________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬
પ્રવચન નં. ૧૫ થવાનો હતો ત્યારે અગ્નિનું તેમાં નિમિત્ત ન હતું. પાણીની પર્યાય કાયમ તો ગરમ રહે નહીં. ઠંડી તો થાય; ઠંડી પર્યાય થઈ તેમાં પાણી કારણ ખરું કે નહીં? કહે કારણ નથી. પાણી ઠંડી પર્યાયનું કર્તા એ નથી ને કારણેય નથી. તો પછી તેમાં અગ્નિનો અભાવ કારણ ખરું કે નહીં? નહીં, અભાવ કારણ ન હોય. સભાવ કારણ નથી તો અભાવ પણ કારણ ન હોય.
જરાક-થોડોક આ પાણીના દષ્ટાંતને સમજે ને તો તેને નવ તત્ત્વોનું સ્વરૂપ સમજાય જાય. પાણી અગ્નિથી ગરમ થયું નથી ? કહે, ના જેટલાં પાણી ગરમ થાય છે એ કોઈ પણ પાણી અત્યાર સુધી અગ્નિથી ગરમ થયું જ નથી. અગ્નિથી ગરમ થયું છે તેમ માને છે તે પર્યાયની સ્વતંત્રતાનો નાશ કરે છે. આહાહા ! તેને પર્યાયસત્ દેખાતી નથી. જો પાણીમાં ઉષ્ણ થવાની (યોગ્યતા) શક્તિ ન હોય તો અગ્નિ આપી શકે નહીં. અને ઉષ્ણ થવાની શક્તિ સ્વયમેવ હોય તો અગ્નિથી થઈ શકે નહીં. ગરમ પર્યાયને અગ્નિની અપેક્ષા નથી.
સર્વજ્ઞ ભગવાનની વાત લોજીકથી, ન્યાયથી, આગમથી યુક્તિથી અને છેવટ અનુભવથી સિદ્ધ થાય તેવી છે. છેવટે તો અનુભવ સિવાય પ્રમાણ થાય તેવું નથી.
પ્રશ્ન થાય કે-અગ્નિથી ન થાય તો કાંઈ નહીં, પણ અગ્નિ નિમિત્ત તો હોય ને!? આહા ! જોઈ લેજો નિમિત્ત કર્તાનો દાખલો. પણ પાણીની ઉષ્ણ પર્યાયને નિમિત્તની અપેક્ષા જ નથી.
પ્રશ્ન - તો પછી ઉષ્ણ પર્યાય તેનો સ્વભાવ થઈ જશે?
ઉત્તર - હા, એ વિભાવ સ્વભાવ થઈ ગયો. એ બરાબર છે. વિભાવ પણ એનો સ્વભાવ છે. ઉષ્ણ થવું એ પણ એનો સ્વભાવ છે. પર્યાયનો સ્વભાવ હોં !! અગ્નિથી નહીં, અગ્નિના નિમિત્તથી નહીં, અને પાણીથી પણ નહીં, એવી ભૂતાર્થનયથી તું પાણીની ઉષ્ણ પર્યાયને જો! ઉષ્ણને ભૂતાર્થનયથી જો અને પછી ઠંડી થઈ તે પર્યાયને પણ તું નિશ્ચયથી જો. પર્યાય તેના સ્વકાળે ગરમ થઈ છે-પર્યાય તેના અકાળે ઠંડી થઈ જાય છે. આ સર્વજ્ઞનું વીતરાગ વિજ્ઞાન છે. તે તો વિજ્ઞાનનું પણ વિજ્ઞાન છે.
પ્રવચન નં - ૧૫
તા. ૨-૯-૯૧ આ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે. સમયસાર એટલે શુદ્ધાત્મા ને જે બતાવે એવી જિનેન્દ્ર ભગવાનની વાણી છે. બાર અંગ રૂપ વાણીનો સાર એ છે કે: આત્મા ત્રણે કાળ શુદ્ધ છે. શુદ્ધ થાય છે એ તો પરિણામ છે. જ્યારે દ્રવ્ય સ્વભાવ તો અનાદિ અનંત શુદ્ધ છેતેમ જ નિરપેક્ષ છે. પર્યાય શુદ્ધ થાય તો દ્રવ્યને શુદ્ધ કહેવાય એમ નથી. પર્યાય શુદ્ધ હો કે પર્યાય અશુદ્ધ હો..પણ દ્રવ્યસ્વભાવ તેનાથી અનાદિ અનંત નિરપેક્ષ છે.
આહા...! સમ્યકદર્શન થાય તો આત્મા શુદ્ધ થાય તેમ નથી. મિથ્યાત્વની અવસ્થામાં પણ આત્મા ત્રણેકાળ શુદ્ધ છે. શુદ્ધાત્માને મિથ્યાદર્શન કે સમ્યકદર્શનની અપેક્ષા નથી. તે ત્રિકાળી સત્-અહેતુક સામાન્ય સ્વભાવ છે. એવી જ રીતે નવ તત્ત્વના પરિણામો થાય છે તેને પરની કે સ્વની અપેક્ષા નથી. તે પણ સ-અહેતુક-નિરપેક્ષ તત્ત્વ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com