________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
કાંઈ ખબર નથી અમને...બોલો !
૨૧૫
આ...અજ્ઞાન થાય છે ત્યાં અલ્પવિરામ છે, અને એ અજ્ઞાન કેમ ટળે ? એ શીખવા જેવું છે. એ તો એને અનાદિકાળથી ગળસુલીમા છે રાગ કેમ કરવો એ તો અનાદિકાળથી એકત્વનો અભ્યાસ છે એને...(એનાથી ) વિમુક્ત થઈને આત્માનો અનુભવ કેમ થાય, એની વાત એણે સાંભળી પણ નથી...એ એકત્વ-વિભક્તની વાત સંભળાવીશ ( એમ સમયસારમાં આચાર્યદેવ કહે છે.) કામ-ભોગ-બંધનની કથા તો સાંભળી છે બધાંએ અને ઉપદેશક પણ એને એવાં મળ્યા...કે આત્મા જ રાગને કરે છે, એથી સંસાર અજ્ઞાન સિદ્ધ થયું પણ અજ્ઞાન ટળે કેમ ? કે એ કંઈ ખ્યાલ નથી આવતો...આહા...હા! આંહીયાં સુધી તો અભ્યાસ છે એનો...આ એકત્વપણાની બુદ્ધિ તો છે કે દેહ મારો છે, દિકરા મારાં, દિકરી મારી શું ભાઈ-ભગિની-ભાર્યા એ બધું મારું (રાગ મારો-દ્વેષ મારો ) મારું (મારું) કરે છે ને મરે છે ભાવમરણે...પણ એનું થતું નથી...પાછું એનું (એ કોઈ પણ ) ન થાય. આહા...હા ! અજ્ઞાન સિદ્ધ કર્યું પણ હવે કહે છે કે અજ્ઞાન ટળે કેમ? ભૂતાર્થ ને સત્યાર્થ કહ્યું. એ પ્રકારનું– સ્વભાવને ભૂલીને ૫૨ને પોતાનું માને છે, ત્યાં સુધી અજ્ઞાન છે ને એ પર્યાયમાં દુઃખ પણ ભોગવે છે. ઈ કર્મ, નથી ભોગવતું દુ:ખ, (અને) ભગવાન આત્મા પણ ભોગવતો નથી... એટલી તો...દુ:ખ અને આત્માને જુદાઈ છે. (આવું ભેદજ્ઞાન ન હોવાથી ) અજ્ઞાનીને એ જુદાઈનો ખ્યાલ આવતો નથી, માટે હું જ (આ ) દુઃખને ભોગવું છું...
વળી, કો'ક એવો મગજનો હોય ને ગાંડો, (એ બોલ ) કે તું દુઃખ નથી ભોગવતો તે તારો બાપ ભોગવે છે, એમ બોલવા લાગે. અરે, ભાઈ સાંભળતો ખરો તું...આ વાત કોઈ અપૂર્વ છે...દુ:ખનું ભોક્તાપણું (એક સમયનું) અમે સિદ્ધ કરીએ છીએ...દુ:ખ, અજ્ઞાની અજ્ઞાનભાવમાં, પર્યાયમાં જ્યાં સુધી રાગની કર્તાબુદ્ધિ છે ત્યાં સુધી એનાં ફ્ળમાં એકાંત દુઃખ ભોગવે છે...સુખનો છાંટો પણ એને પ્રગટ થતો નથી પણ...એ દુઃખ ભોગવે છે ત્યારે.... આત્મા દુઃખનો અભોક્તા રહી ગયો છે. નિગોદનાં જીવમાં પણ અનંતુ દુ:ખ છે પર્યાયમાં... પણ દ્રવ્યમાં અનંતુ સુખ છે. એ સુખસ્વભાવી ભગવાન આત્મા દુઃખને ભોગવી શકતો નથી, અશક્ય છે. આહા...હા! અશક્ય છે. કથંચિત્ ભોગવે ને ચિત્ આ નયે ન ભોગવે...પરંતુ સ્વભાવમાં નય ન હોય, આહાહા! નયથી સિદ્ધિ નહીં થાય, સ્વભાવથી સિદ્ધિ થશે. નયમાં મર્યાદિત છે બધી વાત એ આવશે આમાં ઘણું બધું આવશે આમાં...આપણે નયનો પ્રયોગ કરશું...પછી નયનો પ્રયોગ છોડી દેશું હોં! નયનો પ્રયોગ, નયને છોડવા માટે છે (–નયાતિક્રાન્ત થવા માટે છે.) નયને વળગી રહેવા માટે નથી.
એ ‘દ્રવ્યસ્વભાવ-પર્યાયસ્વભાવ' પુસ્તક બહાર પડયું છે, એક અભ્યાસી જીવ, મુંબઈવાળા, સાત-આઠ કલાકનો રોજનો અભ્યાસ કરે છે. અહીં આવ્યા 'તા એક દિવસ વાંચનમાં પછી ઘેરે આવ્યાતા સારો અભ્યાસ છે. ઈ કહે આ, આંહીયાં સુધી આવીએ છીએ, હજી અંદ૨માં જવાતું નથી, એનું શું? મેં કહ્યું, મેં આજે આ જે પુસ્તક આપ્યું છે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com