________________
૧૪૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં. ૧૩ આત્મજ્યોતિ, હવે દષ્ટાંત દ્વારા સમજાવે છે. “જેમ વર્ગોના સમુહમાં” જ્યારે સુવર્ણને તપાવે ત્યારે ઘણાં પ્રકારના રાતા, પીળા વર્ગો થાય છે. “એ વર્ણોના સમુહમાં છૂપાયેલ એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ,” સોનાને જ્યારે તપાવે છે ત્યારે અનેક પ્રકારના રંગ-બેરંગ ઊઠે છે. એ રાતા..પળામાં સોનું એકરૂપ રહેલું છે. વર્ષો અનેક પ્રકારના છે પણ સોનું એકરૂપ રહેલું છે.
જેમ વર્ગોના સમુહમાં છુપાયેલું સુવર્ણ તેમ પર્યાયમાં છૂપાયેલ (આત્મજ્યોતિ). છૂપાયેલ કેમ કહ્યું? કે અનેક ઉપર નજર હતી ત્યારે એક દેખાતું ન હતું. સોનું અનેક પ્રકારના વર્ણાદિની મધ્યમાં રહેલું છે. દ્રવ્ય પર્યાયોની મધ્યમાં રહેલું છે. તેમાં (વર્ણોમાં) છૂપાયેલા એકાકાર સુવર્ણને બહાર કાઢે તેમ. પર્યાય અનેકાકાર હતી દ્રવ્ય એકાકાર એકરૂપ છે.
શુદ્ધનયથી બહાર કાઢી પ્રગટ કરવામાં આવી છે” જુઓ! વ્યવહારનયથી આત્માના દર્શન થતા જ નથી. નિશ્ચયનયથી જ આત્માના દર્શન થાય છે–એ નિયમ છે. પ્રગટ કરવામાં આવી છે એટલે કે-હવે અમે તમને હથેળીમાં શુદ્ધાત્મા દેખાડીએ છીએ-તેમ કહે છે. અત્યાર સુધી પર્યાયને જ આત્મા માનીને તે પર્યાય દષ્ટિ હતો. નવ તત્ત્વોનું જ્ઞાન થયું એટલે તમને ભ્રમ થઈ ગયો કે તમને સમ્યકદર્શન થઈ ગયું. શાસ્ત્રનું જ્ઞાન પ્રગટ થયું એટલે તમને ભ્રમ થઈ ગયો કે તેમને જ્ઞાન પ્રગટ થઇ ગયું છે. અને તે વખતે થોડી કષાયની મંદતા હોય તો માન્યું કે ચારિત્ર પ્રગટ થઈ ગયું છે. નવતત્ત્વ જેમ છે તેમ શ્રદ્ધામાં આવ્યા, શાસ્ત્રનું જ્ઞાન થયું, કષાયની મંદતા તો એ વખતે હોય; (તેથી તેને એમ થયું કે ) શ્રદ્ધા-જ્ઞાનને-ચારિત્ર પ્રગટ થઇ ગયું ખોટી વાત છે એ સમ્યફદર્શન-જ્ઞાન ચારિત્ર છે જ નહીં.
માટે હે ભવ્ય જીવો!” હે લાયક-પાત્ર જીવો ! “ભવ્ય જીવો' બહુવચન છે ને? ભવ્ય જીવો એવી સંધિ છે. જ્ઞાની એમ કહે છે કે હે ભવ્ય જીવ તું સાંભળ! (પાત્ર જીવની ) હોનહાર સારી હોય, નહીંતર જ્ઞાનનો ઉદય જ ન થાય.
હે ભવ્ય જીવો! હંમેશાં આને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક ભાવોથી ભિન્ન, એકરૂપ દેખો.” “હંમેશાં” એટલે ત્રણેકાળ, “આને” એટલે શુદ્ધાત્માને અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક (લખ્યું છે) આત્માથી (નૈમિત્તિક ભાવો) થતા નથી. એ નૈમિત્તિક ભાવોનું કારણ નિમિત્ત છે – નૈમિત્તિકનું કારણ આત્મા નથી. અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતાં અનેક નૈમિત્તિક ભાવોથી ભિન્ન એકરૂપ દેખો. આમ આદેશ આપે છે. દેખો...તમને દેખાશે. હે ભવ્ય આત્મા ! શુદ્ધનય વડે અમે તમને શુદ્ધાત્માને હથેળીમાં દેખાડીએ છીએ..તમે તેને એકરૂપ દેખો. નૈમિત્તિક ભાવોથી ભિન્ન રહિત, એકરૂપ દેખો.
આ (જ્યોતિ) પદે પદે અર્થાત્ પર્યાયે પર્યાયે એકરૂપ ચિન્ચમત્કારમાત્ર ઉદ્યોતમાન છે. પ્રત્યેક પર્યાયે.પર્યાય એટલે ઉત્પાદ્વ્ય યમાં ધ્રુવ દેખાય છે. ઉદ્યોતમાન છે એટલે પ્રગટ છે.
સમયસાર તો ભેદજ્ઞાનથી ભરેલું છે. ગાથાએ ગાથાએ કળશે કળશે ભેદજ્ઞાન છે. સામાન્ય તત્ત્વમાં વિશેષનો અભાવ છે એટલે વિશેષથી રહિત સામાન્ય છે. શબ્દો-ફેરવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com