________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૫
આત્મજ્યોતિ શુભભાવ કરવા પડે, એમ છે નહીં. એ તો અજ્ઞાનથી એણે માન્યું 'તું અજ્ઞાન ટળતાં જ્ઞાતા થઈ જાય છે સાક્ષાત્ પછી (સાધકદશામાં) શુભાશુભ રહે છે એનો પણ જ્ઞાતા રહે છે, પણ હું કરું છું એમ એનાં અભિપ્રાયમાં આવતું નથી. આહાહા ! એ..જ્ઞાતાના પક્ષમાં તો આવ..તારું કાંઈ નહીં જાય” ...તારું જશે તો અજ્ઞાન જશે પણ બીજું તો કંઈ જવાનું નથી, તારું જ્ઞાન નહીં જાય, જશે તો અજ્ઞાન જશે.ઈ તો ઈષ્ટ છે.
આહા...! (કહે છે) “એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે-એવાં વિકલ્પો, તેઓ પણ નિશ્ચયથી અભૂતાર્થ છે”, એટલે આત્માના સ્વભાવમાં એ નથી. સ્વભાવનો અનુભવ કરતાં.એ વિકલ્પ ઉત્પન્ન થતાં નથી. પણ, આત્મા એક જ ભૂતાર્થ છે”, આશ્રય કરવાયોગ્ય હોય તો એકલો આત્મા છે, પ્રમાણ નય-નિક્ષેપ આશ્રય કરવા યોગ્ય નથી-અવલંબન કરવા યોગ્ય નથી-લક્ષ કરવાયોગ્ય નથી.
આહા! “કારણ કે શેય અને વચનના ભેદોથી પ્રમાણાદિ અનેક ભેદરૂપ થાય છે.” નીચે બધો ખુલાસો આવશે.
તેમાં....” હવે એક-એક (ની વાત છે, તેમાં પ્રમાણ, તેનો આચાર્ય ભગવાન પોતે એક-એક બોલનો ખુલાસો કરે છે, તેમાં–ત્રણ હતાં ને..(તેથી) તેમાં કહેવાય એક હોય (તેથી) તેમાં ન કહેવાય, જ્ઞાયકભાવ એક છે એમાં...ત્રણ હોય? પ્રમાણ, નય ને નિક્ષેપ તો ત્રણ છે, તેમાં પહેલાં, હવે પ્રમાણની વ્યાખ્યા કરે છે.
તેમાં...પહેલાં, પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ” , આનો વિસ્તાર તો તત્ત્વાર્થસૂત્ર” માં વિશેષ છે, આ અધ્યાત્મશાસ્ત્ર છે એટલે ટૂંકાણમાં આચાર્ય ભગવાન વર્ણન કરે છે. પ્રમાણ બે પ્રકારે છે-પરોક્ષ અને પ્રત્યક્ષ. આ પ્રમાણજ્ઞાન છે ને એ સમ્યક જ્ઞાન છે. આ સમ્યકજ્ઞાનના ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ, એ સમ્યકજ્ઞાનના ભેદ છે.
પરોક્ષ અને પ્રત્યક્ષ, પરોક્ષ કેમ ઉત્પન્ન થાય છે. એનાં કારણ આપે છે. ““ઉપાર અને અનુપાત્ત” -નીચે ( ફુટનોટમાં છે ) જુઓ! પરોક્ષ હોવાના કારણમાં ઉપાત્ત એટલે મેળવેલા-દ્રવ્ય ઈન્દ્રિય, દ્રવ્યમન વગેરે ઉપાત્ત-મેળવેલા છે, દ્રવ્યમાન છે ને આંહીયા (છાતીમાં હૃદયમાં), દ્રવ્યઈન્દ્રિયો છે ને, એ પરપદાર્થો છે. એનાં લક્ષ–એનાં આશ્રય, પરોક્ષજ્ઞાન ઉત્પન્ન થાય છે. જ્ઞાન થાય છે એ તો એની તત્ સમયની યોગ્યતાથી-જ્ઞાન થાય, એની યોગ્યતાથીથવા યોગ્ય થાય છે એ સિદ્ધાંત તો અબાધિત છે. પણ...એ વખતે એને નિમિત્ત શું છે એનું જ્ઞાન કરાવ્યું. એમાં દ્રવ્યઈન્દ્રિય નિમિત્ત છે અને કાં દ્રવ્યમન નિમિત્ત છે. (એવા જ્ઞાનને ) પરોક્ષ કહેવાય, અનુપાત્ત, નીચે છે (અર્થ) અણમેળવેલા, પ્રકાશ-ઉપદેશ વગેરે અનુપાત્ત પરપદાર્થો
૧. ઉપાત્તકમેળવેલા (ઇન્દ્રિય, મન વગેરે ઉપાત્ત છે, પર પદાર્થો છે. )
બણમેળવેલા ( પ્રકાશ, ઉપદેશ વગેરે અનુપાત્ત છે, પર પદાર્થો છે.)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com