________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૨
પ્રવચન નં. ૧૪ વિશેષતા છે. તે એમ બતાવે છે કે સીમંધર ભગવાન પાસેથી આવીને આ શાસ્ત્ર લખ્યું લાગે છે. એક વખત પૂ. ગુરુદેવ ગૌહાટી ગયેલા, હું પણ ગયેલો ત્યારે શ્રી ફૂલચંદ્ર સિદ્ધાંત શાસ્ત્રીને પૂછયું હતું કે-પંડિતજી! શ્રી સમયસારની ૧૩ મી ગાથામાં ભૂતાર્થનયથી નવ તત્ત્વોને જાણતાં સમ્યક્દર્શન થાય છે એમ કહ્યું; વિકલ્પ થાય છે તેમ ન કહ્યું. નહીંતર પરંપરા એ છે કે-ભેદના લક્ષે વિકલ્પ થાય. પરંતુ આમાં ભેદનું લક્ષ નથી. ભેદનું યથાર્થ જ્ઞાન થતાં અભેદનું જ્ઞાન થઈ જાય છે. પછી શાસ્ત્રીજીએ કહ્યું-આવી ગાથા બીજા કોઈ શાસ્ત્રોમાં જોવામાં આવી નથી.
આહા...હા! ભેદને (પર્યાયને) પરાધીન જોતાં આત્મા દષ્ટિમાં આવતો નથી. મારાથી પર્યાય થાય છે તો પણ પર્યાયને પરાધીન માની, અને પરથી થાય છે તો પણ પર્યાયને પરાધીન માની. દેશનાલબ્ધિથી સમ્યક્દર્શન થાય છે તો પણ પર્યાયને પરાધીન માની. દેશના લબ્ધિથી સમ્યકદર્શન થાય છે તેમ છે નહીં. જિનવાણીથી સમ્યક્દર્શન-સમ્યકજ્ઞાન થાય છે તે બધા વ્યવહારના કથનો છે. એ બધાં સાપેક્ષ કથનો છે. સમજાવવા માટે વ્યવહાર સાપેક્ષ કથન હોય છે. પણ સમજવાના કાળે તું નિરપેક્ષ કથનને લક્ષમાં રાખજે. પર્યાય તેના પકારકથી, થવાયોગ્ય થાય છે, તેનો આ જગતમાં કોઈ કરનાર નથી. પરથી તો પરિણામ ન થાય પણ પોતાના આત્માથી પણ પરિણામ ન થાય. પરિણામ સ્વયંમેવ થાય છે.
પરિણામના બે પ્રકાર છે. રાગ અને વીતરાગભાવ. રાગ ને માટે એમ કહ્યું કે તે નિસર્ગજ થાય છે. પૂ. ગુરુદેવે કહ્યું કે રાગ અધ્ધરથી ઉત્પન્ન થાય છે. રાગને આત્માનો આધાર નથી. આત્મા અને રાગની વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. એક વસ્તુની બીજી વસ્તુ નથી–માટે પ્રદેશભેદ છે. આહા ! આત્માને આધારે રાગ ન થાય અને આત્મા તેનો કર્તા નથી. અજ્ઞાનીને ભાસે છે કે-હું રાગને કરું છું દ્રષ્ટિ પર્યાય ઉપર પડી છે પર્યાયમાં ક્રિયા થાય છે એ ક્રિયા જ્ઞાનની સ્વચ્છતામાં જણાય છે જાણવાના કાળે જાણનારને ભૂલીને હું કરું છું તેમ અજ્ઞાનીને કર્તા પ્રતિભાસે છે પણ કર્તા થતો નથી. અકર્તાપણું છોડીને કર્તા ન થાય. પર્યાયનો કર્તા પર્યાય છે તેમ જ્ઞાનમાં જણાય છે. પણ જો જ્ઞાયકને જાણે તો હું કરું છું તેમ ન જણાય, થવા યોગ્ય થાય છે તેમ જણાય છે. હું કરું છું પર્યાયને–તેવું મિથ્યાત્વનું લાકડું નીકળી જાય તેવી ગાથા છે.
રાગની પર્યાયને ન કરે એ તો ઠીક; પણ સમ્યકદર્શનની પર્યાયને તો આત્મા કરે કે નહીં ? પેલામાં તો રાગને કરે તો આત્મા દુઃખી થાય. તો હવે દ:ખી થવું નથી. હવેથી હું રાગને કરીશ નહીં. તો પછી અત્યાર સુધી રાગને કરતો હતો તે પણ ખોટું છે. અત્યાર સુધી રાગને કરતો ન હતો પણ માનતો હતો. સમજી ગયા! અત્યાર સુધી અજ્ઞાની જીવ પણ રાગને કરતો ન હતો-પણ હું રાગને કરું છું. તે માન્યતા અજ્ઞાન છે. અરે! ઉપશમ સમ્યક્દર્શન કે ક્ષાયિક સમ્યફદર્શન કર્મના અભાવથી થતું નથી તેમ આત્માથી પણ થતું નથી. તેના સ્વઅવસરે-સ્વકાળે “થવા યોગ્ય થાય છે; અને જાણનારો જણાય છે.' હવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com