________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૪૧
( શ્રોતા (૫૨ની સાથે ) નિમિત્ત-નૈમિત્તિક છૂટયો તો અંદરમાં જ્ઞાતા જ્ઞેય પ્રગટ થયું. નિશ્ચય જ્ઞાતા જ્ઞેય થયું તો (કર્મની) સાથે વ્યવહાર જ્ઞાતા જ્ઞેય થઈ ગયું.) હવે સંસારનો અભાવ થઈ ગયો. જેને ભગવાન દેખાય તેને સંસાર દેખાય જ નહીં.
પરિણામથી ભિન્ન આત્માને જોવો તે એક જ ચાવી છે બીજી કોઈ ચાવી છે નહીં. પરિણામથી ભિન્ન આત્માને જુઓ તો નિમિત્ત-નૈમિત્તિક છે જ નહીં. દ્દષ્ટિ અંદરમાં આવી, તે જ્ઞાયક ને જુએ છે તો, નિમિત્ત નૈમિત્તિક પર્યાયની સાથે પણ નથી. (જ્યાં સુધી ) બહિર્મુખ છે ત્યાં સુધી છે. સ્વમાં ગયો તો પર્યાયની સાથે પણ નિમિત્ત-નૈમિત્તિકપણું છૂટી ગયું. અને પર્યાયની સાથે અંદરમાં જ્ઞાતા જ્ઞેયનું અભેદપણું થયું. તો વ્યવહારે જ્ઞાતા જ્ઞેય પરની સાથે રહ્યું બસ...એ પણ પર્યાયમાં. પર્યાયમાં હો તો હો ! મને કોઈ કહેશો નહીં. મને તેમાં ભેળવતા નહીં.
હું તો નિષ્ક્રિય છું. મારામાં ક્રિયાનો જ અભાવ છે. હું પર્યાયનો વિષય બનું છું. પર્યાય મને વિષય બનાવે છે એટલે પર્યાયનો વિષય બનું છું. તેમ કહેવું પડે છે, બાકી હું તો જે છું તે છું.
આત્મા આંધળો છે, તેમાં જાણવાની ક્રિયાનો અભાવ છે. દ્રવ્યમાં રાગનો તો અભાવ પણ જાણવા દેખવાની ક્રિયાનો પણ અભાવ છે. નિષ્ક્રિય કોને કહેવાય? તમે જો ક્રિયાને સ્થાપો ( આત્મામાં ) તો પછી નિષ્ક્રિય ક્યાં રહ્યો ? તો તમે જ્ઞાનની પર્યાયથી સહિત આત્મા લીધો.
પર્યાયમાત્રથી ભિન્ન છે. કેવળજ્ઞાનથી ભિન્ન છે. મતિ-શ્રુતજ્ઞાનની પર્યાય તેમાં નથી. ઉપયોગથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાયનો આત્મામાં અભાવ છે.
પ્રવચન નં - ૧૩
સમયસાર કળશ-૮ તા. ૨૪-૭-૮૯
"
‘વિરમિતિ ’ એટલે ઘણાં કાળથી, “ આ રીતે નવતત્ત્વોમાં ઘણાં કાળથી છુપાયેલી ” (આત્મ જ્યોતિ ) તિરોભૂત થઈ ગઈ છે. છૂપાયેલી છે તેનો અર્થ એ કે તેનો, અભાવ થયો નથી. વિશેષના સદ્દભાવમાં સામાન્ય અંદરમાં રહેલું છે આવે છે ને...સામાન્ય વિના વિશેષ નહીં અને વિશેષ વિના સામાન્ય નહીં. કહે છે કે-જે વિશેષ છે પર્યાયો તેની અંદર જ શુદ્ધાત્મા છૂપાયેલો છે–રહેલો છે. (વિશેષોની ) બહાર નથી...એમાને એમાં શોધ એમ કહે છે. અશુદ્ધ સુર્વણમાં સોનું છે–એમ કહે છે.
(નવતત્ત્વોમાં ) છૂપાયેલી આત્મજ્યોતિ છે-એટલે જ્ઞાયકભાવ છે ખરો. ઉત્પાદવ્યયની મધ્યમાં શાયકભાવ તો બિરાજમાન છે, તેનો અભાવ થયો નથી. છૂપાયેલી છે એટલે એનું અસ્તિત્વ છે, હૈયાતિ તો છે પણ તેને દેખાતું નથી. તેની દૃષ્ટિમાં દ્રવ્ય આવતું નથી એમ. પર્યાયની રુચિ થઈ છે એટલે દ્રવ્યની રુચિ થતી નથી. પર્યાયની રુચિ તે મિથ્યાત્વ છે.
66
“ આ રીતે આ નવતત્ત્વોમાં ઘણાં કાળથી છૂપાયેલી આ આત્મજ્યોતિને, ” વિધમાન છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com