________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૭ આત્મા માની બેઠો છે માટે. આ બધા પરિણામ આત્મામાં થાય છે, તેને આત્મા કરે છે.. એવી જે માન્યતા, પર્યાયની સાથે દ્રવ્યની એકતા કરી છે તે વિભક્ત માટે બતાવે છે. એકત્વ વિભક્ત આત્માની વાત કરીશ..તે પ્રતિજ્ઞા ચાલુ છે હોં ! મહાપુરુષો પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. આ પ્રમાણ, નય, નિક્ષેપથી વિભક્ત-જુદા કરાવ્યા.
જીવના સ્વભાવનો અનુભવ કરતા તેઓ અભૂતાર્થને અસત્યાર્થ છે. આહા..હા ! જુઓ! પાંત્રીસ નંબરનાં પેજમાં બીજી લીટીમાં છે...“નવસ્વભાવસ્થાનુભૂયમાનતાયામ ભૂતાર્થન” બીજી લીટીમાં છે ને? આત્માનો અનુભવ કરતાં તેઓ દેખાતા નથી – એટલે અભૂતાર્થ છે. તે આત્માપણે નથી. આત્મા તો એક જ હોય. આત્મા અનેકરૂપ છે જ નહીં. “પ્રતિપમ્ રુપ” આત્માને એકરૂપ દેખો. અનેકરૂપ ન દેખો. તે બધા સ્વાંગ છે.
નય બે પ્રકારે છે” – ઉપર પ્રમાણની વાત કરી કે યુગપદ – એકસાથે અનેક ધર્મોને ગ્રહણ કરે જાણે તેનું નામ પ્રમાણજ્ઞાન છે અને કોઈ એક ધર્મને ગ્રહણ કરે તેનું નામ નય છે. પ્રમાણની વ્યાખ્યામાં યુગપદ અનેક ધર્મોનો ગ્રાહક તે પ્રમાણજ્ઞાન કહેવાય, અને એક એક ધર્મને ગ્રહણ કરે તેનું નામ નય છે.
નય પણ બે પ્રકારે છે. એક એક અંશને ગ્રહણ કરે છે તે નય. પ્રમાણ એક સાથે બે અંશને ગ્રહણ કરે દ્રવ્ય ને-પર્યાયને. નયનો ધર્મ બે ને ન જાણે.તે એક ધર્મને જાણે. પ્રમાણજ્ઞાનના બે પ્રકાર પરોક્ષ અને પ્રત્યક્ષ “તેમ નયના બે પ્રકાર દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.”
આખી વસ્તુને પ્રમાણથી જુઓ તો વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે. તે દ્રવ્ય-પર્યાયને એક સાથે-યુગપદ જાણે તો એ પ્રમાણ જ્ઞાનની વ્યાખ્યા થઈ. હવે નયની વ્યાખ્યા શરૂ થઈ.
ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય.” અહીં અનુભવ એટલે જ્ઞાન કરાવે. “અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તે પર્યાયાર્થિક નય.” એક મુખ્ય થાય ત્યારે બીજું ગૌણ થાય. એ બન્ને નયો દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી (ભેદથી, દમથી) અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે;
આહાહા! બેન! જુઓ આ કોહીનૂરનો હીરો આવ્યો. તે બન્ને નયો-દ્રવ્યનો ને પર્યાયનો; પર્યાયથી એટલે ભેદથી-ક્રમથી કે આને દ્રવ્ય કહેવાય અને પર્યાય કહેવાય-તેમ ક્રમે ક્રમે અનુભવ કરતાં તો તે ભૂતાર્થ છે, બન્ને નય સત્યાર્થ છે.
હવે “અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહીં આલિંગીત કરાયેલા એવાં શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.” એ ક્રમ નીકળી ગયો. હવે શુદ્ધાત્માનો અનુભવ કરતાં એને જે મુખ્ય ગૌણ કરવાનો વિકલ્પ ઊઠતો હતો તે છૂટી ગયો અને એક સાથે નયપૂર્વક પ્રમાણજ્ઞાન થઈ ગયું. એક સાથે બધુ જાણવામાં આવી ગયું. ક્રમે જાણે છે ત્યાં સુધી વિકલ્પ છે, પણ.... જીવમાત્રવસ્તુનો જ્યાં અનુભવ કરવામાં આવ્યો. સામાન્ય ઉપર દષ્ટિ ગઈ ત્યારે સામાન્ય વિશેષને મુખ્ય-ગૌણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com