________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૧૯ તે મિથ્યાત્વનું કારણ નથી, નવ તત્ત્વમાં-પર્યાયમાં આત્મબુદ્ધિ કરી, અને દ્રવ્યસ્વભાવની આત્મબુદ્ધિ છોડી દેવી તેનું નામ અજ્ઞાન છે. હવે, જ્ઞાની થયા પછી નવ તત્ત્વ તો એને છે. થવાયોગ્ય થાય છે એમ જાણે. પહેલાં (અજ્ઞાનદશામાં) હું કરું છું એમ જાણતો 'તો ત્યાં સુધી અજ્ઞાની-મિથ્યાદષ્ટિ હતો. “થવાયોગ્ય થાય છે.' –એમ જાણીને દ્રવ્યસ્વભાવમાં ગયો. આહાહા! તો કહે છે કે અકર્તા એવો ( જ્ઞાતા) આત્મા..જેને જાણે છે તે કર્તા થાય છે...જણાય છે તે તેનું કર્મ થાય છે.
શું કહ્યું? અંતરદૃષ્ટિ વડે અનુભવ થયો એ આત્માને તો એ પોતાનો આત્મા... પોતાના જ્ઞાનમાં જણાયો..રાગમાં કે ઈન્દ્રિયજ્ઞાનમાં આત્મા જણાતો નહોતો...( હવે ) અંતરષ્ટિ વડે, એક સામાન્યજ્ઞાન જે હતું કે જેનો બાળ-ગોપાળ સર્વને (સર્વદા) પ્રતિભાસ થતો હતો... એને પ્રત્યક્ષ થઈને શુદ્ધ ઉપયોગ થઈને.ઉપયોગ અતીન્દ્રિયજ્ઞાનમાં કન્વર્ટ (બદલાઈને), સામાન્ય ઉપયોગ કન્વર્ટ થાય છે, વિશેષ ઈન્દ્રિયજ્ઞાનનો ઉપયોગ તો રોકાઈ જાય છે ઈ કન્વર્ટ થતો નથી.
બાળ-ગોપાળ સૌને એ જણાય છે ને જ્ઞાનમાં!? કે નથી જણાતો? બધાય ને જણાય છે. ઈન્દ્રિયજ્ઞાનમાં તો જણાતો જ નથી આત્મા, ઈન્દ્રિયજ્ઞાનનો તો એ વિષય જ નથી. એમાં જે જણાતો 'તો કે જાણનાર જણાય છે, એવાં પક્ષમાં આવતાં....પર્યાયનું લક્ષ છૂટયું...અનુભવ થયો...થઈ, આત્મદ્રવ્ય સ્વભાવની અંતર્દષ્ટિ પ્રગટ થઈ..એણે આત્માને જાણ્યો. તો જે જાણે તે કર્તા અને જણાય તે કર્મ. રાગની પર્યાય તો કર્મ થતી નથી એને...પણ જ્ઞાનની પર્યાય કર્મ થતી નથી...જાણે તે કર્તા ન જણાય તે કર્મ, તો શું જણાયું અનુભવના કાળમાં?
આત્મા જણાણો કે પર્યાય જણાણી? રાગ જણાણો કે વીતરાગીપર્યાય જણાણી? આત્મા જણાણો, પર્યાય જણાતી નથી માટે પર્યાય નિર્વિકલ્પ ધ્યાનનું કર્મ થતું નથી. એ બધી સવિકલ્પદશાની વાત છે (ક) આત્મા કર્તા ને આત્માનું જ્ઞાન કર્મ, એ વ્યવહારની વાત છે. એનાં કરતાં ઉપરની આ વાત ચાલે છે.
જે જાણે તે કર્તા ને જણાય તે (કર્મ). શું જણાયું? દેહ જણાયો? કે નહીં. ગુણસ્થાન જણાયા? કહે નહીં. આઠ કર્મ જણાયા? કહેનહીં. છે ઈ નથી જણાતું? “છે” ઈ જણાય છે. લે ! અમને “છે” ઈ જણાય છે. મોદી સાહેબ ! આ અપૂર્વ વાત છે. આવું એણે કર્યું નથીઆવું એણે કર્યું...નથી. (અજ્ઞાની કહે) છે ઈ નથી જણાતું? જ્ઞાની કહે કે “છે” ઈ જણાય છે બરાબર..૧છે” એને જાણીએ છીએ ને “છે” ઈ જ જણાય છે. જે નથી..એને હું જાણતો નથી. મારામાં એ નથી, તો હું એને જાણતો...નથી. આહા....હા ! વજુભાઈ ! અંદર જાવાની વાત છે.
આહા! જે જાણે તે કર્તા અને જણાય તે કર્મ! આહાહા ! એક વખત તો.. આહાહા! એક વખત તો નિર્વિકલ્પ ધ્યાનમાં આવી જા...પછી સવિકલ્પમાં આવતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com