________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૮
પ્રવચન નં. ૧૪ કરીને તેને જાણનારો જે નય હતો વિકલ્પાત્મક તે છૂટી જાય છે, અને નયપૂર્વક પ્રમાણ થાય છે. ત્યારે દ્રવ્યપર્યાય સ્વરૂપ આખી વસ્તુનો શેયપણે અનુભવ થાય છે. શેયનો પણ અક્રમે અનુભવ થાય છે.
આમાં થોડો માલ છે. આ વિષય ઉપર થોડી ચર્ચા કરવા જેવી છે. થોડું વિચારવા જેવું. હોય તેમ લાગે છે. આપણે મૂળ પાઠ પ્રમાણે વિચારીએ.
જુઓદ્રવ્ય-પર્યાયનો ભેદથી; આ દ્રવ્ય કહેવાય ને આ પર્યાય કહેવાય. એકને મુખ્ય કરે અને એકને ગૌણ કરે તો ક્રમ પડે છે ને? વિકલ્પાત્મક નયમાં ક્રમ પડે છે. એ તરફથી જોવામાં આવે તો આ નવો સત્યાર્થને ભૂતાર્થ છે.
હવે દ્રવ્ય તથા પર્યાય પક્ષીતિક્રાંત થાય છે ત્યારે શું થાય છે? કોઈ પક્ષ રહેતો નથી. દ્રવ્ય અને પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા-એટલે દ્રવ્ય તરફના લક્ષવાળો વિકલ્પ ગયો અને પર્યાયના લક્ષવાળો વિકલ્પ પણ ગયો. બન્નેમાંથી કોઈને સ્પર્શ કરતો નથી.
(અનુભવ) પહેલા આલંબન હતું-આ દ્રવ્ય કહેવાય અને આ પર્યાય કહેવાય. હવે જ્યારે શુદ્ધ જીવવસ્તુમાત્રનો અનુભવ કરવા જાય છે ત્યારે એ બન્નેથી નહીં આલિંગીત એટલે જે ક્રમે ક્રમે લક્ષ થતું હતું તે છૂટી ગયું. વિકલ્પાત્મક નય છૂટી ગઈ. હવે શું થયું?
શુદ્ધ વસ્તુમાત્ર જીવના સ્વભાવનો અનુભવ કરતાં...આમાં ત્રિકાળી દ્રવ્ય જ લેવું. ત્રિકાળી દ્રવ્ય સ્વભાવનો અનુભવ કરતાં પહેલા જે ક્રમે ક્રમે જાણપણું હતું દ્રવ્ય-પર્યાયનું તે છૂટી ગયું ને હવે એક અભેદજ્ઞયને જાણી લીધું. દ્રવ્ય પર્યાય સ્વરૂપ આખી વસ્તુ જાણવામાં આવી. વિકલ્પમાં ક્રમ પડતો 'તો, નિર્વિકલ્પ ધ્યાનમાં હવે કમ નથી. દ્રવ્ય-પર્યાય સ્વરૂપ આખી વસ્તુ ખ્યાલમાં આવી ગઈ.
પ્રવચન નં-૧૪
કળશ નં - ૭ તા. ૧-૯-૯૧ હવે, “ત્યાર પછી શુદ્ધનયને આધીન, સર્વ દ્રવ્યોથી ભિન્ન, આત્મ જ્યોતિ પ્રગટ થઈ જાય છે.' એમ આ શ્લોકમાં ટીકાકાર આચાર્ય કહે છે:
શ્લોકનો અર્થ – “ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મ જ્યોતિ છે તે પ્રગટ થાય છે.” શુદ્ધનયને આધીન એટલે કે આત્મજ્ઞાનને આધીન-આત્માની સન્મુખ થયેલું જે જ્ઞાન છે, તેમાં આત્માના દર્શન થઈ જાય છે. પરસમ્મુખ ઈન્દ્રિયજ્ઞાન છે તેમાં આત્માના દર્શન થતાં નથી તેમાં વિભાવના દર્શન થાય છે, પરના દર્શન થાય છે, તેથી સંસાર ઉભો થાય છે. આત્મજ્યોતિ છે તે અનાદિ અનંત નવ તત્ત્વોથી ભિન્ન છે. નવ તત્ત્વોના પરિણામ જે પ્રગટ થાય છે તેનાથી આત્મજ્યોતિ અનાદિ અનંત ભિન્ન છે. તેમાં એકત્ર થતું નથી. દ્રવ્યને પર્યાયનું એકત્ર થતું નથી અને ભિન્નત્વ છૂટતું નથી. શું કહ્યું પ્રકાશ? નવ તત્ત્વો છે ભગવાને કહ્યાં છે. -નવ તત્ત્વો નથી તેમ નથી. પરંતુ એ નવ તત્ત્વોથી મારો આત્મા ભિન્ન છે, હું નવ તત્ત્વોમાં જતો નથી. નિજભાવને છોડે નહીં અને પરભાવને ગ્રહે નહીં.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com