________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦
પ્રવચન નં. ૨૩ અને આ પર્યાય ને આ દ્રવ્ય, “એવાં ભેદથી-કમથી અનુભવ કરતાં તો ભૂતાર્થ છે, સત્યાર્થ છે.” અને દ્રવ્ય તથા પર્યાય એ બન્નેથી નહિ આલિંગિત “( આલિંગન) કરાયેલા એવાં શુદ્ધવસ્તુમાત્ર જીવના (ચૈતન્યમાત્ર) સ્વભાવનો અનુભવ કરતાં તેઓ અભૂતાર્થ છે, અસત્યાર્થ છે.”
પ્રવચન નં - ૨૩
તા. ૨૬-૭-૮૯ શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે તેનો જીવ નામનો અધિકાર છે. તેની તેર નંબરની ગાથા પછી આઠમો કળશ ત્યારપછી આ ટીકા છે.
જેવી રીતે નવ તત્ત્વોમાં એક શુદ્ધાત્મા જ ભૂતાર્થ છે. તેના આશ્રયે જ સમ્યકદર્શન થાય છે, એવાં શુદ્ધ આત્માના અધિગમના ઉપાયો એટલે આત્માના સ્વરૂપને અનુભવ પહેલાં જાણવાના ઉપાયો. આગમ, યુક્તિ, અનુમાન, તર્ક એ બધાથી આત્માનું સ્વરૂપ પહેલાં ખ્યાલમાં લેવું – માનસિક જ્ઞાનમાં લેવું અને પછી અનુભવ થાય.
“આત્માના અધિગમના ઉપાયો જે પ્રમાણ, નય, નિક્ષેપ છે.” આત્માના સ્વરૂપને જાણવાના ઉપાય તેના ત્રણ પ્રકાર છે. પ્રમાણથી આત્માના સ્વરૂપને જાણવું, નયથી જાણવું, અને નિક્ષેપથી જાણવું,
હવે પ્રમાણનાં બે ભેદ કહે છે. “પરોક્ષ અને પ્રત્યક્ષ.” તેના પણ પાંચભેદ કહ્યાં તે બધાં ભેદો ભેદની અપેક્ષાએ સત્યાર્થ અને ભૂતાર્થ છે – પણ આત્માના સ્વભાવમાં તેનો અભાવ છે એટલે સ્વભાવની દષ્ટિ દેતાં એ પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષજ્ઞાન એ ભેદો, કોઈ દેખાતા નથી. માટે તે અપેક્ષાએ અનુભવના કાળમાં તે અભૂતાર્થ છે.
અનુભવના કાળમાં (ભેદો) અભૂતાર્થ છે. અથવા શ્રદ્ધાના વિષયમાં કાયમ માટે અભૂતાર્થ છે – અહીં અનુભવના કાળમાં અભૂતાર્થ છે દેખાતા નથી. શ્રદ્ધાનો વિષય શ્રદ્ધામાં આવે છે દષ્ટિનો વિષય દષ્ટિમાં આવે છે ત્યારે શ્રદ્ધા અપેક્ષાએ કાયમ માટે તેનો આત્માના સ્વભાવમાં અભાવ છે એમ એવી પ્રતીત -શ્રદ્ધા થઇ જાય છે.
હવે નયના બે પ્રકાર પાડે છે. નયના બે પ્રકારમાં માલ છે. આત્માને જાણવાના ઉપાય છે તે નય બે પ્રકારે છે. ગુરુદેવ આમાં એમ ફરમાવે છે કે -જેવી રીતે તમે કોઈ મીઠાઇવાળાની દુકાને જાવ મીઠાઈ લેવા માટે તો તેના તોલા, ત્રાજવા, માપ અર્થો કીલો છે – કીલો છે. ત્રાજવું બરાબર છે તે જોઇને પછી માલને એક બાજુ મૂકે અને બીજી બાજુ તોલા મૂકે. તેવી રીતે આ આત્માનો જે સ્વભાવ છે તેને જાણવાના સાધનો છે.
ગુરુદેવ કહે છે કે – (ગ્રાહક ) જ્યારે પૈડા લ્ય ત્યારે પૈડાનો ભાવ પૂછે છે, વજન કરે, તોલા જુએ.અર્ધો કિલો માલ લીધો તો અર્ધો કીલો છે કે નહીં એ બધી તપાસ ખરીદતી વખતે હોય છે. પણ પેંડા લઈને જમવા બેઠો અને મોઢામાં ઈંડા મૂકે ત્યારે તોલા...ત્રાજવાકે પંડા શું ભાવે લીધા છે વગેરે કાંઇ યાદ આવતું નથી. તે તો એકલો મીઠાશનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com