________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૧૪૩ છે વસ્તુ એકની એક રહે છે. અત્યારે શાસ્ત્ર વાંચતા એવો વિચાર આવ્યો કે જ્ઞાનીઓ સામાન્યનો ઉપદેશ આપે છે. જે ચીજનું એને ભાન નથી તેનું ભાન કરાવે છે. વિશેષનું જ્ઞાનને શ્રદ્ધાન તો તેને અનંતકાળથી વર્તે છે.
દેવ-ગુરુ-શાસ્ત્રનું (જ્ઞાન) આને દેવ કહેવાય, આને ગુરુ કહેવાય, આને શાસ્ત્ર કહેવાય તે ઉપદેશ જ નથી. કેમકે તે અપૂર્વ લબ્ધિ નથી. દેવ, ગુરુ, શાસ્ત્રનું જ્ઞાન શ્રદ્ધાન, નવ તત્ત્વનું શ્રદ્ધાન ને જ્ઞાન તેમજ કષાયની મંદતાનું આચરણ તે તો અનંતવાર કરી ચૂકયો છે. તેને એક શુદ્ધાત્માનો ઉપદેશ મળ્યો નથી. તેમજ તેને કહેનારા ય મળ્યા નહીં. અને કદાચિત્ કહેનારા મળ્યા તો તેના ઉપર તેનું ધ્યાન ખેંચાણું નહીં. આહા..હા! અમે તને જુદો દેખાડયો હથેળીમાં આત્મા હવે તો તેને દેખ. ઉપદેશની–આ જ પદ્ધતિ છે, બીજી કોઈ પદ્ધતિ નથી.
જ્ઞાનીનો ઉપદેશ આ જ છે. તેનાં ઉપદેશની પદ્ધતિ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે – કાં તો સમ્યક્દષ્ટિ છે અને કાં તો પાત્ર જીવ છે. સાક્ષાત સમ્યફદષ્ટિ થઈ ગયો હોય તે તો શુદ્ધાત્માનો ઉપદેશ આપે જ..પણ જે પાત્ર જીવ હોય, જેને શુદ્ધાત્માની રુચિ થઈ છે –જે નિકટભવી છે એ પણ શુદ્ધાત્માનો જ ઉપદેશ આપે છે. (શ્રોતા ) એને ખબર છે કે શુદ્ધાત્મામાં જ હિત છે. જેમાં મારું હિત છે તેમાં જ બીજાનું હિત છે. જેમાં પોતાનું હિત લાગતું હોય તેને જ ઘૂંટેને? અને એની વાણીમાં એ જ આવે ને..બીજું શું આવે? જેને દષ્ટિમાં આવ્યો હોય તે જ આત્માની વાત કરે..તે બીજું શું કરે ? બીજા ઉપદેશ દેવા જેવો નથી.
જયચંદજી પંડિત બસો વર્ષ પહેલાં અગિયારમી ગાથામાં લખે છે – શુદ્ધનયનો ઉપદેશ વિરલ છે-શુદ્ધાત્માનો ઉપદેશ વિરલ છે. વિરલ એટલે ક્યાંક ક્યાંક..કોઇ કોઇ જગ્યાએ છે. કોઈક જ પુરુષ આત્માની વાત કરે છે, બાકી તો પરસ્પર આચાર્યપણું કરે છે–જીવ આવો છે...જીવ આવો છે, નિમિત્ત-નૈમિત્તિક સંબંધ થાય તો જૂનાં કર્મની નિર્જરા થાય છે અને નવાં કર્મનો બંધ થાય છે. હવે જૂનાંની નિર્જરાએ થતી નથી અને નવાંનો બંધ થતો નથી, જરાક જો તો ખરો ! તે પરની સાથેના સંબંધવાળો (જીવન) જુએ છે. શુદ્ધનયનો ઉપદેશ વિરલ ક્યાંક ક્યાંક છે..તેનું ફળ મોક્ષ જાણી શ્રી ગુરુએ મુખ્યપણે શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો છે.
આજે દેવેન્દ્રકુમાર શાસ્ત્રીને મારા ઉપર એક પોસ્ટકાર્ડ આવ્યું છે. તેઓ ગામડામાં રહે છે અને સંપાદન કરે છે. લેખ બહુ સારો આવ્યો છે. (100) સો વર્ષથી સમયસાર છૂપાઈ ગયું તું આ પુરુષથી (ગુરુદેવથી) માંડ બહાર આવ્યું છે. તેમનો ઉપકાર માનવાને બદલે તેમનું તમે અપમાન કરો છો. અત્યારે સાધુ સમાજમાં જે સમયસાર વંચાય છે તે એમને કારણે વંચાય છે. નહીંતર સમયસારને કોઇ જાણતું ન હતું. એક પુરુષ પાકયો દિગમ્બર શાસ્ત્રો બહાર આવી ગયા. નહીંતર સમાજમાં શ્રાવક ચાર, તત્ત્વાર્થસૂત્ર, છઢાળા, મોક્ષમાર્ગ પ્રકાશક વગેરે ચાલતું 'તું. સમયસાર, પ્રવચનસાર, નિયમસારના નામે જાણતા ન હતા. સમયસાર બહાર આવ્યું તો શુદ્ધાત્મા બહાર આવ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com