________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૬
પ્રવચન નં. ૨૨ છે. એ પરપદાર્થો દ્વારા પ્રવર્તે તે પરોક્ષ છે. પરપદાર્થનું અવલંબન લઈને જે જ્ઞાનનો અંશ પ્રવર્ત-કામ કરે તેને પરોક્ષ પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે.
“અને કેવળ આત્માથી જ” –જેને પરનું અવલંબન નથી (પ્રત્યક્ષજ્ઞાનને) દ્રવ્ય ઈન્દ્રિય અને મનનું આલંબન ન હોય. “એ પ્રતિનિશ્ચિતપણે પ્રવર્તે તે પ્રત્યક્ષ છે.” “આ પ્રમાણજ્ઞાન છે.” તેના હવે ભેદ કહે છે, “તે જ્ઞાન પાંચ પ્રકારનું છે” –પ્રમાણજ્ઞાન જે છે તેમાં પાંચ પ્રકારના ભેદો તેમાં રહેલા છે – “મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય ને કેવળ.” હવે એનાં એક-એકનાં બોલ કહેશે. “તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે” – “આધ પરોક્ષમ્” -તત્ત્વાર્થમાં આવે છે. અવધિ ને મન:પર્યય એ બે વિકલ-પ્રત્યક્ષ, એકદેશ પ્રત્યક્ષ છે. સર્વથા પ્રત્યક્ષ તો કેવળજ્ઞાન હોય, આ સાધકને હોય અવધિજ્ઞાન અને મન:પર્યય હોય છે, મન:પર્યય જ્ઞાન તો એ ગણધરઆદિને હોય છે તભવ મોક્ષ જનારા જીવોને જ મન:પર્યય જ્ઞાન હોય છે, અત્યારે (આ ક્ષેત્રે, આ કાળે ) અહીં મન:પર્યયજ્ઞાન નથી. અત્યારે અવધિજ્ઞાનનો નિષેધ પણ નથી, અને મતિ, શ્રુતજ્ઞાન તો બધાની પાસે હોય છે. તેમાં મતિ ને શ્રુત એ બે જ્ઞાન પરોક્ષ છે. અવધિને મન:પર્યય એ બે વિકલપ્રત્યક્ષ છે, અને કેવળજ્ઞાન સકલપ્રત્યક્ષ” સર્વથા પ્રત્યક્ષ છે. આ એને કોઈનું અવલંબન ન હોય, પૂર્ણપણે ઊઘડી ગયું કેવળજ્ઞાન, તેથી એ બે પ્રકારનાં પ્રમાણ છે. -પરોક્ષ અને પ્રત્યક્ષ.
(કહે છે, “તે બન્ને પ્રમાતા, પ્રમાણ, પ્રમેયના ભેદને અનુભવતાં તો ભૂતાર્થ છે”, સત્યાર્થ છે, પોતે જાણનાર છે, પોતે પોતાને જણાય છે ને પોતે પોતાને જાણે છે-ભેદને અનુભવતાં તો ભૂતાર્થ ને સત્યાર્થ છે;
“સર્વ ભેદો જેમાં ગૌણ થઈ ગયા છે......એવાં...એક જીવના સ્વભાવનો અનુભવ...કરતાં” –પ્રત્યક્ષ અંતરમુખ થઈને અનુભવ કરતાં, આ બધા વિકલ્પો છે નહીં આત્મામાં, તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે. –આ પ્રમાણની વાત છે.
નય બે પ્રકારે છે.” જેમ પ્રમાણનાં બે પ્રકાર કહ્યા ને પરોક્ષ અને પ્રત્યક્ષ, એમ નયના બે પ્રકાર, “દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક” –આ આત્માને સમજવાના ઉપાયો છે. એ પ્રાથમિક ભૂમિકામાં.. નય ને પ્રમાણથી આત્માનું સ્વરૂપ જેમ છે તેમ (જેવું છે તેવું) જાણે તો એમાં વિપરીતતાનો અભાવ થઈ જાય એમાં, સર્વજ્ઞભગવાને જેવો આત્મા કહ્યો (-તથા અન્ય પાંચ પદાર્થો કહ્યા) એ જાણવાના ઉપાયો પ્રમાણ, નય ને નિક્ષેપ છે. (એ જાણવાથી વિપરીતતા ન આવે) માટે પ્રાથમિક ભૂમિકામાં, વચ્ચે એને (પદાર્થોનો) નિર્ણય કરવા માટે એને આવે છે.
નય બે પ્રકારે છે, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક” એ બે નય છે, જેમ પરોક્ષ ને પ્રત્યક્ષ એ બે પ્રકારે પ્રમાણ કહ્યાં એમ નયના બે પ્રકાર કહે છે, “ત્યાં દ્રવ્ય-પર્યાય-સ્વરૂપ વસ્તુમાં”, આખી વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે પ્રમાણજ્ઞાનનો વિષય, એ પ્રમાણ જ્ઞાનના વિષયમાં...એકને ગૌણ કરીને ને એકને મુખ્ય કરીને જાણે, તેને નય કહેવામાં આવે છે. “જે મુખ્યપણે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com