________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
પ્રવચન નં. ૧૪ આ પરપદાર્થ, દુકાન, લક્ષ્મી, કુટુંબ પરિવાર, ભાઈ, ભગિની, ભાર્યા, તે તો ક્યાંયનું ક્યાંય દૂર-લાખો યોજન દૂર રહ્યું. એ બધું તો પ્રમાણની બહાર છે. તે તો (જીવના) દ્રવ્યગુણ-પર્યાયમાં પણ નથી. જ્યારે નવ તત્ત્વો તો પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. પર્યાયમાં હો તો હો! પર્યાયમાં-પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તે પર્યાયના ધર્મો છે. પર્યાયમાં છે પણ દ્રવ્યમાં નથી. દ્રવ્યમાં જે આ પર્યાયો નથી, તેવા દ્રવ્યનું લક્ષ કરી-અનુભવ કરવો તેનું નામ સમ્યક્દર્શન છે.
પર્યાય દષ્ટિથી આત્મા અનેકરૂપ દેખાય છે. ઘડીકમાં વીંટીરૂપ દેખાય છે, ઘડીકમાં સાંકળી, ઘડીકમાં પોચી, ઘડીકમાં મંગલસૂત્ર, તો પણ સોનું એકરૂપ છે. સોની સોનાને જુએ છે, ગ્રાહક ઘાટને જુએ છે. આ ઘાટ સારો-આ ઘાટ ખરાબ. સોની મનમાં હસે છે. સોનું સારું નથી અને સોનું ખરાબેય નથી. સોનાના બે પ્રકાર હોય તો સોનાને સારું-ખરાબ કહું ને?
શું કહ્યું? ફરીને સોનું જે દ્રવ્ય છે તેમાં જો બેપણું હોય તો મને સારું ને ખરાબ લાગે. પણ સોનું તો એકરૂપ છે. તો ક્યા સોનાને હું સારું ને ખરાબ કહું? જે સોનાની દષ્ટિ છોડીને; ઘાટને જુએ છે તેને ઘાટ ગમે છે. આ ઘાટ મનોહર છે આ ઘાટ અમનોહર છે. આ ઘાટ મનોજ્ઞ અને આ ઘાટ અમનોજ્ઞ. આ મનને ગમે તેમ છે. અને આમાં અણગમો છે. ગમે તેમાં રાગ થાય છે અને અણગમામાં વૈષ થાય છે. ઘરાકને રાગ-દ્વેષ થાય જ છે–સોનીને રાગ-દ્વેષ થતા નથી. તેને ઘાટની કોઈ જ કિંમત નથી. તેને તો સોનાની કિંમત છે.
- એક બહેને સોનાનો હાર લીધો. પાંચ તોલાનો હાર તેની કિંમત ૧૫000 રૂપિયા, અને 1000 રૂપિયા ઘડાઈના. હવે આ સોનું વેચવું હોય ત્યારે જે ભાવ ચાલુ હોય તે ભાવે (સોની લઈ લેશે) હું લઈ લઈશ. સોનીએ એમ ન કહ્યું કે રૂપિયા ૧૬000 હું તમને આપીશ. તેણે તો એમ કહ્યું કે જે ભાવ હશે તે ભાવે લઈ લઈશ. છ મહિના થયા, ભાવમાં કાંઈ જ વધઘટ ન થઈ. ઘાટ તો નવો નીકળ્યો-તો બહેન નવો ઘાટ લેવા ગયા. સોનીએ જોયું કે-આ સોનું મારું ઘડેલું છે. બીલમાં ૧૫000 સોનાનો ભાવ અને એક હજાર ઘડાઈના લખેલા હતા. સોનીએ કહ્યું-તમને ૧૫000 રૂપિયા મળશે-એક હજાર રૂપિયા નહીં મળે. અરે ! તમે મને ૧૬000નું બીલ આપ્યું હતું ને!? આ તમારું બીલ જોઈ લ્યો! તમને ૧૫000 જ મળશે, એક હજાર નહીં મળે. બેન હોશિંયાર, તે કહે–૫૦૦ રૂા. તમારા ગયા અને પ00 રૂા. મારા ગયા. તેથી ૧૫૫OO આપો. સોની ક–બહુ ઝાઝી વાત કરશો તો આ સોનાને શોધવાના પણ હું પૈસા લઈશ. તમને એમ લાગતું હોય કે આ હારના પૈસા બીજા પાસેથી લઈ લેશે તો તમારી નજર સામે હાર ઉપર હથોડો મારું છું. અમને ઘાટની કિંમત કાંઈ જ નથી અમને સોનાની કિંમત હોય.
તેમ દ્રવ્યદષ્ટિવંતને દ્રવ્યની કિંમત છે, પર્યાયની ઉપેક્ષા છે. પર્યાયનું સાધકને જ્ઞાન છે. પણ પર્યાયની ઉપેક્ષા છે, પર્યાયની તેને અપેક્ષા નથી. આવી અલૌકિક વાત છે. “જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com