________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૧૩૯ મારે પરની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય નહીં. કેમકે હું પૂર્ણ પરમાત્મા છું. પરમાત્મા (પરિણામમાં) નિમિત્તેય ન થાય અને બીજાનું નિમિત્તેય બને નહીં. પોતે બીજાનું નિમિત્ત ન થાય. પોતા માટે પર નિમિત્ત નહીં અને બીજા માટે સ્વ નિમિત્ત નહીં. સ્વભાવમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો જ અભાવ છે.
જ્ઞાયકભાવ જે સામાન્ય અપરિણામી છે તે પરિણમતો જ નથી, તો પછી તે નિમિત્ત ક્યાંથી થાય? પરિણમે તો નિમિત્ત થાય; પરંતુ અપરિણામી છે તે નિમિત્ત થાય? અને પરિણામ નિમિત્ત છે તે પણ એક સમય પૂરતા છે બીજા સમયે છૂટી જાય છે ને સંસારનો અભાવ થાય છે.
શું કહ્યું? નિમિત્ત નૈમિત્તિક સમયવર્તી છે, ત્રિકાળવર્તી નથી. પર્યાયની સાથે પણ સમયવર્તી છે તેથી બાજી હાથમાં છે. હું નિમિત્ત નથી (એમ દષ્ટિમાં આવ્યું, ત્યાં પર્યાયની સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છૂટી ગયો. એક વખત છૂટ્યો તે છૂટી જ ગયો. અંદરમાં એક જ્ઞાનાનંદ જ્ઞાયક આત્મા દેખાણો. આ રીતે નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો (પરિણામમાં) અભાવ થાય છે.
અહીંયા (અંદરમાં) જ્ઞાતા-જ્ઞયનો નિશ્ચય ઉભો થયો તો (પર સાથે) હવે જ્ઞાતાશેયનો વ્યવહાર ઉભો થયો. પર સાથે નિમિત્ત-નૈમિત્તિક સંબંધ જ્યાં છૂટ્યો ત્યાં જ્ઞાન અંતરમુખ થયું અને અભેદ આત્માનું નિશ્ચયથી જ્ઞાન થયું. હવે પરની સાથે જ્ઞાતા શયનો વ્યવહાર ઉભો થાય છે. નિશ્ચયપૂર્વકનો વ્યવહાર ઉભો થયો.
જૂનાં કર્મ બંધાણા, તેનો ઉદય આવે, નવાં કર્મ બંધાય તે કર્મની સાથે કોઈ પણ કાળે ભગવાન આત્માને નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો નથી, અને થવાનો પણ નથી. અને જેની સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ થયો છે તે છૂટી જાય છે; કારણ કે પરિણામ સમયવર્તી છે. જો પર્યાય સમયવર્તી ન હોત તો પણ નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ન છૂટત.
શ્રદ્ધાની પર્યાયમાં વિપરીતતા આવી એટલે કે એક સમય પૂરતી દર્શનમોહમાં જોડાણી અને મિથ્યાત્વ થયું. હવે બીજા સમયે (ભેદજ્ઞાન કરે) અરે ! હું નિમિત્ત નથી, હું તો જ્ઞાયક છું, (તો પછી પરિણામમાં પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છૂટી ગયો.)
નિમિત્ત-નૈમિત્તિક સંબંધ ક્યાં સુધી હતો? આત્મા નિમિત્ત નથી છતાં આત્માને નિમિત્ત બનાવતો હતો. માનતો હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું. કોઈ પણ ક્રિયા થાય તેમાં હું નિમિત્ત નથી. પરને નિમિત્ત કહો તો કહો! પણ ભગવાન આત્મા નિમિત્ત નથી. જો આત્મા નિમિત્ત હોય તો શેયની સાથે એકતા થઈ જાય છે–તો આત્મા કર્તા બની જાય છે. જો કર્તા બની જાય તો આત્મા જડ થઈ જાય. આત્મા તો જ્ઞાતા છે.
આત્મામાં નિમિત્તપણાનો અભાવ છે. જૂનાં (કર્મ) માં તે જોડાતો નથી અને નવાં (કર્મ) માં નિમિત્ત થતો નથી તેવો સ્વભાવ બધાં આત્માનો છે. આવો આત્મા જેને દષ્ટિમાં આવે તેને અનુભવ થઈ જાય અને જે નિમિત્ત નૈમિત્તિક સંબંધ સમયવર્તી છે તે છૂટી જાય.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com