________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૬
પ્રવચન નં. ૧૯ વાંચજો એમાં છે બધું લખેલું.
નય છે ને એ સાપેક્ષ છે. અને આત્માનો સ્વભાવ છે તે નિરપેક્ષ છે. નય હંમેશાં સાપેક્ષ જ હોય. નહિતર શું કહેવાય “નિરપેક્ષ નયાઃ મિથ્યા નયા નય હંમેશાં સાપેક્ષ હોય, નિરપેક્ષ ન હોય, સાપેક્ષ હોય અને આત્માનો સ્વભાવ...ત્રણે કાળે નિરપેક્ષ અને એને નયની અપેક્ષા લાગૂ પડતી નથી. નયથી અનુમાન થાય છે, અને જ્ઞાનથી અનુભવ થાય છે. જ્ઞાન, નયજ્ઞાનથી જુદું છે. આહાહા ! નયજ્ઞાન સુધી તો..દ્રવ્યલિંગી મુનિ આવ્યો અનંત વાર એ નવમી રૈવેયક સુધી ગયો...આપણે નયનો પ્રયોગ કરશું હમણાં આહાહા !
આંહીયાં કર્તબુદ્ધિથી સત્યાર્થ છે એ અજ્ઞાન, અને હવે જોજો ! આ અજ્ઞાનનો નાશ કેમ થાય? અને પછી સમ્યક્દષ્ટિ થાય, એ સમ્યક્રદૃષ્ટિ નવ તત્ત્વને કેવી રીતે જાણે છે, એ બેય વાત આમાં આવશે હુમણાં...આહાહા ! કહ્યું?
એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને અનુભવ કરતાં” , ઓમાં એકપણે અનુભવ કરતાં, એમ હતું ને! બંધ પર્યાયની એકત્વબુદ્ધિએ (એકપણે) અનુભવ કરતાં અજ્ઞાન ઊભું થાય છે-મિથ્યાત્વ ઊભું થાય છે એ વાત સાચી છે. એ હવે એને ટાળવું હોય તો અજ્ઞાનને ટાળવું હોય તો ઉપાય શું? ઉપાય તારી પાસે જ છે. અને એક જીવદ્રવ્યના-એક જ્ઞાયકભાવ..એક જ્ઞાયકભાવ...એક જ્ઞાયકભાવ, જ્ઞાયકભાવને ‘એક’ વિશેષણ લગાડ્યું છે. અને એક જીવદ્રવ્યના સ્વભાવ, એક પર્યાયનો વિભાગ અને દ્રવ્યનો સ્વભાવ-પર્યાયમાત્ર વિભાવરૂપ છે, મોક્ષ પણ વિભાવરૂપ છે વિભાવ એટલે વિશેષભાવ. એક સામાન્યતત્ત્વ છે. એક વિભાવભાવ છે ને બીજો એક સ્વભાવભાવ છે. એમાં વિભાવભાવો તો ઉત્પન્ન થયાઅજ્ઞાન, એ કેમ ટળે ને સમ્યકદર્શન કેમ થાય, એની વિધિ બતાવે છે.
એક જીવદ્રવ્યના સ્વભાવની નજદિક (સમીપ) જઈને અનુભવ કરતાં” –જે જ્ઞાન, પર્યાયને લક્ષ કરીને, પર્યાયને જાણતું હતું-પછી પર્યાયનું જ્ઞાન તો થશે પણ લક્ષ છૂટી જશે. અપૂર્વ છે ગાથા. જે જ્ઞાન પર્યાયનું લક્ષ કરીને, રાગાદિને અને ઉત્પાદ-વ્યયને જાણતું હતું... હવે ( અનુભવ થતાં) પર્યાયનું લક્ષ છૂટી જાય છે. દ્રવ્યસ્વભાવનું લક્ષ આવે છે. એનું જ્ઞાન, વિષય બદલાવી નાખે છે. પરની વાત તો દૂર રહો, પરને તો જ્ઞાન જાણતું જ નથી, આહા ! એવી કોઈ ચક્ષુ નથી (આત્મા પાસે) કે પરને જાણે, બેજ ચક્ષુ છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. આહા..હાં !
એ કહે છે કે “અને એક જીવદ્રવ્યના સ્વભાવની-શાયકસ્વભાવની નજદિકસમીપે જઈને જોવામાં આવે”...જ્ઞાન વિષય બદલાવી નાખે છે (જે જ્ઞાન) પર્યાયને જ વિષય કરતું 'તું ભેદને વિષય કરતું તું-આને હું જાણું છું ને આને હું કરું છું ને આને....પર્યાય ઉપર લક્ષ (પર્યાયનું) હતું. (સ્વસમ્મુખ થતાં) પર્યાયો રહી જાય છે ને લક્ષ ફરી જાય છે. (શું કહ્યું?) પર્યાયો, રહી જાય છે ને “લક્ષ” ફરી જાય છે. એનું લક્ષ, ભેદ ઉપરથી અભેદસામાન્ય ઉપર આવે છે. વિશેષને જાણવાની ચક્ષુ બંધ થઈ જાય છે. જ્યારે કાળ પાકે છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com