________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૪
પ્રવચન નં. ૨૨ એવો ઉપદેશ હોતો નથી. રાગ, આવે ને જાય-એને વ્યવહારથી જાણે, એમ કહે પણ રાગને આત્મા કરે (એવો તો ઉપદેશ જ્ઞાનીનો હોતો નથી.) આહાહા ! આત્મા રાગને કરે-એવાં અભિપ્રાયવાળાને...આત્મા રાગને કરે...શું કહીએ પ્રભુ ! જીભ નહીં મળે જ્ઞાતા છે આત્મા તો.. કર્તા...નથી. આહાહા !
વિભાવનો હુજી, કર્તાનો પક્ષ છે, જ્ઞાનનો કર્તા કહે તો હુજી તો ઠીક છે કથંચિત્ ! આહા ! એવી ગળે વળગી છે કíબુદ્ધિ..એ તેરમી ગાથા, ઝેર ઊતારનારી હતી... “થવાયોગ્ય થાય છે, (હું તો જાણનાર છું, કરનાર નથી.) ' થવાયોગ્ય થાય છે એને ય જાણવા રોકાતો નથી, એનાથી ભિન્ન આત્માને જાણતાં.થવાયોગ્ય થાય છે એમ સમ્યક પ્રકારે અનુભવ પછી
ખ્યાલમાં આવી જાય છે. આહા..! અંદર અરે, એક જ્ઞાતાના પક્ષમાં તો આવો, મનમાં એમ નિર્ણય તો કરો કે હું જ્ઞાતા છું એમ મનમાં લ્યો કે હું કર્તા નથી, હું તો જ્ઞાતા છું.
અને આ મંત્ર કોઈને કહેવા જેવો નથી, કોઈને કહેવા જેવો નથી એટલે? કોઈ લાયક પ્રાણી હોય તો કહેજે ખાનગીમાં....બાકી તો...ઢંઢેરો પીટીશ ને તો તને ઉખેડી નાખશે સમાજ... સમાજને ક્યાં કાંઈ ખબર છે કે જ્ઞાતા છે કે કર્તા છે આત્મા..આંધળે-આંધળું ચાલે છે એમ અનંતકાળથી.
(આત્મા) કેવળ જ્ઞાતા છે, કથંચિત્ જ્ઞાતા ને કથંચિત્ કર્તા એમ નથી. (અધ્યાત્મપ્રવચનરત્નત્રયમાં) એકસો એકવીસ પાના ઉપર આ ગુરુદેવે ફરમાવ્યું છે અધ્યાત્મ-પ્રવચન રત્નત્રય, તેર વ્યાખ્યાન (પૂજ્યગુરુદેવશ્રીનાં) બહાર પડી ગયાં છે, (ગાથા-૩૨૦) ચક્ષુના દષ્ટાંતે, અકારક ને અવેદક!
(જીવ અંદરથી-અંતરથી) એક વાર જ્ઞાતાના પક્ષમાં આવશે ને તો જરૂર સાક્ષાત્ જ્ઞાતા થઈ જશે, જ્ઞાતાના પક્ષમાં આવતાં ઉપયોગ સૂક્ષ્મ થશે, સ્થૂળ નહીં રહે હવે, (ઉપયોગ સૂક્ષ્મ થતાં થતાં સૂક્ષ્મને પકડી લેશે.) આહા...હા !
એક ભાઈ છે, અમદાવાદમાં એને આ વાત કરી 'તી, વાંચનમાં....અને એ નમસ્કારમંત્રની માળા તો એ રોજ ગણતા 'તા એ, પછી એક માળા ગણવા માંડયા રોજ, સાથે-સાથે
હું જ્ઞાતા છું–કર્તા નથી' (આ મહામંત્રની) એ હુજી ગણે છે (આ માળા રોજ ) હજી ચાલુ જ છે. અરે, શાતાના પક્ષમાં આવ્યા–એટલે જ્ઞાતા છું એ તો વિકલ્પ છે, એમ કરીને જ્ઞાતા છું—એ ગમતું નથી એને (એ તો વિકલ્પ છે, વિકલ્પ છે કર્યા કરે!) જ્ઞાતાના પક્ષનો વિકલ્પ કરે ને (કોઈ તો એ કહે) એમાં શું છે એ તો વિકલ્પ છે–એ વિકલ્પ ટાળવાની વિધિ છે, સાંભળતો ખરો ! વિકલ્પનો અનુભાગ એમાં ગળવા માંડે છે આહાહા! એકત્વનો વિકલ્પ ગળવા લાગે છે જો તો ખરો તું..આ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ કહેલી વાત છે..બધાં આત્મા જ્ઞાતા છે એ કર્તા નથી. (આત્માનો) કર્તા સ્વભાવ હોય ને શુભાશુભ (ભાવને) કરે તો...કોઈનો મોક્ષ કોઈ દિ' થાય જ નહીં. આહાહા! તો તો સિદ્ધ ભગવાનને ય શુભા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com