________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૧૭ એનો...એ પણ થવાયોગ્ય થાય છે. -એમ જાણવામાં આવે ત્યારે દષ્ટિ, દ્રવ્ય ઉપર આવી જાય છે. મારાથી કંઈ થતું નથી. “એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે (-નજદિક) જઈને અનુભવ કરતાં, ઓમાં (અજ્ઞાનમાં) એકપણે અનુભવ કરતાં, આમાં (જ્ઞાનમાં) ભિન્નપણે અનુભવ કરે છે બેય ભિન્ન છે. અનુભવ કરતાં “તેઓ અભૂતાર્થ છે. અસત્યાર્થ છે.” તેઓ” એટલે નવ તત્ત્વો ! નવ તત્ત્વો, આત્માના સ્વભાવમાં દેખાતા નથી. પહેલા આ હતા નવ તત્ત્વો એ પર્યાયના ધર્મો, અને માનતો 'તો આત્માનો ધરમ. સ્વભાવ ને વિભાવ હુતા તો, ભિન્ન-ભિન્ન, પણ એની એકત્વપણાની બુદ્ધિ થઈ ગઈ હતી, એ બન્ને ભિન્ન-ભિન્ન છે એવું ભેદજ્ઞાન ઉદય નહોતું થયું, દ્રવ્યને પર્યાયમાં એ–બુદ્ધિ હતી, એ જ્યાં પર્યાયનું લક્ષ છોડીને દ્રવ્ય-સામાન્યનું લક્ષ કરે છે જીવ, ત્યારે તે નવના ભેદો, કોઈ દેખાતા નથી, અભેદમાં ભેદ દષ્ટિગોચર થતા નથી. ભિન્ના ભાવા નો દરાઃ આહા! મન્ના માવા નો દD: અભેદ ઉપર દષ્ટિ ગઈ જ્યાં ત્યાં ભેદ દેખાતો નથી. ઈ સોનાની પર્યાય ઉપર દષ્ટિ હોય ત્યાં સુધી ભેદ દેખાય, ઘાટ-જુદા જુદા, પણ એ ઘાટનું લક્ષ છોડી અને એ જ વખતે ઘાટ પણ છે અને ઘાટનું લક્ષ છૂટી જાય છે. પહેલાં સોનું હતું એ સોનાનું લક્ષ છૂટીને ઘાટ ઉપર લક્ષ હતું, હવે.. સોનું તો હતું, હવે ઘાટ પણ રહેશે..પણ ઘાટનું લક્ષ છૂટીને સોનાનું લક્ષ આવી ગયું, સોનું તો સોનું છે સોનામાં અનેક ઘાટ દેખાતા નથી, ઘાટ હોવા છતાંઘાટનું લક્ષ નથી એટલે (ઘાટ) દેખાતાં નથી.
જેનું લક્ષ છે ઈ દેખાય છે. જેનું લક્ષ નથી દેખે છતાં નહીં દેખતો' ગાથા બહુ ઊંચી છે. આહા! માલ ભર્યો છે. પણ નવ તત્ત્વના ભેદો છે...પણ ભેદ ઉપરથી....લક્ષ છૂટી જાય છે, અને એક સામાન્ય-જ્ઞાનાનંદમૂર્તિ ચૈતન્યમૂર્તિ-પરમાત્મા (અભેદ) અંદર આત્મા ( જ્ઞાયકદેવ) બિરાજમાન છે. એના ઉપર (વર્તમાન) ઉપયોગ ઢળી જાય છે નમી જાય છે-અંદર આવી જાય છે, ત્યારે...એની સમીપે જઈને અનુભવ કરતાં...” એ નવ (તત્ત્વનાં) ભેદો (હોવા છતાં દેખાતા નથી ) સામાન્યમાં વિશેષની નાસ્તિ છે. આ સામાન્ય છે તેટલો આત્મા છે. પહેલાં જેટલું વિશેષ છે તેને આત્મા માનતો હતો...હવે જેટલું સામાન્ય છે તેટલો આત્મા છે, સામાન્ય-વિશેષ બે થઈને આત્મા છે એમ છે નહીં.
શું કહ્યું? અજ્ઞાની હતો ક્યાં સુધી ? કે જ્યાં સુધી પર્યાય ઉપર લક્ષ હતું પર્યાયનું અસ્તિત્વ, અજ્ઞાનનું કારણ નહોતું.પણ આ પર્યાય મારી છે આ હું કરું છું એમ પર્યાય ઉપર દષ્ટિ લક્ષ રાખતો અનાદિકાળથી સ્વભાવને ભૂલી ગયો હતો.
હવે...એ જ આત્મા, પર્યાયનું લક્ષ છોડી દે છે, અને એક જીવદ્રવ્યના સ્વભાવની સમીપે જઈને, જ્ઞાનાનંદ પરમાત્માને (-નિજાત્માને) લક્ષમાં લ્ય છે, ત્યારે એ અનુભવ કરતાં.આ પર્યાયના ભેદો દેખાતાં નથી, એટલે પર્યાય તે આત્મા એવી બુદ્ધિ હતી એ નીકળી ગઈ..હવે દ્રવ્યસામાન્ય તે જ હું છું એવી બુદ્ધિ થઈ ગઈ. પણ...દ્રવ્યસામાન્યને જાણનાર જે પર્યાય છે એવો સામાન્ય-વિશેષ આત્મા, તેવો હું છું એવું તેમાં આવતું નથી,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com