________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૫
આત્મજ્યોતિ આત્મા પણ તેનો દાતા નથી. જીયાલાલજી!
કર્તા બુદ્ધિ છૂટતાં અકર્તા એવાં જ્ઞાયક ઉપર દૃષ્ટિ આવતાં તેને અનુભવ થાય છે. અનુભવમાંથી નીકળ્યા પછી તેને જ્ઞાનમાં જણાય છે કે-બધું થવા યોગ્ય થાય છે, હું કોઈનો કરનાર નથી. અભિમાન છૂટી જાય છે-મમતા છૂટી જાય છે. મિથ્યાત્વ ચાલ્યું જાય છે. અલ્પકાળમાં તેની મુક્તિ થાય છે.
સમ્યકદર્શન થયા પછી મોક્ષ થવામાં અનંત સમય ન જાય. અસંખ્ય સમયથી વધારે ન લાગે. બે-ચાર-પાંચ ભવ. કો'કને વધારેમાં વધારે પંદર ભવ હોય, કો'કને અસંખ્ય સમયમાં તેત્રીસ સાગરોપમ જાય ને પછી તીર્થકર કે કેવળી થાય; તો પણ કાળ અસંખ્ય સમયની અંદર જ આવે છે. તેને અનંત સમય લાગતા નથી.
એક વખત જેણે શુદ્ધાત્માના દર્શન કર્યા–સ્પર્શ થયો, તેને અલ્પકાળમાં પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય છે. તેને અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંતસુખ અને અનંતવીર્ય પ્રગટ થાય છે. તે સાદિ અનંતકાળ રહે છે. જે સિદ્ધ થયા તે ફરીથી સંસારમાં આવતા નથી. માખણનું ઘી થાય પણ ઘીનું માખણ ન થાય.
કોઈ વખત અંદરથી એવી કરુણા આવી જાય તો એવાં ભાવ આવી જાય કેસ્થાનકવાસી અને શ્વેતામ્બરના હજારો માણસોની વચ્ચે આ નવ તત્ત્વોની વાત કરું. ઘણાંનું કામ થઈ જાય એવી વાત છે. આ રીતે નવ તત્ત્વ કોઈ સમજતું જ નથી.
“ભૂતાર્થનયે', નવ તત્ત્વો તે તો ભેદ છે ને!? તે વ્યવહારનયનો વિષય છે ને? વ્યવહારનયના વિષયને તું નિશ્ચયનયથી જાણ! એ કોઈ અપૂર્વ વાત છે. કુંદકુંદભગવાનનું નામ ત્રીજું છે તે યથાર્થ છે.
મંગલમ્ ભગવાન વીરો, મંગલમ્ ગૌતમો ગણી
મંગલમ્ કુંદકુંદાર્યો, જૈન ધર્મોસ્તુ મંગલમ્.” આહાહા! પર્યાયને નિશ્ચયનયથી જાણ! પર્યાયને નિરપેક્ષ જાણ ! આનાથી આ પરિણામ થાય અને આનાથી આ થાય તેમ ન જો ! અગ્નિથી પાણી ગરમ થાય અને પાણીની પર્યાય ઠંડી થાય તે પાણીથી થાય? પાણીની પર્યાય ઉષ્ણ થઈ તે અગ્નિથી થતી નથી અને ઠંડી પડી જાય તે તેનાં દ્રવ્યથી પણ થતી નથી. આમાં નવ તત્ત્વ આવી ગયા. સમજાણું કાંઈ !? વજુભાઈ ! આમાં નવતત્વ ગોઠવાય ગયા. પાણીની પર્યાય ગરમ થાય તે તેના અકાળે થવાયોગ્ય થાય છે. ત્યારે તેને ઉચિત (અનુકૂળ) નિમિત્ત હોય છે. અગ્નિ. પણ હવે તેને નિમિત્તથી નિરપેક્ષ જો! પર્યાયનો થવાયોગ્ય સ્વકાળ હતો ને, એટલે પાણીની પર્યાય ગરમ થઈ છે.
આમાં પુણ્ય-પાપ-આસ્રવ-બંધ ચાર તત્ત્વ સમાય ગયા. અને પછી તેની યોગ્યતાથી પૂર્વ પર્યાયનો વ્યય થાય છે. અગ્નિ ખસી ગઈ માટે ઠંડી પર્યાય થઈ તેમ નથી. અને પાણી ઠંડું હતું માટે પાણીની પર્યાય ઠંડી થઈ ગઈ તેમ પણ નથી. જ્યારે પર્યાયનો સ્વકાળ ઉષ્ણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com