________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates આત્મજ્યોતિ
૨૬૧ અનુભવ લ્ય છે. એમ જ્યાં સુધી આત્માનો અનુભવ ન થાય ત્યાં સુધી સર્વજ્ઞ ભગવાને કહેલા સાધનો તેના દ્વારા આત્માને જાણવો જેથી બાકીનો બીજો બધો કચરો નીકળી જાય.
તેમાં નય બે પ્રકારે છે એ પણ આત્માને સમજવા માટે એક ઉપાય છે. અનુભવના કાળે કોઇ નય હોતી નથી નયાતીત છે. પરંતુ અનુભવ પહેલા મિથ્યાષ્ટિને એ જ્ઞાનદ્વારા જ આત્માનો નિર્ણય થાય છે – આ જ્ઞાનનો વિષય છે. પ્રમાણ, નય કે નિક્ષેપ તે બધા જ્ઞાનના જ પ્રકારો છે તેના દ્વારા આત્માને ખ્યાલમાં લ્ય છે.
નય બે પ્રકારે છે – દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.” હવે દ્રવ્યાર્થિકનય કોને કહેવાય અને પર્યાયાર્થિકનય કોને કહેવાય. સમજવા માટે જીવો બન્નેનો પ્રયોગ કરે છે. “ત્યાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુમાં દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિકનય છે.” દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ તે આખો પદાર્થ છે, નય તેમાં મુખ્ય ગૌણ કરે છે. નયમાં હંમેશાં મુખ્ય – ગૌણ હોય. જ્યારે ત્રિકાળી સામાન્યનો વિચાર ચાલતો હોય ત્યારે વિશેષ પર્યાયનો વિચાર ન હોય એમ દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે એટલે જ્ઞાન કરાવે. અનુભવનો અર્થ અહીંયા અનુમાનજ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન એટલે અનુભૂતિની વાત નથી.
દ્રવ્યનો મુખ્યપણે અનુભવ કરાવે તે દ્રવ્યાર્થિક નય છે. દ્રવ્ય સ્વભાવ જેવો છે તેનું જ્ઞાન થાય – એ જ્ઞાનની પર્યાયનું નામ દ્રવ્યાર્થિકાય છે. દ્રવ્ય અર્થને નય જેનું પ્રયોજન છે. અને પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે...અને જ્યારે પર્યાયનો વિચાર ચાલતો હોય ત્યારે આ મતિજ્ઞાન કહેવાય, આ શ્રુતજ્ઞાન કહેવાય, આ સમ્યક્દર્શન કહેવાય, આ ચારિત્ર કહેવાય. વગેરે વિશેષનો જ્યારે જીવ વિચાર કરે છે...આમ પર્યાયનો મુખ્યપણે અનુભવ કરાવે તેનું નામ પર્યાયાર્થિકનય છે. હવે તે સવિકલ્પ દશામાં વિચાર કરતાં-કરતાં આગળ વધે છે.
તે બને નયો દ્રવ્યને પર્યાયનો પર્યાયથી,” પર્યાયથી તેનો અર્થ કરે છે. (ભેદથી, ક્રમથી) આ દ્રવ્યને આ પર્યાય એમ ક્રમે ક્રમે આ મુખ્ય ગૌણ..મુખ્ય ગૌણ કરતો જાય તો તે ભેદમાં ક્રમ જ પડે છે. જ્યારે દ્રવ્ય ઉપરનો ઉપયોગ (વિચાર) હોય ત્યારે પર્યાય નો ( વિચાર) ઉપયોગ ન હોય. પર્યાય જ્યારે જ્ઞાન કરે ત્યારે દ્રવ્ય ઉપર ઉપયોગ ન હોય, ઉપયોગ બન્ને જગ્યાએ લાગતો નથી, એક જગ્યાએ લાગે છે. બે સત્ છે ને એટલે. કેમકે
જ્યારે દ્રવ્યનો વિચાર હોય ત્યારે પર્યાયનો વિચાર ન હોય એનું નામ ક્રમ છે – તે અનુભવ કરતાં તો ભૂતાર્થ છે – સત્યાર્થ છે. આ સવિકલ્પનય છે, સવિકલ્પનય ભગવાનની વાણીમાં આવી છે.
પરોક્ષજ્ઞાનમાં ન હોય, પ્રત્યક્ષ જ્ઞાનમાં નય ન હોય. અનુભવજ્ઞાન પ્રત્યક્ષ થાય છે. એક તો શ્રુતજ્ઞાનમાં ન હોય. મતિ, અવધિ, મન:પર્યય અને કેવળજ્ઞાનમાં નય નથી. ચાર જ્ઞાનમાં નય નથી, શ્રુતજ્ઞાનમાં નય હોય.
શ્રુતનયા વિકલ્પો તેવું આગમનું વચન છે. એટલે મુખ્ય-ગૌણ કરી ને જ્યારે વિચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com