________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૫૩ પરમાત્માને જ- “જીવને “જ” એમ કહ્યું (એકાંત કીધું) જાણવો અનુભવવો એ ભૂતાર્થ ને સત્યાર્થ કહ્યું..તેમ એકપણે પ્રકાશમાન આત્માના અધિગમના ઉપાયો” –એક આત્માને જ જાણવાના ઉપાયો, શું કહ્યું? પ્રમાણ ને નય-નિક્ષેપ દ્વારા પણ, એ સવિકલ્પ નય-નિક્ષેપને પ્રમાણ દ્વારા પણ એક આત્માને જ જાણવાના આ ઉપાય છે. એ અનેક જાણવાના ઉપાયો એ નથી. જેનો અનુભવ કરવાનો છે-જેનો પ્રત્યક્ષ અનુભવ થવાનો છે અને પરોક્ષપણે, વિચાર કોટીમાં લ્ય છે કે આત્મા પ્રમાણથી આવો કે નથી આવો કે નિક્ષેપથી આવો..(છતાં પણ ) એકપણે પ્રકાશમાન હો! આત્મા અનેકપણે છે જ નહીં અનાદિ-અનંત એક છે. “આત્માના અધિગમ” એટલે જાણવાના ઉપાયો-અધિગમ એટલે આત્માના સ્વરૂપને જાણવાના ઉપાય (સાધન), એમાં અન્યમતીનું ખંડન થાય છે-ગમે તેમ કોઈ પ્રતિપાદન કરે આત્માનું, તો એનો પરિહાર થઈ ને જેમ સર્વજ્ઞભગવાનના જ્ઞાનમાં આવ્યું એ પ્રમાણ-નય-નિક્ષેપ દ્વારા, એ (સ્વરૂપ) જાણવામાં આવે છે ને અનુમાનમાં પ્રથમ આવી જાય છે ને પછી અનુભવ થાય છે.
અધિગમના-જાણવાના ઉપાયો, અધિગમના ઉપાયો કહ્યાં આ, અનુભવના ઉપાયો નથી આ. અધિગમ એટલે જાણવાનો ઉપાય, અનુભવવા માટે પ્રમાણ-નયને નિક્ષેપ નથી. –આ પહેલો (પ્રથમ) એકડાનો જ ઉપદેશ છે આ, બગડાનો નથી. આહાહા ! કહે, (કોઈ લોકો ) કે સમયસારનો ઉપદેશ આપશો તો બધાં સ્વચ્છંદી થઈ જશે...(તું સાંભળ તો ખરો!) સ્વતંત્ર થઈ જશે ભાઈ..! કર્તા બુદ્ધિવાળાને, કર્તાનો ઉપદેશ અપાય જ નહીં.એને જ્ઞાતાનો ઉપદેશ આપવો જોઈએ (કે ભાઈ ! તું જાણનાર જ છો !) આ ઉપદેશની પદ્ધતિ છે. કર્તાનો ઉપદેશ દેવાય જ નહીં.
કેટલાક, કેટલાક નહીં પણ કોક-કોક કહે કે ભઈ અત્યારે ચાલે છે આ (સમયસારની) તેરમી ગાથા ઘણી સૂક્ષ્મ પડે છે. તેરમી ગાથા ચાલી ગઈ ને! સૂક્ષ્મ (પડે છે તેનું) કારણ શું છે, ખબર છે? કર્તબુદ્ધિ છે. કર્તબુદ્ધિમાં ઉપયોગ સ્થૂળ થઈ જાય છે. અને જ્ઞાતાના પક્ષમાં ય આવતાં (નિજનો) અનુભવ તો દૂર રહો. સ્વાનુભવ તો પછી.. થોડો ટાઈમ લાગે અનુભવમાં તો...પણ હું જ્ઞાતા છું આહા! એક ટંકાર તો કર, પછી ઉપયોગ... સૂક્ષ્મ ન થાય તો જ્ઞાનીઓ કહે કે અમારી પાસેથી લઈ જાજે. આહા...હા !
કર્તા બુદ્ધિનું ઝેર એટલું બધું છે જીવને...અનાદિકાળનું છે, આજનું નથી. એ અભિમાન છે એક જાતનું. પરનો કર્તા નથી તો કાંઈ નહીં..પણ શુભાશુભ (ભાવ) નો તો કર્તા કહો.. શુભાશુભનો કર્તા નહીં કહો...તો સંસાર નહીં રહે!
(તેને કહે છે સંતો) કે આ સંસાર રાખવાનો ઉપદેશ નથી, સંસાર ટાળવાનો ઉપદેશ છે. જ્ઞાનીઓ, સંસાર રહે ને વૃદ્ધિ થાય..એવો ઉપદેશ આપે જ્ઞાની? જેની દષ્ટિમાંથી સંસારનો અભાવ થયો-અનુભવ થયો...અલ્પકાળમાં તો જેને...મોક્ષ થવાનો નિશ્ચિત થઈ ગયો છે કાળ એનો...આહાહા ! એવા જ્ઞાની-ધર્મી જીવ, રાગને આત્મા કરે (એમનો)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com