________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪
પ્રવચન નં. ૧૪
છું....આહા... ત્યાં તો દૃષ્ટિમાં દ્રવ્ય આવી જાય છે–અને અનુભવ થાય છે. નવને ભૂતાર્થનથી જાણતાં નિયમથી સમ્યફદર્શન આવી રીતે છે.
અગિયાર અંગ ભણી ગયો પણ વ્યવહારનયથી અભૂતાર્થનયથી નવ તત્ત્વોને જાણ્યાં. એટલે કાં તો પોતાને કર્તા માન્યો અને કાં તો પરથી થાય છે તેમ માન્યું. એવા સાપેક્ષ કથન સમજાવવા માટે આવે પણ શ્રદ્ધા કરને કે કાબિલ નહીં હૈ.
કુંદકુંદભગવાને નવ તત્ત્વની આગળ એક વિશેષણ મૂક્યું. નવ તત્ત્વોને તો અનંતકાળથી જાણ્યાં, જૈનનો સાધુ થયો અને નવમી રૈવેયક સુધી ગયો. નવ તત્ત્વોનું જ્ઞાન હતું પણ તેને વ્યવહારનયથી તે જાણતો હતો. પર્યાયને તે વ્યવહારનયથી જાણતો હતો. કે
પ્રશ્ન - પર્યાય તો વ્યવહારનયનો વિષય છે ને?
ઉત્તર - પર્યાય પણ એકાંતે વ્યવહારનયનો વિષય નથી. પર્યાય કથંચિત્ નિશ્ચયનયનો વિષય પણ છે.
પ્રશ્ન - આ શું કહો છો? પર્યાય ભેદ તેથી તે વ્યવહારનયનો વિષય હોય ને? ઉત્તર - ના, એ..પણ નિશ્ચયનયનો વિષય છે. પ્રશ્ન - પણ...
નિશ્ચયનયનો વિષય તો ધ્રુવ હોય ને!? ઉત્તર - ભણ્યા પછી આ બધું સમજવું જરા કઠણ પડે. સમજે તો સહેલું થઈ જાય.
ભૂતાર્થનથી એટલે નિશ્ચયનયથી તું પર્યાયને જો. પર્યાયને વ્યવહારનયથી જોતાં તે અનંતકાળ કાઢયો. જૈનનો સાધુ પણ થયો એ કાંઈ નવી વાત નથી. નવ તત્ત્વોને અભૂતાર્થનયથી જાણવાં તે કોઈ અપૂર્વ ચીજ નથી. નવ તત્ત્વોને અભૂતાર્થનથી જાણતાં સ્વર્ગમાં જાય પણ એનો મોક્ષ ન થાય. વાત અપૂર્વ છે. એકની એક વાત બે-પાંચ વખત ઘૂંટશે ને ત્યારે ખ્યાલમાં આવશે. કેમકે સાપેક્ષ-નિરપેક્ષ તેવા શબ્દો પણ કાન ઉપર ન આવ્યા હોય. નવતત્ત્વના નામ આવડે પણ તેને આપણે પૂછીએ કે તેને તમે સાપેક્ષથી જોવો છો કે નિરપેક્ષથી!? તો કહે–એ કાંઈ અમારા ગુરુએ કહ્યું નથી. જૈન થયા તો નવ તત્ત્વના નામ તો આવડે. જૈનનો સાધુ થયો પણ નવ તત્ત્વોને તેણે વ્યવહારનયથી જાણ્યાં.
વ્યવહારનયથી જાણ્યાં એટલે? એટલે તેને પરાધીન પણે જાણ્યાં. પર્યાયને સત્અહેતુક-સ્વાધીન ન જાણી. પર્યાય પર્યાયથી છે શ્રીગુરુથી પણ નથી.
અમિતગતિ આચાર્યદવે કલમ ચલાવી કે આ સમ્યક્દર્શનની પર્યાય છે ને!? એનો દાતા શ્રીગુરુ તો નથી. શ્રીગુરુ એટલે આત્મજ્ઞાની ગુરુ હોં! ગુરુ એટલે આપણા ભગવાન સ્વામી-ભવિષ્યના તીર્થકર. તે સમ્યક્રદર્શનના દાતા નથી. અરે! ગુરુ દાતા નથી? ચાલો તે તો અવિરત સમ્યક્દષ્ટિ હતાં, પરંતુ કુંદકુંદભગવાન તો દાતા ખરા કે નહીં!? કહેના, કુંદકુંદભગવાન પણ દાતા નથી. ઠીક છે, એ તો છમસ્થ છે પણ સર્વજ્ઞ ભગવાન તો દાતા ખરા કે નહીં ? કહે-તે પણ દાતા નથી. દાતા નથી એટલે કર્તા નથી. દાતા નથી એટલે સમ્યક્દર્શનનું દાન દેનાર નથી. આહા! એ તો ઠીક છે કે શ્રીગુરુ દાતા નથી, પણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com