________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
પ્રવચન નં. ૧૩ અનંતકાળથી અજ્ઞાની જે જાણે તેનો ઉપદેશ હોય નહીં. ઘીનો ઘડો તો તેને પરિચિત છે તેથી તેનો ઉપદેશ ન હોય ઘડો માટીમય છે અને ધીમય નથી તેવો ઉપદેશ હોય.
ભાવાર્થ: - “આ આત્મા સર્વ અવસ્થાઓમાં વિધિવિધરૂપે દેખાતો હતો” પર્યાય વિધ-વિધરૂપે દેખાતી નહોતી પરંતુ આત્મા અનેકરૂપ દેખાતો હતો તે મિથ્યાત્વ છે. પર્યાય અનેકરૂપ દેખાય અને આત્મા એકરૂપ દેખાય તે તો પ્રમાણજ્ઞાન સાચું જ્ઞાન થઇ ગયું. એ જ્ઞાન તો અનુભવ પછી થાય.
આ હાહા! મિથ્યાદષ્ટિને શું હતું? આત્મા જ અનેકરૂપ દેખાતો હતો બેન! આત્મા મનુષ્ય, આત્મા તિર્યંચ, આત્મા એકેન્દ્રિય, આત્મા બે ઇન્દ્રિય, આત્મા રાગી, આત્મા દ્વષી, આત્મા લોભી એવું વસ્તુનું સ્વરૂપ જ નથી.
તેને શુદ્ધનયે એક ચૈતન્ય ચમત્કાર માત્ર દેખાડયો છે; તેથી હવે સદા એકાકાર જઅનુભવ કરો. આદેશ છે હો ! પર્યાય બુદ્ધિનું એકાંત ન રાખો - એમ શ્રી ગુરુનો ઉપદેશ
છે. ”
ટીકા: - “હવે, જેમ નવ તત્વોમાં એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો,” જુઓ! નવતત્ત્વોને જાણવાનું ભૂતાર્થ કહ્યું નહીં. નવતત્ત્વોમાં એક જીવને જ, દ્રવ્ય-પર્યાય બે ને નહીં. એક જીવને જ જાણવો ભૂતાર્થ કહ્યો. “તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે.”
શુદ્ધાત્મા તો એક જ છે પણ તેને જાણવાના સાધનો અધિગમ એટલે જાણવાના ઉપાય, આત્માના અનુભવનો ઉપાય નથી લખ્યો. આમાં સમજાણું? કાંઇ ખ્યાલ આવ્યો? આત્માના અનુભવનો ઉપાય નથી લખ્યો, જાણવાનો ઉપાય..કે જેથી કરીને બધી વિપરીતતા ટળી જાય. તેના જ્ઞાનમાં આત્માનું સ્વરૂપ સ્પષ્ટ આવે તેમ.
આ ઉપાયો ત્રણ પ્રકારના છે. પ્રમાણ, નય ને નિક્ષેપ છે. ઉપાયના ત્રણ પ્રકાર છે. પ્રમાણથી આત્માનું સ્વરૂપ જાણવું, નયથી જાણવું અને નિક્ષેપથી પણ જાણવું. આત્મા એક છે એના અધિગમના એટલે જાણવાના ઉપાયો ત્રણ છે- પ્રમાણ, નય ને નિક્ષેપ.
તેઓ પણ નિશ્ચયથી અભુતાર્થ છે. તેમાં પણ આત્મા એક જ ભૂતાર્થ છે.” ત્રણ પ્રકારના પરિણામો એટલે પ્રમાણ જ્ઞાનની પર્યાય, નયજ્ઞાનની પર્યાય, અને નિક્ષેપની પર્યાય એ ત્રણેય જ્ઞાનના પ્રકારો ભેદો છે. અનુભવના કાળે તે ત્રણેય અભૂતાર્થ છે.
આ પ્રમાણજ્ઞાનનો વિષય છે, આ નયનો વિષય છે, અને આ નિક્ષેપ એ બધા વિકલ્પો સમાઇ જાય છે. “જ્ઞાયક નય સે પાર' તેમાં આ ત્રણેય આવી જાય છે. પ્રમાણ, નય અને નિક્ષેપને અભૂતાર્થ કહેવાનું કારણ શું છે? એ વાત પંડિતજી કૌંસમાં કહે છે. પ્રમાણ, નય, નિક્ષેપની ઉત્પત્તિ કેમ થઇ? પ્રમાણનો જન્મ કેવી રીતે થાય છે? નયનો જન્મ કેમ થાય છે? નિક્ષેપ કેમ (દેખાય છે, તેનો ખુલાસો કરે છે.
(કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે.)” શેયના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com