________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૫૧ (રત્વે ન મુખ્યતિ), અનાદિથી દ્રવ્ય સ્વભાવ ત્રસ અને સ્થાવરમાં ઘૂમતો ઘૂમતો... ઘુમતો..ઘૂમતો આવે છે. ફરતો-ફરતો, રખડતો-રખડતો આવે છે તો પણ આત્માએ પોતાનું એકપણું કદી છોડ્યું નથી–અને તે અનેકરૂપે થયો નથી.
સમયસાર ગાથા - ૧૩ હવે ૧૩ મી ગાથાનું મથાળું આવે છે- “એ પ્રમાણે જ શુદ્ધનયથી જાણવું તે સમ્યકત્વ છે. એમ સૂત્રકાર ગાથામાં કહે છે:-”
શ્રી સમયસારની ૧૧ મી ગાથામાં એમ કહ્યું હતું કે-શુદ્ધનયથી આત્માને જાણવો. દ્રવ્યને જાણવું તે સમ્યકદર્શન છે. અહીંયાં કહે છે કે-શુદ્ધનયથી નવ તત્ત્વોને જાણવા તે સમ્યકદર્શન છે. અરે ! (નવ તત્ત્વો) વ્યવહારનયનો વિષય છે ને? ! વ્યવહારનયનો વિષય છે તે અમને ખબર છે. પર્યાયમાત્ર વ્યવહારનયનો વિષય છે તે વાત બરાબર છે. પણ અમે જે કહીએ છીએ તે જરા જુદું છે. તે તું સાંભળજે !! તેં પર્યાયને અનંતકાળથી સાપેક્ષદષ્ટિથી જોઈ છે, નવ તત્ત્વોના ભેદને સાપેક્ષ દૃષ્ટિથી જોયા છે.
તને પ્રશ્ન થશે કે સાપેક્ષ દષ્ટિ એટલે શું? નવ તત્ત્વો કાં તો પરથી થાય છે અને કાં તો મારાથી થાય છે. પરથી પણ નવ તત્ત્વો થતાં નથી અને તારાથી પણ નવ તત્ત્વો થતા નથી. આમ ભૂતાર્થનયથી નવ તત્ત્વોને જોઈશને તો તને સમ્યકદર્શન થઈ જશે. પર્યાય થવા યોગ્ય થાય છે. તે કર્મથી પણ થતી નથી અને જીવથી પણ થતી નથી. પર સાપેક્ષે નહીં અને સ્વ સાપશે નહીં. પરથી પણ નિરપેક્ષ, અને સ્વથી પણ નિરપેક્ષ. અને સ્વપરથી પણ નિરપેક્ષ છે.
પ્રશ્ન- પરથી થાય તેમાંય એકાંત થાય, અને આત્માથી થાય તેમાંય એકાન્ત થાય; તેનાં કરતાં સ્વપર સાપેક્ષ લ્યો ને!? બે થાય ત્યારે આ એક પર્યાય પ્રગટ થાય. જડ કર્મ અને આત્મા ભેગા થાય તો મિથ્યાત્વ થાય, અને જડ કર્મ અને આત્મા જુદા પડી જાય તો સંવર થાય. તો પછી રૂપર સાપેક્ષ છે? કે એમ નથી.
ઉત્તર – ભાઈ ! ઝીણી વાત છે સમજવા જેવી છે. આનાથી આ થાય ને આનાથી આ થાય તેવું લાકડું ગરી ગયું છે ને!? લાકડું એટલે મિથ્યાત્વનું લાકડું કોઈ પણ પર્યાય હો, તે પરથી થતી નથી ને સ્વથી પણ થતી નથી. સંવર-નિર્જરા-મોક્ષ તે સ્વથી થતાં નથી અને મિથ્યાત્વ-આસ્રવ બંધ તે પરથી થતાં નથી. (શ્રોતા-સ્વભાવ થઈ જશે!?) થવા યોગ્ય થાય છે તે એનો પર્યાય સ્વભાવ છે તેમ જ્ઞાનીને જણાય છે. મારાથી થાય છે તેમ જ્ઞાની જાણતો નથી અને પરથી થાય છે તેમ જ્ઞાની જાણતો નથી. સાપેક્ષ કથનને ગૌણ કરી અને પર્યાયને નિરપેક્ષથી જુએ છે. ૧૧ મી ગાથામાં દ્રવ્યને નિરપેક્ષ જુઓ-પર્યાયથી સાપેક્ષ ન જુઓ. અહીં પર્યાયને સ્વથી અને પરથી નિરપેક્ષ જુઓ. તેનું નામ ભૂતાર્થનવે નવ તત્ત્વોને જાણતાં સમ્યફદર્શન થયું તેમ કહેવામાં આવે છે.
આ વાત કોઈ શાસ્ત્રોમાં નથી નવ તત્ત્વોને જાણતાં સમ્યકદર્શન થાય છે તે વાત ચારે બાજુ છે. પણ આ ગાથામાં “ભૂતાર્થનયે” વિશેષણ લગાડ્યું છે. આ કુંદકુંદાચાર્યની કોઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com