________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
થવા યોગ્ય થાય છે તેમાં આવી જાને !
થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે' તેમ જાણતાં તેની દષ્ટિ પર્યાય ઉપર નહીં રહે. મારાથી પર્યાય થાય છે તો દષ્ટિ પર્યાય ઉપર રહે છે. અને ૫૨થી થાય છે તો દષ્ટિ ૫૨ ઉપર રહે. પણ બધું જ થવા યોગ્ય થાય છે. ચૌદગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાન સમ્યક્દર્શનની દશા થવા યોગ્ય થાય છે. ક્ષપકશ્રેણી થવા યોગ્ય થાય છે. ક્ષપકશ્રેણીને આત્મા કરતો નથી. અરિહંતદશા–કેવળજ્ઞાન થવાયોગ્ય થાય છે. થવા યોગ્ય થાય છે તો તેની દૃષ્ટિ અકર્તા જ્ઞાયક ઉપર આવતાં સમ્યક્દર્શન થઈ જાય છે.
૧૫૩
અહીં એક પણ પર્યાયને તું સાપેક્ષથી ન જો. પરસાપેક્ષથી ન જો અને સ્વસાપેક્ષથી ન જો. એટલે કે પર્યાય પરથી થાય છે તેમ ન જો, પર્યાય મારાથી થાય છે તેમ ન જો. થવા યોગ્ય થાય છે તેમ પર્યાયને નિરપેક્ષ પણે જોવે તો-કર્તબુદ્ધિ છૂટીને, અકર્તા જ્ઞાયકમાં દષ્ટિ આવી જાય છે. પર્યાય ક્રમબદ્ધ છે ને? તો ક્રમબદ્ધ પર્યાયને જાણતાં આત્મા અકર્તા થઈ જાય છે. પર્યાયને ક્રમબદ્ધ જાણે તો પર્યાય ઉપર નજર ન રહે–અને પર્યાયના લક્ષે ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન ન થાય. તેમ પર્યાય થવા યોગ્ય થાય છે તે પર્યાયના લક્ષે ન જણાય.
શું કહ્યું ? ફરીને-પહેલાં વિચારમાં આવે છે કે-પરિણામ થવા યોગ્ય થાય છે, હું કરું છું તેવી માન્યતા મારી ખોટી છે. આમ વિકલ્પ દશામાં પર્યાયના (સતપણાનો ) નિર્ણય કરે. પણ જ્યાં થવાયોગ્ય થાય છે તેમ સમ્યક્ પ્રકારે જાણવામાં આવે છે–ત્યારે દષ્ટિ દ્રવ્ય ઉપર આવીને સાક્ષાત અકર્તા થાય છે, ત્યારે સમ્યક્ પ્રકારે થવા યોગ્ય થાય છે તેમ જ્ઞાની તેને જાણે છે. મારાથી થાય છે તેમ જ્ઞાની જાણતાં નથી. આ સમ્યક્દર્શન મારા પુરુષાર્થથી થયું તેમ જાણતાં નથી. પર્યાયના પુરુષાર્થથી પર્યાય થાય છે. દ્રવ્યનો પુરુષાર્થ નિષ્ક્રિય છે, પર્યાયનો પુરુષાર્થ સક્રિય છે. પર્યાયનું વીર્ય પર્યાયમાં છે તેથી પર્યાયની રચના પર્યાય કરે છે. પર્યાયની રચના દ્રવ્યથી થતી નથી.
આ બધી ગાથાઓ તો પરમાત્મા થવાની છે. છઠ્ઠી ગાથા બહુ ઊંચી ગઈ, અગિયારમી ગાથા બહુ ઊંચી ગઈ. હવે આ તેરમી ગાથા ઊંચી આવે છે. આમ તો ચારસો પંદરે ગાથા ઊંચી છે. પણ આ ગાથાઓમાં કોહીનૂરના હીરા ભર્યા છે. અંદર માલ ભર્યો છે. ટીકામાં ટીકાકાર પોતે કહે છે-ગાથા આવશે ત્યારે વધારે ખુલશે અત્યારે તો ઉ૫૨થી વાત કરીએ છીએ. ‘થવા યોગ્ય થાય છે' તેમ કહે છે.
કહે-પર્યાયને નિરપેક્ષ જો!! તો અજ્ઞાની પ્રાણી કહે-પર્યાય કોઈ દિવસ નિરપેક્ષ ન હોય. જ્ઞાની કહે–ત્રણેકાળ નિરપેક્ષ હોય. અજ્ઞાનીની દલિલ-કોઈના કર્યા વિના થઈ જાય?! કર્તા વિના કર્મ ન હોય! એમ અનેક પ્રકારની વિપરીત દલિલ તો કરે ને!?
પર્યાયને નિરપેક્ષ જો તો પર્યાય પર્યાયથી થાય છે તેમ તને ખ્યાલમાં આવશે. પછી પર્યાય મારાથી થાય છે તેમ નહીં આવે. પર્યાયમાંથી મમત્વ અને કર્તૃત્વબુદ્ધિ છૂટી જશે. પર્યાયમાં મમત્વ રાખ્યું એટલે કર્તાબુદ્ધિ રહી ગઈ. પર્યાય પર્યાયથી થાય છે–હું તો જ્ઞાતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com