________________
આત્મજ્યોતિ
અને પર્યાયનું કારણ પર્યાય છે તેવું જ્ઞાન થાય છે.
* આત્મા પરિણામને કરે તો →આત્મા ભૃતાર્થ ન રહે.
આત્મા પરિણામને કરે તો ક્ષણિક ઉપાદાન ન રહ્યું.)
*
*
*
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
*
*
→પરિણામ સત્ ન રહે. (પર્યાય પરાધીન થઈ જાય તો
તેથી ફલિત થાય છે કે...
આત્મા ત્રિકાળ અકર્તા છે તે→સ્વાભાવિક સિદ્ધાંત છે.
ભૂતાર્થને આશ્રયે સમ્યગ્દર્શન થાય છે તે→અફર સિદ્ધાંત છે.
નવ તત્ત્વો થવા યોગ્ય થાય છે તે )અબાધિત સિદ્ધાંત છે.
VI
નવ તત્ત્વને ભૃતાર્થનયે જાણતાં સમ્યક્દર્શન થાય જ છે તે→નિરપવાદ સિદ્ધાંત છે. આમ આ બધા સિદ્ધાંતો પ્રયોગાત્મક તેમજ સ્વાનુભવ ગમ્ય છે. પ્રયોગપદ્ધતિથી વાત પોતાની લાગે છે. જીવન સિદ્ધાંતિક બનતાં તેનાં ફળમાં અવશ્ય અનુભૂતિ થાય છે આજ મુક્તિ માર્ગનો પ્રક્રમ છે.
નવ તત્ત્વોને તેણે અનેકવાર જાણ્યા; કેવી રીતે જાણ્યા? સાપેક્ષતાથી જાણ્યા, આધાર આધેયથી જાણ્યા, કર્તાકર્મથી જાણ્યા, વ્યાપ્ય વ્યાપકભાવથી જાણ્યા, નિમિત્ત-નૈમિત્તિકથી જાણ્યા...પરંતુ તેણે કદી ભૂતાર્થ નયથી ન જાણ્યા. ભૂતાર્થનયમાં જ વીતરાગતા સમાયેલી છે.
“થવા યોગ્ય થાય છે” તે સૂત્રમાં હજારો શાસ્ત્રો લખી શકાય તેટલા ભાવો ભર્યા છે. જડ-ચેતન સમસ્ત દ્રવ્યોના પરિણામ થવા યોગ્ય થાય છે. મિથ્યાજ્ઞાનમાં તેમ ભાસે છે કેપરિણામને હું કરું છું તો થાય છે. જ્યારે સમ્યજ્ઞાનમાં મિથ્યાજ્ઞાનથી ૧૦૦% વિપરીત ભાસે છે કે-પરિણામ થવા યોગ્ય થાય છે. જ્ઞાની-અજ્ઞાનીના જાણપણામાં ૧૦૦% નું અંતર રહેલું છે. ‘ચૈતન્ય વિલાસમાં ’ આપે અકર્તા સ્વભાવ ખૂબ ખૂબ ઘુંટાવ્યો. હવે તેજ અકર્તા સ્વભાવને આપે ભિન્ન ભિન્ન ભાષાઓ દ્વારા ફરી-ફરી ધ્યાન ખેંચાવ્યું...ત્યારે એમ થાય છે કે શું ચૈતન્યનો ચમત્કાર છે! જેમ જેમ ચૈતન્યમાં ઊંડો ઉતરે તેમ તેમ નવું જ આવે છે. આ
વાતની પ્રતીતિ આપના પ્રવચનો કરાવે છે.
તેર ગાથાના પ્રવચનોની શૃંખલાનું પુસ્તક કર્તાપણાના એટલે વિપરીતતાના પરિહાર પૂર્વક અવિપરીતતાની સિદ્ધિ કરી; થવા યોગ્ય થાય છે તે ભાવની પ્રસિદ્ધિ કરી; જ્ઞાયકભાવની દૃષ્ટિ કરાવનાર છે.
સર્વે જીવો ! અકર્તાના લક્ષ પ્રબળતાપૂર્વક આત્મજ્યોતિમાં રંગાઈ જઈ આનંદમયી મોક્ષદશામાં વિચરો તેવી ભવ્ય ભાવના પૂર્વક અસ્તુ.
બા. બ્ર. શોભનાબેન જે. શાહ ( છેડા ). રાજકોટ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com