________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
પરંતુ હવે તો જ્ઞાની મળ્યા.પછી કંઈ જ ન કરવું તે હવે ખૂબ હળવું લાગે છે; સાક્ષી ભાવે પરિણમવું તેજ તરવું લાગે છે;
શુદ્ધ નય એક જ હવે શરણું લાગે છે.” અનાદિથી અજ્ઞાનીઓનો પોકાર છે કે-કંઈક કરે તે આત્મા. તેની સામે જ્ઞાનીઓ કહે છે-કંઈ ન કરે તે આત્મા અર્થાત્ માત્ર જાણે તે આત્મા. અકર્તા જાણનાર...જાણનારી પર્યાયનો કર્તા નથી. પરિણામનું જરા જેટલું સૂક્ષ્મ કર્તુત્વ આવી પડશે તો કૃત્રિમતા થઈ જશે. સ્વભાવ સહજ અકૃત્રિમ હોવાથી અકર્તા-જ્ઞાતા સ્વભાવના લક્ષે કાર્ય સહજ થાય છે.
અનાદિનું કર્તા બુદ્ધિનું શલ્ય છે અને તેનું વિષ ચઢેલું છે. હવે તેની સામે તેનાથી અનંતગણું અકર્તાનું પ્રાબલ્ય આવે ત્યારે જ્ઞાયક પ્રગટ થાય છે. જ્યાં સુધી ખૂણે ખાંચરે પણ પર્યાયનું કર્તાપણું ભાસે છે ત્યાં સુધી સંસારનો અંત નહીં આવે.
આત્મા સ્વભાવથી સર્વાગ જ્ઞાનમૂર્તિ છે તેથી તેમાં કરવું ભાસતું નથી. આત્માના અસંખ્ય પ્રદેશથી જાણવાનો ભાવ ઊઠે છે, પરંતુ કરવાનો ભાવ ઊઠતો જ નથી. અનંત તીર્થકરોની દિવ્ય ધ્વનિનો સાર એ છે કે આત્મા અકર્તા-જ્ઞાતા છે. સ્વભાવમાં રક્ત મોક્ષ છે, વિભાવમાં ૨ક્ત બંધ છે. આ સિવાય તીર્થંકર પરમાત્માને બીજું કાંઈ જ કહેવું નથી.
ઘણાં જીવોને આવો પ્રશ્ન થાય છે કે-પર્યાયનો કર્તા પર્યાય છે તે વાત સ્વીકારી લીધી તો તેમાં વીતરાગતા શું આવી? ઉત્તર-આત્મા અકર્તા છે તેમ દષ્ટિમાં આવી ગયું તે જ વીતરાગતા છે. ક્ષણિક ઉપાદાન સક્રિય છે, ત્રિકાળી ઉપાદાન નિષ્ક્રિય છે.
પ્રશ્ન - જૂના કર્મને નવ તત્ત્વોનું નિમિત્તકર્તા કહ્યું તેમાં વીતરાગતા કેવી રીતે આવે છે?
ઉત્તર - ભગવાન આત્મા નિમિત્ત કર્તા નથી તેમ ખ્યાલમાં આવતાં જ દ્રવ્યદષ્ટિ થઈ જાય છે. (૧) ભગવાન આત્માને પરિણામનો ઉપાદાન કર્તા માને છે નેત્રિકાળી દ્રવ્યનો નાશ થઈ
જાય છે. (૨) ભગવાન આત્માને નવ તત્ત્વોનું નિમિત્ત કારણ માને તો આત્માને નિત્ય કર્તાપણું
આવી પડે અને આત્માને સંસારમાં રહેવાની સ્થિતિ કાયમી બની જાય. તેથી હે.. પ્રાણી ! તું ચેતજો! આત્માને કોઈપણ પ્રકારે કર્તા માનીશ તો અજ્ઞાન રહેશે.
ઉપરોક્ત વાતને બીજા દષ્ટિકોણથી જોઈએ તો...! (A) આત્મા પરિણામનો ઉપાદાન કર્તા હોય તો...! તો ત્રિકાળી સનું ખૂન થઈ જાય. (B) આત્મા પરિણામનું નિમિત્ત કારણ હોય તો...! ક્ષણિક સત્ ન રહેતાં, નવ તત્ત્વો
વિભાવ સ્વભાવ ન રહે. તેથી... આત્મા પરિણામનો ઉપાદાનકર્તા નથી તેમાં નેઅકર્તાની દષ્ટિ થાય છે. આત્મા પરિણામનું નિમિત્તકારણ નથી તેમાં અકારણ પરમાત્માનું શ્રદ્ધાન થાય છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com