________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
આત્મજ્યોતિ
ચારગતિનું દુઃખ ટળી જશે. આહા...હા !
(શ્રોતાઃ) ડોલી નીચે આઈ તો આપકો નમસ્કાર કરકે શ્લોક બોલતે થે કી બહોત શાંતિ હુઈ...( ઉત્તર: ) હુમકો તો થાક હી નહીં લગા આજ-એમ કહ્યું મારી પાસે આવ્યા 'તા.
૨૫૯
આજે થાક લાગ્યો નથી, રોજ અમને થાક લાગતો'તો, આજે થાક ન લાગ્યો, શું થયું આ ચમત્કાર...( એમ ડોળીવાળો બોલ્યો ) ( મેં કહ્યું) તમે કર્તબુદ્ધિ છોડીને તમે જ્ઞાતા છો ને...એ સ્વભાવ યાદ આવ્યો ત્યાં થાક ઊતરવા મંડયો...૨મણિકલાલ ? આ છે, આ મંત્ર સર્વજ્ઞભગવાનનો છે...સંતોએ કહેલી વાત...ગુરુદેવે ફરમાવેલી વાત...( આ છે.) આહાહા ! થવાયોગ્ય થાય છે...જાણનાર જણાય છે.' બોર્ડ ગયું છે ભાવનગર...લાલ અક્ષર કરવા માટે. આહાહા! કેટલી વાર એમાં લખ્યું છે-ઘૂંટાવ્યું છે...જાણનાર જણાય છે થવાયોગ્ય થાય છે... થવાયોગ્ય થાય છે જાણનાર જણાય છે (એમાં અનેક વાર લખાયું છે.) આહા...હા !
અરે...સાક્ષાત્ સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી વાત આ છે...જ્ઞાતા છું-જ્ઞાતાના પક્ષમાં તો આવીજા, વિકલ્પમાં તો આવી જા...સાક્ષાત્ જ્ઞાતા તો પછી...સાક્ષાત્ જ્ઞાતા તો પછી પણ પહેલાં જ્ઞાતા ખ્યાલમાં આવે છે કે હું કરનાર નથી. (જ્ઞાતાનો પક્ષ આવ્યા વિનાં પક્ષાતિક્રાન્ત ક્યાંથી થવાશે.)
(શ્રોતાઃ ) આ સાક્ષાત્ સીમંધર ભગવાનનો મંત્ર?
(ઉત્ત૨:) આ તો અનંત તીર્થંકરોનો મંત્ર છે. ભૂતકાળમાં અનંત તીર્થંકરો થઈ ગયાં એમણે ‘ આ ' કહ્યું...વર્તમાનમાં સાક્ષાત તીર્થંકર (ભગવાન) કહી રહ્યા છે અત્યારે... ભગવાનની વાણીમાં આવ્યું'તું આહા ! ‘ થવાયોગ્ય થાય છે ને જાણનાર જણાય છે' અને ભવિષ્યમાં પણ સૂર્યકીર્તિ ભગવાન ( અરિહંત) થવાના છે એમની વાણીમાં પણ આ જ આવવાનું છે. કાંઈ ફેર છે નહીં.
સર્વ તીર્થંકર પરમાત્માઓ (ત્રિકાળવર્તી) કહે છે, હું! ભવ્યાત્માઓ, તમે જ્ઞાતા છો હોં, તમે કર્તા નથી.
( હૈ જીવો ! ) કર્તાના ભૂતનો વળગાડ વળગ્યો છે, કર્તા છું...એ ભૂતડું...આવે છેશાસ્ત્રમાં છે સુખચેનથી ન રહેવા ધે કર્તાબુદ્ધિવાળાને...આમ કરું...આમ કરું...આમ કરું (કંઈક કરવું તો ઇચ્છા કર્યા જ કરે!) ગાંડો થયો ગાંડો...ઈ ગાંડા જ કહેવાય-અજ્ઞાની બધા ય ગાંડા...( કંઈક) કરવાનું ભૂત...! થાય છે સ્વયં...થવાયોગ્ય...થાય છે...અને ભાગ્યાનુસાર લક્ષ્મી આવે...તો આવો ન આવે તો...ન આવો...મારે લક્ષ્મીની હારે સંબંધ...છે નહીં કાંઈ... જ્ઞાનલક્ષ્મીની હારે સંબંધ (મારે તો ) થઈ ગયો છે હવે. આહા...હા !
66
(કહે છે કેઃ) “ નય બે પ્રકારે છે-દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક”, મૂળ મુદ્દાની વાત હવે (છે) “તે બંને નયો દ્રવ્ય અને પર્યાયથી ” –ક્રમે ક્રમે જાણતો' તો ને આ દ્રવ્ય ને આ પર્યાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com