________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૫ લક્ષવાળું જે જ્ઞાન થાય છે તે આત્માના લક્ષવાળુ નહીં- તે શેયના સંબંધવાળુ જે જ્ઞાન છે. વચનના ભેદોથી પ્રમાણ આદિરૂપ અનેક ભેદરૂપ થાય છે–એટલે કે સવિકલ્પ પ્રમાણ, સવિકલ્પ નય, અને સવિકલ્પ નિક્ષેપ તે માનસિક જ્ઞાન છે – તે અતીન્દ્રિયજ્ઞાન નથી આ અનુભવ પહેલાની વાત છે. તત્ત્વાર્થસૂત્ર વગેરે શાસ્ત્રો વાંચીને આત્માના અધિગમના ઉપાયોનો વિચાર
તેમાં પહેલાં પ્રમાણ બે પ્રકારે છે - પરોક્ષ અને પ્રત્યક્ષ. આ સમ્યક પ્રમાણ નથી હજુ. હવે તેની વ્યાખ્યા કરે છે. “ઉપાત્ત અને અનુપાત્ત પર (પદાર્થો) દ્વારા પ્રવર્તે છે તે પરોક્ષ છે.” ઉપાત્તનો અર્થ મેળવેલા. (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત પર પદાર્થો છે.) અનુપાત્તનો અર્થ- અણમેળવેલા. (પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત પર પદાર્થો છે.) બન્ને પર પદાર્થ છેપરોક્ષ અને પ્રત્યક્ષ. એમાં પહેલાં પરોક્ષની વાત કરે છે. જુઓ ! “પર પદાર્થ દ્વારા ' એટલે પર પદાર્થના સંબંધથી પ્રવર્તે છે તે પરોક્ષ છે.
હવે પ્રત્યક્ષની વ્યાખ્યા કરે છે – “અને કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે છે તે પ્રત્યક્ષ છે.” આ છે તેના મૂળ મુદ્દા પરોક્ષ અને પ્રત્યક્ષ કહી દીધા. કેવળ આત્માથી જ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે. મતિ-શ્રુત પરોક્ષ છે. અવધિ, મન: પર્યય અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે. સકલ અને વિકલ એ પછીના ભેદો છે. આત્મા સીધો આત્માથી જાણે એમ; તેને બહારનું મનનું, પ્રકાશનું કે ઉપદેશનું અવલંબન ન હોય. જે સીધો આત્માની સન્મુખ થઇને જાણે તેનું નામ પ્રત્યક્ષ જ્ઞાન છે. અને જેમાં પર પદાર્થોનું અવલંબન હોય, લક્ષ હોય અને જે જ્ઞાનની પ્રવૃત્તિ થાય તેને પરોક્ષ કહેવાય. આટલી વાત કર્યા પછી પંડિતજી કૉસ કરે છે. આ વાત તેઓ ઉપરથી કરે છે, સંસ્કૃતમાં નથી.
(પ્રમાણજ્ઞાન છે, તે જ્ઞાન પાંચ પ્રકારનું છે - મતિ, શ્રુત, અવધિ, મન: પર્યયને કેવળ. તેમાં મતિ અને શ્રત એ બે જ્ઞાન પરોક્ષ છે, અવધિ અને મન:પર્યય તે બે વિકલ - પ્રત્યક્ષ છે. અને કેવળજ્ઞાન સકલ પ્રત્યક્ષ છે. તેથી એ બે પ્રકારના પ્રમાણ છે.)
પરોક્ષ પ્રમાણ અને પ્રત્યક્ષ પ્રમાણ આવા જ્ઞાનો પ્રગટ થાય છે. એમ અનુભવ થતાં આવા જ્ઞાનો પ્રગટ થાય છે જીવને એમ. “તે બન્ને પ્રમાતા, પ્રમાણ અને પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે;” પ્રમાતા એટલે જ્ઞાતા, પ્રમાણ એટલે જ્ઞાન અને પ્રમેય એટલે જ્ઞય. જ્ઞાતા, જ્ઞાન, ને જ્ઞયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે. આવા ત્રણ ભેદ પડે છે સત્યાર્થ પણ છે.
“અને જેમાં સર્વ ભેદો ગૌણ થઇ ગયા છે. આ બધા જે પ્રત્યક્ષ અને પરોક્ષના ભેદો છે તે ગૌણ થઇ ગયા છે. “એવાં એક જીવના સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.” આત્માના સ્વભાવમાં છે તેમ દેખાતું નથી. પરોક્ષ અને પ્રત્યક્ષ તે બે પ્રકારના જ્ઞાન અથવા પર્યાયના પાંચ ભેદ. એ પર્યાયોને ભેદથી જુઓ તો તે સત્યાર્થને ભૂતાર્થ છે પરંતુ એકાકાર જીવના સ્વભાવની સમીપે જઇને અનુભવ કરતાં આ ભેદો અભૂતાર્થ છે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com