________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VII
આત્મજ્યોતિ
“મંગલમ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્”
આત્મ મંથન
પરમાર્થ પદના વંદક..આત્મજ્યોતિના જાણક, જાજ્વલ્યમાન જ્યોત્સનાના ગુંજારક..થવા યોગ્યપણાના સ્થાપક...એવા
પૂ. “ભાઈશ્રી ” લાલચંદભાઈના આત્મ મંથનમાંથી નીકળેલી રત્નાવલી.
ઉષ:કાળના ઉજાસમાં આકાશમાંથી રેલાતી સ્વર્ણિમ પ્રભાની સૌંદર્યતાની અનુભૂતિ કેવી હોય છે? તેનું વર્ણન શબ્દોમાં કેમ થઈ શકે ? છતાં પણ કોઈ પ્રબુદ્ધ કવિ તેની પ્રતિભા કલમ દ્વારા સાફલ્ય કરે છે.
તેમ હે.કહાનલાલ ! આપે ધ્રુવભાવની અટારીએથી અધ્યાત્મના નવલ ઓજસ પાથર્યા છે. નિરપેક્ષ સ્વભાવના અનંતતાના ગગનમાંથી વૈભવી જ્ઞાયકનું રસાનુભૂતિ પૂર્વકનું પ્રખર ચિંતન તેર ગાથાના માધ્યમ દ્વારા આપી જૈન સમાજને લાભાન્વિત કર્યો છે.
આપશ્રીએ પૂ. ગુરુદેવશ્રીના તત્ત્વજ્ઞાનને જીવંત તો રાખ્યું છે પણ વિશેષ કરીને પ્રજ્જવલિત પણ કર્યું છે. અનાદિની સાપેક્ષતાની માન્યતા, તેમજ તે પ્રકારની વૈચારિક રૂકાવટ, વિશાળ દષ્ટિકોણનો અભાવ વગેરેનું આમૂલ પરિવર્તન કરી અમારી મંદત્તર પ્રજ્ઞાને નિરપેક્ષતાના શિખર ઉપર આરૂઢ કરી છે.
આપશ્રીના મંગલ પ્રવચનોથી પ્રવાહિત વિશુદ્ધ ગામિની વાણીએ આત્મજ્યોતિમાં નિરંકુશપણે પ્રવેશ કરાવતી પોતાના નિજ વૈભવમાં અવ્યાબાધ વિશ્રાંતિ કરાવે છે. અનાદિના જડ દ્રવ્ય, ભાવાવરણોને તોડતી, ચીરતી નિસંગ મુક્તિમાર્ગની ધજા ફરકાવી રહી છે, અને સ્યાદવાદમયી જ્ઞાન સરોવરની સ્વૈર કરાવે છે.
શ્રી વીર સીમંધરના કેડાયત કુંદકુંદદેવે રંગોળીને આલેખી છે, શ્રી અમૃતદેવે તે રંગોળીમાં રંગ પૂર્યા છે. શ્રી કુંદામૃત કેડાયત કહાનગુરુએ..આ રંગોળીના વર્ણન કર્યા છે અને શ્રી કુંદામૃત કહાન કેડાયત લાલે...આત્મજ્યોતિમાં રંગાઈ જઈ અને રંગોળીની છોળો ઉછાળી આત્મજ્યોતિની જ્યોત્સનાને દીપાવી છે. આમ પંચમઆરામાં...ચતુર્થ આરાનો વિરહ ભૂલાવનાર કહાનલાલની યુગલબંધી ખરેખર જ્ઞાનીઓનો જન્મ અકર્તા જ્ઞાયક એવા સામાન્ય પડખાનું લક્ષ કરાવવા માટે જ થાય છે. જગતને જે ગુપ્ત પડખું છે તેને આપે વિધ વિધ લાક્ષણિક શૈલીમાં પ્રસિદ્ધ કર્યું છે.
આ તેર ગાથા અપૂર્વમાં અપૂર્વ છે. મંગલમાં મંગલ કરનારી મહામંગલમય ગાથા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com