________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૩
આત્મજ્યોતિ (વારંવાર કે) આ વેપારી (ઓને) પાપના (ધંધા) આડે, કાંઈ એને સૂઝતું નથી, કે મારું શું થશે? આંહીથી જાઈશ તો માસી (બા) ના ઘર ક્યાંય નથી. કોઈ આવો એમેય નહીં કહે, દ્રવ્ય જુદું, ક્ષેત્ર જુદું, કાળ-ભાવ અજાણું..અજાણ્યું, અજાણ્યા ક્ષેત્રમાં જાય, કોઈ “આવો' ના કહેરશિયા કે અમેરિકામાં (આપણે જઈએ) તો કોઈ “આવો” કહે આપણને? આ દાખલો..સમજી ગ્યા? એમ.તને મનુષ્યભવ (મહામૂલો) મળ્યો છે કામ કરી લે (-પોતાને
ઓળખી લે!) નહીંતર આ તક ચાલી જશે..પાછો મનુષ્યભવ મળવો, સાચાં દેવ-ગુરુશાસ્ત્રનો યોગ મળવો...કોઈ દુર્લભ વાત છે.
શું કહે છે? કે આ આત્મા ને રાગ, એકપણાની બુદ્ધિથી જોવામાં આવે તો આત્મા ને શરીર એક છે એવી મિથ્થાબુદ્ધિ અજ્ઞાનભાવે જોવામાં આવે તો આ નવેય તત્ત્વો ભૂતાર્થને સત્યાર્થ છે, કે હું એને કરું છું હું એને ભોગવું છું, એવું અજ્ઞાન સાચું છે એનું...એનું અજ્ઞાન જે થયું-એ અજ્ઞાનભાવ પણ એકસમયનું સત્ છે. અજ્ઞાન કાંઈ સસલાના શીંગડાં જેવું નથી. અભાવ થાય ત્યારે અવડુ થાય..ભાવરૂપ છે ત્યાં સુધી છે. અજ્ઞાન, અવસુ એમ નથી. સત્યાર્થ ને ભૂતાર્થ કહ્યું, અજ્ઞાન પણ છે. ભલે એકસમયનું..પણ..અજ્ઞાન પણ છે. એ અજ્ઞાનનું કારણ આપ્યું કે જીવ અને અજીવની એકપણાની માન્યતા....આત્માને રાગ ભિન્ન હોવા છતાં રાગને આત્મા એક છે એવી ભ્રાન્તિ (મિથ્યાબુદ્ધિ) થઈ ગઈ છે. રાગનો હું કર્તા છું એવી કર્તબુદ્ધિ અને રાગનો હું જ્ઞાતા છું એવી જ્ઞાતાબુદ્ધિ, એ અજ્ઞાનમાંથી જન્મેલા... કર્તબુદ્ધિને જ્ઞાતા બુદ્ધિના બે દોષ ઉત્પન્ન થાય છે. અજ્ઞાન એક છે-અજ્ઞાનચેતના એક છે, એનાં પેટાભેદ બે છે. કર્તબુદ્ધિથી મિથ્યાત્વ છે જ્ઞાતાબુદ્ધિથી જ્ઞાનનો દોષ-મિથ્યાજ્ઞાન છે.
કહે છે કે અનાદિ કાળનું અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? કે સ્વ અને પરની ભિન્નતા હોવા છતાં પણ એક ભાસે છે, એક થતું નથી. એક જેવું લાગે છે-દેહ અને આત્મા-પર્યાય અને આત્મા એ એક જેવું લાગે છે. અને રાગ અને આત્મા પણ એક જેવું લાગે છે. એ “એકપણે અનુભવ કરવામાં આવે"..(તેથી) અજ્ઞાન ઊભું થાય છે. અજ્ઞાન, અજ્ઞાનપણે છે તું અજ્ઞાનને, જ્ઞાન માનીશ તો તારી ભૂલ છે. અને અજ્ઞાનને સ્વભાવ માનીશ તો-પણ તારી ભૂલ છે. અજ્ઞાન છે..આહાહા ! એમ જાણજે...( જેમ કે) શરીરમાં તાવ આવ્યો હોય તો એમ જાણજે કે તાવ છે (મને અત્યારે રોગ છે) જો એમ માને તો તાવને ઊતારવાના ઉપાય કરે, ઔષધ (દવા) લઈને..એમ આ સમયસાર વાંચીને (માત્ર વાંચીને) આત્મા શુદ્ધ છે-અભેદ છે-એક છે-(નિષ્ક્રિય છે.) એ છે (પણ) કઈ નથી કહ્યું છે? આહાહા! ઈ.... સ્વભાવદષ્ટિથી કહ્યું છે. પર્યાયદષ્ટિથી-પર્યાય ઉપર લક્ષ રાખે, એકત્વ કરે ત્યાં સુધી એની પર્યાયમાં અજ્ઞાન મિથ્યાદર્શન ને મિથ્યાજ્ઞાન ને મિથ્યાચારિત્ર (વર્ત) છે. પણ..એ વિભાવ છે માટે ટળી શકે છે.
અજ્ઞાનનું જ્ઞાન કરાવીને..અજ્ઞાનનો અભાવ કેમ થાય? અજ્ઞાનનું જ્ઞાન કરાવે છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com