________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
પ્રવચન નં. ૧૯ અજ્ઞાનનો અભાવ કેમ થાય..આ અજ્ઞાન કેમ થાય છે? એ બતાવ્યું.....કે તારે અજ્ઞાન કેમ થાય છે કે દેહને આત્મા ભિન્ન છે ને એકપણે માને છે, પરિણામ અને આત્મદ્રવ્ય ભિન્ન છે, પરિણામ થવાયોગ્ય થાય છે અને માની રહ્યો છો તું મારાથી થાય છે. આહાહા! પરિણામનો જ્ઞાતા ન હોવા છતાં..હું પરિણામનો જ્ઞાતા છું એમ માને છે, એ તો અજ્ઞાન છે.
(કહે છે?) “એકપણે અનુભવ કરતાં આ નવ તત્ત્વો ભૂતાર્થ છે. સત્યાર્થ છે.” એક સમય પૂરતું-એક સમય પૂરતું એ સત્ છે એ અજ્ઞાન છે એ-પણ થવાયોગ્ય થયું છે. અજ્ઞાનનો આત્મા કર્તા નથી. શું કહ્યું આ? પાછું જો અજ્ઞાન થયું એમ કહીને...તો અજ્ઞાનનો તો આત્મા કર્તા ખરો છે કે નહીં ? આ ગાથાનું રહસ્ય...મૂળમાં...એટલે જ્ઞાનમાં આવવું... કઠિન છે. કેમકે વ્યવહારનયથી નવ તત્ત્વનું નિરૂપણ...દિગમ્બર શાસ્ત્રોમાં-હજ્જારો શાસ્ત્રોમાં છે...પણ નિરપેક્ષનયથી-ભૂતાથનથી આહાહા! નવ તત્ત્વ...કોઈ પરની અપેક્ષા નહીં ને સ્વની અપેક્ષા પણ નહીં તો અજ્ઞાન કોણે કર્યું? કે આત્માએ કર્યું, (એમ નથી બાપા !) અજ્ઞાનનો કર્તા આત્મા નથી. તો અજ્ઞાનનો કર્તા આત્મા નથી તો પછી એનો ભોક્તા આત્મા નહીં થાય..કે અમને એ ઈષ્ટ છે. અમને એ વાત...મંજૂર છે. આહાહા !
અજ્ઞાન થાય છે...એ અજ્ઞાન પર્યાયમાં જ્યાં સુધી થાય છે ત્યાં સુધી થાય છે જ્યારે થાય ત્યારે થાય છે, ન થાય તો ન થાય....થાય તો થાય ને ન થાય તો..નથી થતું–થાય ત્યાં
થાય. ન થાય તો કોઈ દિ'ન થાય. ન થાય તો.. કોઈ દિ'ન થાય. એક સમય નહીં થાય તો કોઈ દિ નહીં થાય. અજ્ઞાન છે...સત્યાર્થ ને ભૂતાર્થ છે લખ્યો છે શબ્દ (ટીકામાં આચાર્ય દેવે) આહાહા ! એ કાંઈ સસલાનાં શીંગડાં નથી. પર્યાયમાં પર્યાયમાં થાય છે, પરથી પણ નહીં ને આત્માથી પણ નહીં. અહાહા ! અજ્ઞાનનો કર્તા અજ્ઞાન છે, અજ્ઞાનનો કર્તા આત્મા નથી. –એ થવાયોગ્ય થાય છે, બધામાં લાગૂ પાડી દેવું.
આ નવ તત્ત્વો ભૂતાર્થ ને સત્યાર્થ છે એવું અજ્ઞાન, થાય છે જીવને (જીવન પરિણામમાં) એ વિભાવ છે ને એટલે ટળી જાય છે. કેમ ટળે અજ્ઞાન? આ કર્તબુદ્ધિ અને જ્ઞાતાબુદ્ધિ પર્યાય ઉપર (દષ્ટિ) રાખી છે ને! કર્તા બુદ્ધિ કેમ ટળે ને એની જ્ઞાતાબુદ્ધિ કેમ ટળે? એનો હવે ઉપાય બતાવે છે. (આચાર્યદેવ!) (પહેલાં) અજ્ઞાન સિદ્ધ કર્યું હવે એ અજ્ઞાનના નાશનો ઉપાય બતાવે છે. અહીંથી આપણા એક મુમુક્ષુ ગયા હતા નૈરોબી, તે ત્યાં મુમુક્ષુમંડળ છે ને...આપણું ચર્ચા થઈ (એક મુમુક્ષુ કહે) કે આત્મા જ રાગને કરે છે, તો જ સંસાર સિદ્ધ થાય કહે, આપની વાત બરાબર છે, ઠીક છે કે સંસાર સિદ્ધ થાય ઈ બરાબર... પણ..એ સંસારનો અભાવ શી રીતે થાય એ કાંઈ વાતનો તમને ખ્યાલ છે? કે ઈ ખબર નથી. બોલો, ક્યાં ગયા આવ્યા છે કે નહીં એ ભાઈ? આ રહ્યા....બેઠા છે નવીનભાઈ બેઠા છે, નવીનભાઈ ગયા હતા. વાર્તાલાપ થયો એની હારે..કે આત્મા સ્વતંત્રપણે રાગને કરે છે, રાગને આત્મા નથી કરતો એમ કોઈ કહે તો ખોટી વાત છે. કહે નવીનભાઈ કહે, વાત તમારી સાચી છે, રાગ થાય છે એટલે સંસાર ઊભો થાય છે પણ એ સંસાર ટળે કેમ? કે ઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com