________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૫૮
પ્રવચન નં. ૨૨ યાદ રહેતું નથી અમને આમ (સૂક્ષ્મ પડે છે!) ગુરુદેવ કહેતા 'તા કે ચોપડામાં કેટલી ઉઘરાણી છે (કોની-કોની પાસે કેટલા-કેટલા રૂપિયા લેવાના છે.) એ તો યાદ રહે છે કે નહીં ? પ્રવિણભાઈ ? વેપારીને તો ઉઘરાણી યાદ ન રહે? જાઓ..ઉઘરાણી કરી આવો, માણસને કહું ને! એ તો યાદ રહે છે.
એમ આ પોતાના આત્માની વાત યાદ રહેતી નથી ! તને રુચી નથી. આહા...હા ! ચી હોય તો આત્માના સ્વરૂપનો ખ્યાલ આવી જાય. અરે, યાદ રહે ને કોઈને કહેતાં આવડતું ન હોય..તો જ્ઞાનમાં તો આવી જાય. આહા..હા! પણ...જ્ઞાતાના પક્ષમાં આવવાની જરૂર બહુ છે. આત્મા કર્તા છે–એવી વાત કોઈની સાંભળશો નહીં હો! આહાહા ! કથંચિત્ કર્તા છે, ઈ રહેવા દે, રહેવા દે સર્વથા જ્ઞાતા છે. દાંડી પીટીને કહ્યું છે.
આહાહા! આ ચક્ષુ છે-ચક્ષુ....એ દશ્યપદાર્થને દૂરથી દેખે (એટલું જ કાર્ય કરે. આંખ) દેખનાર છે આ (આંખ)...( જગતનાં) પદાર્થો આ (જણાવાયોગ્ય) અને આ દેખનાર છે (આ ચક્ષુ-આંખ) સર્વથા હશે કે કથંચિત્ હશે? ચક્ષુ, ચક્ષુનું દષ્ટાંત..( આંખ) ઈ સર્વથા દેખનાર હશે કે કો'ક દિ કાંઈક કરનાર હશે? કોઈને એવો અનુભવ નથી (આંખ કોઈનું કાર્ય કરે !) લાવો, એક જીવ કે જેને અનુભવ એવો હોય! આંખ, કેવળ દેખવાનું કામ કરે એમ આ જ્ઞાનચક્ષુ-આત્માનું કેવળ જ્ઞાતા છે, કર્તા-હર્તા છે નહીં. એ કર્તા ધર્મને જાણે પણ કર્તા ધર્મને કરે નહીં. આહાહા! પર્યાયમાં, કર્તાધર્મ હોય ભલે (પર્યાય પરિણમે ) પણ પર્યાયને કરે-કર્તાબુદ્ધિ થાય, એમ છે નહીં.
અરે, જ્ઞાતાના પક્ષમાં આવીશ તો તને માનસિક શાંતિ થશે, માનસિક શાંતિ થઈ જશે..દિકરાને દિકરાની વહુને કોઈ માનતું ન હોય.અરે! હું તો જ્ઞાતા છું, એને જેમ..જેમ ઠીક પડે એમ કરવા ધો..મારું લક્ષ ન્યાં નથી, આહાહા ! કાંઈક તો કહેવું જોઈએ ને, કહીશું તો સુધરશે...મારે એને સુધારવા નથી. મારે તો મારા આત્માને, સુધારવો છે હવે કાળ આવ્યો છે...હું તો જ્ઞાતા છું.હું કર્તા...નથી.
અમે ગયા હતા જાત્રા કરવા સોનાગિરિ–સોનાગિરિ..એ બે'ન પણ સાથે હતા તે ડોળીવાળા પણ હારે હોય ને તે પછી ડોળીમાં બેઠા, બેઠા એને (ડોળીવાળાને) મંત્ર આપ્યો... કે તમે જાણનાર છો કરનાર નથી હો? ઓલા ડોળીવાળા (ગોખવા માંડયા કે) હું જાણનાર છું કરનાર નથી...હું જાણનાર છું કરનાર નથી..પછી કહે, આ ડોળી કોણ ચલાવે છે? (એ કહે) હું ચલાવતો નથી સ્વયં ચાલે છે હું તો જાણનાર છું...અરે ! આ શું થયું!
પણ સત્ય વાત..મળવી દુર્લભ...એની યોગ્યતા હોય તો એ પ્રકારનું નિમિત્ત એને મળી જાય..એ નિમિત્તથી કાંઈ થતું નથી, એની યોગ્યતા હોય ત્યારે કોઈ કહેનાર (આપોઆ૫) મળી જાય ને સત્યવાત ગ્રહણ કરી લ્ય છે કે અરે, હું તો જ્ઞાતા છું, કર્તા નથી. આહાહા ! એક જ્ઞાતાનો મંત્ર....એને જીવનદાન...આપશે..એ મરશે નહીં હવે...
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com