________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૧૮
પ્રવચન નં. ૧૯ પર્યાય જેને પ્રસિદ્ધ કરે છે એ પણ મારો ભેદ હું તો ત્રિકાળ અભેદ સામાન્ય છું. -એમ વિશેષની દષ્ટિ ગઈ, સામાન્ય-વિશેષની દૃષ્ટિ ગઈ, સામાન્યની દષ્ટિ થઈ....આહા! સામાન્યની દષ્ટિ થતાં.એક નિર્મળપર્યાય એવી પ્રગટ થાય છે કે સામાન્ય-વિશેષને એક સમયમાં જાણે છે, એને જ્ઞાનનું શય થયું એમ કહેવામાં આવે છે. આહા....હા !
કહે છે, અભૂતાર્થ ને અસત્યાર્થ છે, નવનાં ભેદ મને દેખાતાં નથી. એકુટુંબ-પરિવાર તો દેખાતું નથી..દેવ-ગુરુ-શાસ્ત્ર પણ દેખાતાં નથી. પંચપરમેષ્ઠિય દેખાતાં નથી...પણ પરિણામનાં ભેદો પણ દેખાતાં નથી. સમ્યક્દર્શન-જ્ઞાન-ચારિત્રનાં પરિણામ (નિર્મળ ) પ્રગટ થયાં...એ-પણ ભેદો દેખાતા નથી...જ્ઞાનમાં એકલો-અભેદ-સામાન્ય દેખાય છે, જ્ઞાનમાં એકલો સામાન્ય દેખાય છે. એટલે કે-સામાન્ય તે હું છું...એમ જ્ઞાનમાં પ્રતિભાસે છે. આ વિશેષને... સામાન્ય-વિશેષ..હું છું એમ હવે દેખાતું નથી.
“જીવના એકાકાર સ્વરૂપમાં તેઓ નથી.” -જીવનું એકાકાર જે સ્વરૂપ છે, સામાન્ય. સામાન્ય જ્ઞાનાનંદ પરમાત્મા જેમાં અનંતગુણનો પિંડ છે (-અભેદાત્મા-) છે, (વર્તમાન) પર્યાયનો જેમાં અભાવ છે..ગુણોનો સદ્દભાવ છે પણ એમાં પર્યાયનો અભાવ છે..એકાકારસ્વરૂપમાં..ગુણીને જોતાં...એ ગુણ-ભેદ દેખાતો નથી ને ગુણની પર્યાય પણ દેખાતી નથી. એકાકાર...શુદ્ધ આત્મા દેખાય છે નિર્વિકલ્પ ધ્યાનમાં બીજું કાંઈ દેખાતું નથી.. એમાં સમ્યકદર્શન થઈ ગયું. નિર્વિકલ્પ ધ્યાનમાં સમ્યકદર્શન-જ્ઞાન પ્રગટ થયું-શુદ્ધઉપયોગમાં સમ્યક્દર્શન પ્રગટ થયું...પણ એ શુદ્ધોપયોગ કાયમ ટકતો નથી...જ્ઞાની થયો...જ્ઞાની તો થયો.. જ્ઞાની રહ્યો...પણ શુદ્ધોપયોગ (માં) અંદર ટકાણું નહીં (-ચારિત્રની સ્થિરતા રહી નહીં).
તેથી આ નવ તત્ત્વોમાં ભૂતાર્થનયથી એક જીવ જ પ્રકાશમાન છે એવી રીતે અંતરષ્ટિથી જોઈએ તો! –અંતરદૃષ્ટિથી જોનારને સાધક થઈ ગયો, પહેલાં અજ્ઞાની હતો... દ્રવ્યસ્વભાવ ઉપર લક્ષ ગયું....જ્ઞાની થઈ ગયો...હવે જ્ઞાની થઈ ગયા પછી આહાહા ! પહેલાં કર્તબુદ્ધિ હતી પરિણામમાં, હવે અકર્તા થયો, અકર્તા થયો...તો નિર્મળપર્યાયનો..એ ઉપચારથી કર્તા થયો. અને રાગાદિનો કર્તાનયે પણ કર્તા થયો....એમ નવ તત્ત્વને જાણે છે..એમ લેશે અંદરમાં જુઓ ! આ ઉપરથી કહ્યું.
ઓમાં (પહેલાં અજ્ઞાનદશામાં) કર્તબુદ્ધિ હતી, આમાં કર્તાનય આવશે, કર્તબુદ્ધિ નહીં આવે (કેમકે આ તો જ્ઞાની માટેનું કથન છે.) જુઓ આમાં જ લખેલું છે બધું..આમાં છે, એ તો ઉપરથી કહ્યું “અંતર્દષ્ટિથી જોઈએ તો...” એટલે કે પર્યાય ઉપરથી લક્ષ છોડી ભગવાન આત્માનું લક્ષ કરીને ને એની દૃષ્ટિથી જોઈએ તો...અનુભવથી જોઈએ તો...જ્ઞાની થયો, નવતત્ત્વનો આત્મામાં અભાવ છે તેમ જાણું હવે? નવ તત્ત્વ તો રહ્યા. અને તે કેવી રીતે જાણે છે ઈ ( જ્ઞાની) એ કહેશે.
જ્ઞાયકભાવ જીવ છે અને જીવના વિકારનો હેતુ અજીવ છે. લ્યો ! નવ તત્ત્વનું અસ્તિત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com