________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
૨૫૭ દ્રવ્યનો અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે” અને પર્યાયને મુખ્યપણે જાણવાનો વિચાર હોય તો તેને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
ત્યાં દ્રવ્ય-પર્યાયસ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે, મુખ્ય-ગૌણ હોય નયમાં, નયમાં મુખ્ય-ગૌણ હોય, અતીન્દ્રિયજ્ઞાનમાં મુખ્ય-ગૌણ ન હોય, “વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે” –અનુભવ કરાવે એટલે જેવું સ્વરૂપ છે એવું જાણવામાં આવે, તે દ્રવ્યાર્થિકાય છે. દ્રવ્ય, અર્થ ને નય (તે દ્રવ્યાર્થિક નય) નય એટલે જ્ઞાનનો અંશ, અર્થ
એટલે પ્રયોજન, દ્રવ્ય એટલે (વસ્તુ-દ્રવ્ય), દ્રવ્યને જાણવાનું જે જ્ઞાનનું પ્રયોજન હોય, તેને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. દ્રવ્ય, અર્થ ને નય, અર્થ એટલે પ્રયોજન, જે જ્ઞાનમાં દ્રવ્યને જાણવાનું પ્રયોજન પડતું હોય, એવાં જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. અને
પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે-અનુભવ એટલે જ્ઞાન કરાવે, તેને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.” પર્યાય, અર્થ ને નય જે જ્ઞાનનો વિષય, પર્યાયનો ભેદ છે જાણવા માટે, એને પર્યાયાર્થિકનય કહેવામાં આવે છે.
તે બંને નયો..દ્રવ્ય અને પર્યાયનો પર્યાયથી એટલે ભેદથી, દમથી અનુભવ કરતાં તો ભૂતાર્થ છે.” આહાહા! આ મુખ્યપણે દ્રવ્ય છે એને દ્રવ્ય કહેવાય.આને પર્યાય કહેવાય. પર્યાય તરફ ઉપયોગ હોય ત્યારે દ્રવ્ય તરફ ઉપયોગ ન હોય, દ્રવ્યને જાણવા ઉપયોગ લાગેલો હોય ત્યારે પર્યાયને જાણવા માટે ઉપયોગ લગાવતો ન હોય, તો એમાં ક્રમ પડે છે–દ્રવ્ય જ્ઞાનમાં, ઉપયોગાત્મક જ્ઞાનમાં આવે ત્યારે પર્યાય ઉપયોગાત્મક જ્ઞાનમાં ન આવે, લબ્ધમાં ભલે રહે. અને જ્યારે પર્યાય તરફનો ઉપયોગ હોય, ત્યારે દ્રવ્ય તરફનો ઉપયોગ રહેતો નથી. (ઉપયોગના રહેવામાં) ક્રમ પડે છે અને ક્રમ પડતાં એમાં વિકલ્પ ઉત્પન્ન થાય છે, એમાં (નિર્વિકલ્પ ) અનુભવ થતો નથી. આ મુદ્દાની એક વાત છે આમાં.
અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગન (-આલિંગિત) કરાયેલા”, બોલો!
આહાહા! બેયનું જ્ઞાન છૂટી જાય છે એમ (આચાર્યદિવ) કહેતા નથી. ક્રમે..જાણતાં જે વિકલ્પ ઉત્પન્ન થતાં 'તા, એ છૂટી જાય છે. અને યુગપ૬ અક્રમે દ્રવ્યપર્યાયને જ્ઞાન જાણી લ્ય છે...થોડોક અભ્યાસ તો જોઈએ..અને જો કર્તાબુદ્ધિ છૂટી જશે અને જ્ઞાતાના પક્ષમાં આવશે. તો આજે ઓછું સમજાવ્યું હશે, કાલે વધારે સમજાશે...ગેરન્ટી! જ્ઞાન ઊઘડે...આત્માને સમજવા માટે ને આત્માને અનુભવવા માટે, બે વાત કરી, બે..આત્માનું જ સ્વરૂપ છે...તેને સમજવા માટેનો ઊઘાડ જે અત્યારે નથી (બચુભાઈ ?) જો એ જ્ઞાતાના પક્ષમાં આવશે...એ બધુંય સરળ થઈ ગયું છે. મારું ધાર્યું-મારું કર્યું કાંઈ થતું નથી. આહાહા !
-એમ જો જ્ઞાતાના પક્ષમાં આવશે...તો એનો ઈન્દ્રિયજ્ઞાનનો જે ઉપયોગ સ્થળ છે. માનસિક...એ ઉપયોગ સૂક્ષ્મ થાશે...અને સૂક્ષ્મઉપયોગ આત્માનું સ્વરૂપ છે...અનુમાનમાં ગ્રહણ કરી લેશે...સૂક્ષ્માતીત થશે તો અનુભવ થઈ જશે ! આહાહા ! પ્રશ્ન તો થાય...અમને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com