________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૪૬
પ્રવચન નં. ૧૩ એટલે કે આત્માના સ્વભાવમાં ન હોવારૂપ છે – અવિદ્યમાન છે.
એક જ વાત છે બેન ! વિશેષનું જ્ઞાન કરાવતા આવે છે અને વિશેષનો નિષેધ કરાવતા આવે છે. આલંબન તો એકલા સામાન્યનું છે, સાથે વિશેષનું જ્ઞાન શું કામ કરાવીએ છીએ..ખબર છે? નિષેધ કરવા માટે.
આ બધું સમયસારમાં લખેલું છે. ભેદથી જુઓ તો આ બધુ ભૂતાર્થને સત્યાર્થ છે. વ્યવહાર સ્થાપ્યો પણ તેનો નિષેધ કરવા માટે એકલા જીવ સ્વભાવના એકાકાર સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ ને અસત્યાર્થ છે-જૂઠા છે. વ્યવહાર શા માટે મૂકે છે? નિષેધ માટે. બહુ માલ ભર્યો છે. શ્રદ્ધાના વિષયમાં કોઇ પરિણામ છે જ નહીં. શ્રદ્ધાનું શ્રદ્ધેય આ પાંચ પર્યાયથી રહિત છે.
આહાહા..! શ્રદ્ધાનો (વિષય) શ્રદ્ધય છે તેમાં કુમતિ આદિ ભેદ તો કાઢી નાખ્યા, કેમકે એ તો જ્ઞાન જ નથી. કુમતિ, કુશ્રુત, કુઅવધિ એ તો જ્ઞાન જ નથી. અમે એને જ્ઞાન જ કહેતા નથી. માટે પરોક્ષ અને પ્રત્યક્ષમાં તે આવતું નથી. અહીં પરોક્ષમાંથી પણ આ ત્રણેને કાઢી નાખ્યા. જ્ઞાનના એટલે સમ્યકજ્ઞાનના પાંચ ભેદ હોય, આઠ ભેદ ન હોય.
આહા! સમ્યકજ્ઞાનના જે પાંચ ભેદ છે તેનો આત્મામાં અભાવ છે. કેવળજ્ઞાનનો આત્મામાં અભાવ છે – આ જ્ઞાનનો ઉપદેશ છે. જ્ઞાનીનો જન્મ સામાન્ય પડખું બતાવવા માટે હોય છે. અને વિશેષોને જણાવે તો તેના નિષેધ માટે. કદાચિત વિશેષ જણાવે..જણાવતા જાય ખરા. અજ્ઞાનીને જ્ઞાનીના પ્રતિપાદનમાં પૂર્વ પશ્ચિમ જેટલો મોટો ફેર છે.
આત્માને જાણવાના ઉપાયો આત્માનો અનુભવ કરતાં એ ઉપાયો દેખાતો નથી. સ્વરૂપમાં એવું છે નહીં. સ્વરૂપમાં પરિણામ જ નથી ને! પ્રમાણની પર્યાય, નયની પર્યાય કે નિક્ષેપની પર્યાય દેખાતી નથી. કેમકે તેની ઉત્પત્તિ શેયના સંબંધથી થાય છે. જ્ઞાયકના સંબંધથી આવી ઉત્પત્તિ થતી જ નથી એમ કહેવા માગે છે. ઉપર કહ્યું ને! શેયને વચનના ભેદથી આ પ્રકાર પડે છે.
જ્યારે દસ નંબરનો કળશ આવશે ને...ત્યારે તેમાં પણ આ લખશે. દ્રવ્યકર્મ, ભાવકર્મ, નોકર્મ તેમાં જે આત્મબુદ્ધિ તે સંકલ્પ છે અને જ્ઞયના સંબંધથી જ્ઞાનમાં જે ભેદ દેખાય તે વિકલ્પ છે. સંકલ્પ – વિકલ્પની વ્યાખ્યા તે પંચાધ્યાયના આધારે આવશે.
આખી જિંદગી એક સમયસાર બસ છે. વારંવાર વારંવાર...જ્યાં સુધી જીવો ત્યાં સુધી અથવા મોક્ષ ન થાય ત્યાં સુધી (તેનું અધ્યયન કરવું.) સમયસારમાં ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આહા ! જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદો, પાંચ પર્યાયના ભેદો, અભેદ સામાન્યમાં છે નહીં-એ દષ્ટિનો વિષય છે. તે ઉપાદેય તત્ત્વ છે, તે ગાહ્ય છે.
હું કહેતો કે – વ્યવહારનું પ્રતિપાદન કરે છે પણ નિષેધ માટે, પણ આ તો ઠેકઠેકાણે એજ આવે છે. વ્યવહારની વાત કરી, હું! ફટ નિષેધ કરી નાખે. જણાવે બધું..આ પર્યાયો છે તે નિષેધ કરવા માટે છે. આત્મામાં નથી તેનો નિષેધ શા માટે કરાવ્યો? કે જીવ તેને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com