________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૪૦
પ્રવચન નં. ૧૨
પરની સાથે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ સમયવર્તી અને સ્વની સાથે ત્રિકાળવર્તી થઈ જાય. ( શ્રોતા વાહ! પોતાની સાથે ત્રિકાળવર્તી –૫૨ સાથે સમયવર્તી જ્ઞાતાજ્ઞેયનો સંબંધ
છે. )
પરની સાથે નિમિત્ત-નૈમિત્તિક પણ સમયવર્તી અને જ્ઞાતાશેય પણ સમયવર્તી છે. આહા! મારી સાથે ત્રિકાળવર્તી છે જે કદી છૂટે નહીં. જ્ઞાન જ્ઞાયકને તન્મય થઈને જાણ્યા જ કરે છે. (શ્રોતા અમૃત વરસે છે.) હવે આખો આત્મા છૂટો ને જુદી પડી ગયો. અરે જુદો જ છે.
આ વિચાર આના ઉપરથી આવ્યો કે “ અન્ય દ્રવ્યોથી તથા તેમનાથી થતા નૈમિત્તિક”, નૈમિત્તિક આત્માથી થતું નથી. નૈમિત્તિકથી આત્મા જુદો છે તેને તું એકરૂપ દેખ. અમૃતચંદ્ર આચાર્ય દેવના પેટમાં-અંદર જઈએ ત્યારે તેનું રહસ્ય ખ્યાલમાં આવે કે આપ શું કહેવા માગો છો !
આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ જૂનાં કે નવાંની સાથે નથી. નોકર્મની સાથેની તો વાત જ આખી અલગ છે. નોકર્મ તો ભિન્ન વસ્તુ છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કેઆત્માને નોકર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ નિયમરૂપ નથી. કેમકે વિગ્રહગતિમાં નોકર્મ નથી તે ન્યાય આપ્યો. એ...નિમિત્ત નૈમિત્તિક સંબંધ જે છે તે મારી સાથે નથી હોં! મને રહેવા દેજો ! હું તો જુદો જ છું. હું જ્ઞાનમય જ્ઞાયક છું. જ્ઞાનમય આત્મા કાંઈ કર્મમાં જોડાય ?! તે નવાંકર્મ બંધમાં નિમિત્ત થાય? ત્રણકાળમાં બને નહીં. (શ્રોતા – નિમિત્ત-નૈમિત્તિક સંબંધ સમયવર્તી છે.) મારી સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ એક સમય પૂરતોય નથી. એક સમય થાય તો સૌ (કાયમ ) સમય પૂરતો થઈ જાય. તો પછી કોઈ દિવસ કોઈને સમ્યક્દર્શન થાય જ નહીં. ઝીણી વાત છે.
(શ્રોતા – દેવલાલીમાં આપે કહ્યું હતું કે-પર્યાયની સાથે પણ કદાચિત્ છે કચિત્ નથી.) કદાચિત્ છે એટલે સમયવર્તી છે. સમયસાર ૧૦૦ ગાથામાં એમ લખ્યું છે– “ અનિત્ય યોગ અને ઉપયોગ ” ‘અનિત્ય’ શબ્દ વાપર્યો છે. એટલે કે એક સમયવર્તી છે. અને સમયવર્તી જે થાય છે તેને પોતાનું સ્વરૂપ માને છે–તો અજ્ઞાન. હું નિમિત્ત નથી તેમ માને છે તો સમયવર્તી નિમિત્ત નૈમિત્તિક છૂટી જાય છે અને જ્ઞાતા-શેયનો સંબંધ શરૂ થઈ જાય છે. કર્મની સાથે નિમિત્ત નૈમિત્તિકને બદલે જ્ઞાતાશેયનો વ્યવહાર ઉભો થયો.
અનુભવના કાળે અહીંયા (અંદરમાં ) નિશ્ચયજ્ઞાતા જ્ઞેય થઈ ગયો. હવે કર્મની સાથે નિમિત્ત-નૈમિત્તિક છે? કહે-ના, તો હવે શું થયું? હવે (કર્મની સાથે ) જ્ઞાતા જ્ઞેયનો વ્યવહાર ઉભો થયો. ( કર્મ ) હવે નિમિત્ત ક્યાં રહ્યું, તે તો જ્ઞેય થઈ ગયું. (સાધકને ) જૂનાંકર્મનો ઉદય હવે શેય છે પણ નિમિત્ત નથી. કારણ કે અહીં હવે નૈમિત્તિકનો અભાવ છે. અજ્ઞાનનો અભાવ એટલે નૈમિત્તિકનો અભાવ. અજ્ઞાનીને જ નિમિત્ત નૈમિત્તિક કહેવાય. અહીંયા અસ્થિરતાના રાગની, વાત નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com