વાત છે પણ આ તો આત્મા અને આત્મામાં થતાં પરિણામ-એટલે કે પ્રમાણના દ્રવ્યથી જોવામાં આવે તો એ (પરિણામ ) આત્મામાં થાય છે, શુદ્ધનયથી જોઈએ તો એ આત્મામાં થતા નથી. નયજ્ઞાનથી જોતાં એની સત્તામાં નથી. અને નયજ્ઞાનને છોડીને..આગમપદ્ધતિના પ્રમાણથી જોવે તો એની સત્તામાં છે, અધ્યાત્મપદ્ધત્તિથી તો રાગપણ એમાં થતો નથી.
આ બે છે ને–બાહ્ય સ્થલ દષ્ટિ અને એનાં પછી અંતરદૃષ્ટિ (થી જોઈએ તો કહ્યું છે ને!) એમાં માલ નીકળશે માલ. “માલ” ભર્યો છે આમાં. માલામાલ છે આખી ગાથામાં. આ આખી ગાથા માલથી (અધ્યાત્મના રહસ્યથી) ભરી છે. પણ..ગુરુદેવ ફરમાવતાં હતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com