________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૯ આહાહા! આ નવ તત્ત્વોથી આત્મજ્યોતિ અનાદિ અનંત ભિન્ન છે. પરિણામમાત્રથી આત્મા જુદો છે. સર્વ અવસ્થાને વિષે ન્યારો સદા જણાય” – (શ્રીમદ્જીનું પદ છે ને)!? “સદા ન્યારો જુદો છે તેમ નથી કહ્યું !? “ન્યારો સદા જણાય” એમ લીધું છે ને!? (ખાલી) ન્યારો છે ન્યારો છે તેમ નહીં. ન્યારો જણાય ત્યારે ન્યારો જામ્યો કહેવાય ને!? ચકાતિ” એટલે પ્રગટ થાય છે. દષ્ટિમાં આત્મા તિરોભૂત થઈ ગયો હતો તે પ્રગટ થાય છે.
(શ્રી સમયસારજીની) ૧૧ નંબરની ગાથામાં એમ આવ્યું કે શુદ્ધાત્મા તિરોભૂત હતો તે આવિર્ભત થાય છે-એટલે પ્રગટ થાય છે. ૧૫ નંબરની ગાથામાં જ્ઞાનની પર્યાય તિરોભૂત થાય છે અને આવિર્ભત થાય છે. બન્ને ગાથામાં મોટો ફેર છે. ૧૧ ગાથામાં એમ કહ્યું કેદષ્ટિમાં દ્રવ્ય નહોતું આવતું-એટલે દષ્ટિમાં દ્રવ્ય ઓજલ (ઢંકાય જવું) થઈ ગયું હતું. જ્ઞાયકઆત્મા છે તો ખરો પણ દેખાતો નહોતો-એટલે તિરોભૂત થયો છે તેમ કહ્યું. ત્યાં દ્રવ્યનું
ણ તિરોભાવ અને આવિર્ભાવ કહ્યું. ૧૫ નંબરની ગાથામાં કહેશે કે-જ્ઞાનની પર્યાય તિરોભૂત થઈ છે તે સામાન્યજ્ઞાનની પર્યાય આવિર્ભત થાય છે. ૧૧ ગાથામાં દ્રવ્ય પ્રગટ થાય છે, ૧૫ ગાથામાં જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે.
પ્રશ્ન- જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે પણ ઊંચી વાત છે. ઉત્તર- હા, તે પણ ઊંચી વાત છે.
૧૧ મી ગાથામાં પણ સમ્યક્રદર્શનનો વિષય કહ્યો હતો, અને ૧૩ મી ગાથા આવશે તેમાં પણ સમ્યકદર્શન કેમ થાય? તેની કળા અને વિધિ બતાવશે. આ તો કળશમાં “પ્રગટ થાય છે તે શબ્દ ઉપર વાત કરી. ૧૧ ગાથામાં દ્રવ્ય તિરોભૂત હતું, ત્યાં તે પ્રગટ થયું-એટલે દષ્ટિમાં દ્રવ્ય આવ્યું. અહીં પણ નવ તત્ત્વોમાંથી આત્મા પ્રગટ થાય છે એટલે દષ્ટિમાં આવી જાય છે.
કે જે નવ તત્ત્વોમાં પ્રાપ્ત થવા છતાં (નવ-તત્ત્વ-તત્વે-9િ) પોતાના એકપણાને છોડતી નથી.” નવ તત્ત્વોની અંદર રહેલો હોવા છતાં પણ તે નવ તત્ત્વોરૂપે થતો નથી. સોનું નવ ઘાટ રૂપે પરિણમે છે, તો પણ નવ ઘાટ રૂપે થતું નથી. ઘાટ ઘાટરૂપે છે અને સોનું સોનારૂપે છે.
ભાવાર્થ – “નવ તત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે”, પર્યાય ઉપર નજર રાખશો તો આત્મા અનેક રૂપે દેખાય છે. આ મનુષ્ય થયો, તિર્યંચ થયો, દેવ થયો, સ્ત્રી થયો, પુરુષ થયો, આ ત્રસ થયો, આ સ્થાવર થયો-તેમ પર્યાય ધર્મથી જોતાં આત્મા અનેકરૂપે દેખાય છે. હવે પર્યાયનું લક્ષ છોડીને, પર્યાયની દૃષ્ટિ છોડીને, એકલા શુદ્ધાત્માને જોતાં તે અનેકરૂપે દેખાતો નથી. જ્યારે એકરૂપે દેખાય છે ત્યારે વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ ધ્યાનમાં આવતાં અનુભવ થાય છે. જ્યાં સુધી આત્માને અનેકરૂપે જુએ છે ત્યાં સુધી સમ્યક્દર્શન થતું નથી. પરિણામ અનેકરૂપે થાય છે, દ્રવ્ય અનેકરૂપે થતું નથી. તે પોતાનું એકપણું છોડતું નથી. આ તો દ્રવ્યને પર્યાય વચ્ચેના ભેદજ્ઞાનની વાત છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com